સોનમ કપૂરે નાના દીકરાની પહેલી ઝલક બતાવી:પતિ આનંદ અને મોટા દીકરા વાયુના ક્યૂટ ફોટો શેર કર્યા; જીવનને સ્વપ્ન ગણાવી ઈશ્વરનો આભાર માન્યો

Entertainment4/24/2026, 11:59:12 AM
સોનમ કપૂરે નાના દીકરાની પહેલી ઝલક બતાવી:પતિ આનંદ અને મોટા દીકરા વાયુના ક્યૂટ ફોટો શેર કર્યા; જીવનને સ્વપ્ન ગણાવી ઈશ્વરનો આભાર માન્યો
બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે તેના બીજા દીકરાની પહેલી ઝલક શેર કરી છે. 25 દિવસ પહેલાં બીજી વાર માતા બન્યા સોનમે તેના આખા પરિવારની ઝલક બતાવી છે. ફોટોને શેર કરતા તેણે કહ્યું, 'માય થ્રી' (મારા ત્રણ). પિતા અને મોટા ભાઈએ લાડ લડાવ્યા સોનમ કપૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા ફોટો શેર કર્યા છે, જેમાં તેના મોટા દીકરા વાયુ, પતિ આનંદ આહુજા અને તેના નવજાત બાળકની ઝલક જોઈ શકાય છે. એક તસવીરમાં સોનમ તેના મોટા દીકરા વાયુ સાથે નાસ્તો કરતી જોવા મળી રહી છે, જ્યારે અન્ય એક ફોટોમાં આનંદ તેના નાના દીકરાને ખોળામાં લઈને બેઠો છે. 'જિંદગી એક સપનું છે' એક તસવીરમાં વાયુ તેના નાના ભાઈના પારણામાં ડોકિયું કરતો દેખાઈ રહ્યો છે. તસવીરો શેર કરતી વખતે સોનમ કપૂર ખૂબ જ ભાવુક જોવા મળી. તેણે કેપ્શનમાં લખ્યું, 'જિંદગી એક સપનું છે... આ મહિનો અત્યાર સુધી ખૂબ જ સારો રહ્યો. યુનિવર્સનો આભાર. મારા ત્રણ.' 29 માર્ચે બીજા દીકરાનો જન્મ થયો સોનમ કપૂર અને આનંદ આહુજાએ ગયા મહિને જ તેમના બીજા બાળકના આગમનની સત્તાવાર માહિતી શેર કરી હતી. એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ખૂબ જ ખુશી અને પ્રેમ સાથે અમે જણાવવા માંગીએ છીએ કે આજે, 29 માર્ચ 2026ના રોજ અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. હવે અમારો પરિવાર મોટો થઈ ગયો છે અને તેના આગમનથી અમારા હૃદય ખુશીથી ભરાઈ ગયા છે. વાયુ તેના નાના ભાઈના આગમનથી ખૂબ ખુશ છે. આ નાના મહેમાને અમારા ઘરમાં ઘણી ખુશીઓ લાવી દીધી છે. અમે હવે ચાર લોકોનો પરિવાર બનીને આ નવી શરૂઆત માટે ખૂબ આભારી છીએ. પ્રેમ સાથે- સોનમ, આનંદ અને વાયુ. 2018માં થયા હતા લગ્ન, 2022માં બન્યા પેરેન્ટ્સ સોનમ કપૂર અને બિઝનેસમેન આનંદ આહુજાના લગ્ન મે 2018માં એક ભવ્ય સમારોહમાં થયા હતા. લગ્નના ચાર વર્ષ પછી ઓગસ્ટ 2022માં તેમણે તેમના પહેલા દીકરા 'વાયુ'નું સ્વાગત કર્યું હતું. હવે 40 વર્ષની ઉંમરે સોનમે પોતાના બીજા બાળકને જન્મ આપ્યો છે. લાંબા સમયથી સોનમ મોટા પડદાથી દૂર છે જો વર્કફ્રન્ટની વાત કરીએ તો, સોનમ કપૂરને છેલ્લે 'બ્લાઇન્ડ' ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ 7 જુલાઈ 2023 ના રોજ સીધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. તેમાં તેણે એક દૃષ્ટિહીન પોલીસ ઓફિસરનો રોલ કર્યો હતો. થિયેટરમાં તેની છેલ્લી મોટી ફિલ્મ વર્ષ 2019 માં આવેલી 'ધ ઝોયા ફેક્ટર' હતી. હાલમાં સોનમે પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને કોઈ નવી જાહેરાત કરી નથી.
Read Original Article →