'સિંઘમ' ફેમ સોનાલી કુલકર્ણી 5 કલાક હાઈવે પર ફસાઈ:એક્ટ્રેસે પોલીસ પાસેથી મદદ માંગી, ખાવાનું પણ ન મળતા કંટાળીને વીડિયો બનાવ્યો
'સિંઘમ', 'દિલ ચાહતા હૈ' ફેમ એક્ટ્રેસ સોનાલી કુલકર્ણી 5 કલાક સુધી હાઈવે પર ટ્રાફિકમાં ફસાઈ ગઈ. એક્ટ્રેસે કંટાળીને વીડિયો શેર કર્યો અને ટ્રાફિક જામના કારણે પડેલી મુશ્કેલીની આપવીતી જણાવી. 'અમારા માટે પ્રાર્થના કરો' સોનાલીએ ઇન્સ્ટાગ્રામમાં હાઇવે પર ફસાયેલા હોવાનો વીડિયો શેર કર્યો. તેમાં તેણે કહ્યું, ‘હેલો, હું અહીં માનખુર બ્રિજ પર છું, પૂરા 5 કલાક થઈ ચૂક્યા છે. પૂરા 5 કલાકથી અમે અહીં ફસાયેલા છીએ, અમે પુણે જઈ રહ્યા છીએ. તમે મારી પાછળ અને મારી આગળ ટ્રાફિક જોઈ શકો છો.' તેણે વીડિયોમાં આગળ કહ્યું, 'અમે ટ્રાફિક કંટ્રોલ ટીમને ફોન કર્યો, તેઓ કહી રહ્યા છે, ધીરજ રાખો, ટ્રાફિક ખૂબ જ ખરાબ છે અને તેમનું કહેવું છે કે તેઓ નથી જાણતા કે આ મુશ્કેલી ક્યારે દૂર થશે. ન અમે આગળ જઈ શકીએ છીએ, ન પાછળ જઈ શકીએ છીએ. પ્લીઝ અમારા માટે પ્રાર્થના કરો. પોલીસ, જો તમે બીજી તરફથી આવી શકો છો, તો પ્લીઝ મદદ કરો અને આગળના રસ્તાની અપડેટ આપો.’ 'આ ખૂબ ડરામણું છે' એક્ટ્રેસે વધુમાં ઉમેર્યું કે, ‘ભૂખ લાગી છે, પણ અમે બોલી શકતા નથી. હું જાણું છું કે બીજા લોકો આનાથી પણ ખરાબ પરિસ્થિતિઓમાં હોઈ શકે છે, પણ આ ખૂબ જ ડરામણું છે. 5 કલાક માત્ર એક જ સ્થિતિમાં છીએ.’ એક્ટ્રેસનું વર્કફ્રન્ટ નોંધનીય છે કે, સોનાલી કુલકર્ણીએ વર્ષ 2001ની ફિલ્મ 'દિલ ચાહતા હૈ'થી ખ્યાતિ મેળવી હતી. ફિલ્મનું ગીત 'વો લડકી હૈ કહાં' તેના પર ફિલ્માવવામાં આવ્યું છે. આ ઉપરાંત, એક્ટ્રેસ 'ડરના મના હૈ', 'દિલ વિલ પ્યાર વાર', ‘વેલ ડન અબ્બા’ અને 'સિંઘમ' જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન'માં એક્ટ્રેસે પત્રકારની ભૂમિકા ભજવી હતી.
Read Original Article →