'સિસ્ટમ' સામે લડવા નીકળી પડી સોનાક્ષી સિંહા!:'પાવર VS ન્યાય'ની લડાઈમાં કોણ જીતશે? વરવી વાસ્તવિકતા દર્શાવતું કોટરૂમ ડ્રામા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

Entertainment5/12/2026, 10:24:42 AM
'સિસ્ટમ' સામે લડવા નીકળી પડી સોનાક્ષી સિંહા!:'પાવર VS ન્યાય'ની લડાઈમાં કોણ જીતશે? વરવી વાસ્તવિકતા દર્શાવતું કોટરૂમ ડ્રામા ફિલ્મનું ટ્રેલર રિલીઝ
બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા ફરી એકવાર પાવરફુલ અવતારમાં વાપસી કરી રહી છે. સોનાક્ષીની આગામી ફિલ્મ ‘સિસ્ટમ’નું શાનદાર ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ એક હાઈ-વોલ્ટેજ કોર્ટરૂમ ડ્રામા છે, જેમાં સોનાક્ષી એક નિશ્ચયી વકીલની ભૂમિકામાં જોવા મળશે. સત્તા, મહત્વાકાંક્ષા અને ન્યાયની આ કાનૂની લડાઈમાં સોનાક્ષી સિસ્ટમ સામે બાથ ભીડતી નજરે પડે છે. શું છે ટ્રેલરની ખાસિયત? લગભગ 2 મિનિટના આ ટ્રેલરની શરૂઆત સોનાક્ષી સિંહાના પાત્ર નેહાથી થાય છે. નેહા એક યુવા અને તેજસ્વી વકીલ છે, જે પોતાના પિતાની લો-ફર્મમાં પાર્ટનર બનવા માટે સંઘર્ષ કરી રહી છે. તેના પિતા (આશુતોષ ગોવારીકર) તેને પોતાની ક્ષમતા સાબિત કરવા માટે એક અત્યંત મુશ્કેલ કેસ સોંપે છે. પોતાના કેસને મજબૂત કરવા માટે નેહા, સારિકા (જ્યોતિકા)ની મદદ લે છે. સારિકા એક ચતુર કોર્ટરૂમ સ્ટેનોગ્રાફર છે, જેના પોતાના કેટલાક છુપા ઈરાદાઓ છે. ટ્રેલરમાં એક પાવરફુલ ડાયલોગ છે - "દુનિયામાં આપણે બધા આપણો અસલી ચહેરો છુપાવીએ છીએ." ટ્રેલર જોતા સમજાય છે કે આ સ્ટોરીમાં જેટલા વળાંકો દેખાય છે, તેનાથી અનેકગણા રહસ્યો પડદા પાછળ છુપાયેલા છે. સોનાક્ષીનો એક ડાયલોગ સિસ્ટમની વરવી વાસ્તવિકતા દર્શાવે છે: "અમીરના ઘોંઘાટમાં ગરીબનો અવાજ ખોવાઈ જાય છે." સ્ટાર કાસ્ટ અને ડિરેક્ટર ‘સિસ્ટમ’નું ડિરેક્શન અશ્વિની અય્યર તિવારીએ કર્યું છે, જે અગાઉ ‘નિલ બટે સન્નાટા’ અને ‘બરેલી કી બરફી’ જેવી શ્રેષ્ઠ ફિલ્મો આપી ચૂક્યા છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા અને જ્યોતિકા ઉપરાંત આશુતોષ ગોવારીકર, અદિનાથ કોઠારે, ગૌરવ પાંડે પ્રીતિ અગ્રવાલ જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્માણ પમ્મી બાવેજા અને હરમન બાવેજાએ કર્યું છે, જ્યારે તેની વાર્તા હરમન બાવેજા અને અશ્વિની અય્યર તિવારી સહિતની ટીમે લખી છે. ક્યારે અને ક્યાં થશે રિલીઝ? મહત્વાકાંક્ષા, બદલો અને નૈતિકતાની આ જંગ 22 મેથી OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે. ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર સોનાક્ષીના લુક અને જ્યોતિકા સાથેની તેની કેમિસ્ટ્રીના વખાણ થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સોનાક્ષીની આ 'સિસ્ટમ' દર્શકોના દિલ જીતવામાં કેટલી સફળ રહે છે. જુઓ સંપૂર્ણ ટ્રેલર:-
Read Original Article →