સોનાક્ષી-ઝહીર પર 'મેલોડી ટોફી' ટ્રેન્ડનો રંગ ચડ્યો!:એક્ટરે પત્નીને રિઝવવા ચોકલેટ આપી, VIDEO; પીએમ મોદીએ મેલોનીને ટોફી ગિફ્ટ કરતા ટ્રેન્ડ શરૂ થયો
બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને તેનો પતિ ઝહીર ઇકબાલ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા 'મેલોડી' ટ્રેન્ડમાં સામેલ થઈ ગયા છે. બંનેએ બુધવારે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મજેદાર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઝહીર મેલોડી ટોફીની પ્રખ્યાત ટેગલાઇન બોલતો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં, આ આખો ટ્રેન્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મેલોડી ટોફી આપ્યા પછી શરૂ થયો છે. સોનાક્ષી જાણતી નથી કે પતિ તેને કેટલો પ્રેમ કરે છે જોઈન્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શેર કરાયેલા આ વીડિયોમાં સોનાક્ષી તેના પતિ ઝહીરને પૂછે છે, 'તું શું પૂછવા માંગે છે?' તેના પર ઝહીર જવાબ આપે છે, 'તું સારી રીતે જાણે છે કે હું તને કેટલો પ્રેમ કરું છું.' જ્યારે સોનાક્ષી ચીડવતા કહે છે, 'ના'. ત્યારે ઝહીર તરત જ તેના ખિસ્સામાંથી મેલોડી ટોફી કાઢે છે અને કહે છે, 'મેલોડી ખાઓ, જાતે જ જાણી જાઓ.' પીએમ મોદી અને મેલોનીના વીડિયોથી શરૂ થયો ટ્રેન્ડ
આ મેલોડી ટ્રેન્ડનું બેકગ્રાઉન્ડ ખૂબ જ રસપ્રદ છે. તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં બંને નેતાઓ વચ્ચે હળવાશભર્યા અંદાજમાં વાતચીત થઈ રહી હતી. જી-7 સમિટ અથવા દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન પીએમ મોદીએ પીએમ મેલોનીને મેલોડી ચોકલેટ આપી હતી. ત્યારબાદથી જ આ મામલો ચર્ચામાં આવ્યો. 'મેલોડી ખાઓ, ખુદ જાન જાઓ' ની વાર્તા
વીડિયોમાં ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની કહે છે કે, 'વડાપ્રધાન મોદી અમારા માટે એક ગિફ્ટ લઈને આવ્યા છે, આ ખૂબ સારી ટોફી છે.' આના પર પીએમ મોદી હસતા હસતા કહે છે કે, 'મેલોડી.' આ પછી બંને નેતાઓ હસવા લાગે છે. બંને દેશોના મોટા નેતાઓ વચ્ચે થયેલી આ વાતચીત પછી સોશિયલ મીડિયા પર મેલોડીને લઈને અલગ-અલગ રીલ્સ અને વીડિયો બનાવવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો, જેમાં હવે બોલિવૂડના આ સેલિબ્રિટીઝ પણ સામેલ થઈ રહ્યા છે. સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કર્યાં હતાં લગ્ન નોંધનીય છે કે, સોનાક્ષી અને ઝહીરે વર્ષ 2024માં 'સ્પેશિયલ મેરેજ એક્ટ' હેઠળ લગ્ન કર્યાં હતાં. આ કાયદો અલગ-અલગ ધર્મના લોકોને ધર્મ બદલ્યા વિના લગ્ન કરવાની મંજૂરી આપે છે. આ એક આંતરધાર્મિક લગ્ન હોવાથી, સોશિયલ મીડિયા પર તેને લઈને ઘણી ચર્ચા અને દલીલો થઈ હતી. સલમાન ખાનની પાર્ટીમાં થઈ હતી પહેલી મુલાકાત સોનાક્ષી અને ઝહીરની લવ સ્ટોરી લગભગ 10 વર્ષ જૂની છે. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2016માં સલમાન ખાનની એક પાર્ટીમાં થઈ હતી. અહીંથી તેમની મિત્રતા શરૂ થઈ, જે સમય જતાં વધુ મજબૂત બનતી ગઈ. વર્ષ 2017થી બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું.
Read Original Article →