કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માએ છાનાંમાનાં લગ્ન કરી લીધા:પતિની ઓળખ સિક્રેટ રાખી ફોટો શેર કર્યો; રણવીર સિંહ સહિત અનેક સેલેબ્સે અભિનંદન પાઠવ્યા

Entertainment4/26/2026, 7:59:42 AM
કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માએ છાનાંમાનાં લગ્ન કરી લીધા:પતિની ઓળખ સિક્રેટ રાખી ફોટો શેર કર્યો; રણવીર સિંહ સહિત અનેક સેલેબ્સે અભિનંદન પાઠવ્યા
યશ રાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માએ શનિવારે એક અંગત સમારોહમાં લગ્ન કરી લીધા. તેણે શનિવારે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી, પરંતુ તેના પતિનો ચહેરો અને નામ રિવીલ ન કર્યું. પોસ્ટ સામે આવતા જ પરિણીતિ ચોપરાથી લઈને રણવીર સિંહ સુધીના ઘણા સિતારાઓએ તેને અભિનંદન પાઠવ્યા. શાનુ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરતા લખ્યું, “ઈશ્વરની કૃપાથી મને આ ધરતી પર સાથે ચાલવા માટે સૌથી શ્રેષ્ઠ સાથી મળી ગયો છે. માતા-પિતાના આશીર્વાદ અને પ્રિયજનોના પ્રેમથી અમે આજે સવારે અમારા સંબંધને સત્તાવાર રીતે પૂર્ણ કર્યો. જલ્દી જ લગ્નનો જશ્ન મનાવવામાં આવશે….” પોસ્ટ શેર થતાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સિતારાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી. પરિણીતિ ચોપરાએ લખ્યું, “અભિનંદન માય ગર્લ- સૌથી સારા સમાચાર!” જ્યારે ક્રિતી સેનને કોમેન્ટ કરી, “વાહ! અભિનંદન.” રણવીર સિંહે દિલવાળા ઇમોજી શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી. ઉપરાંત ક્રિતી સેનન, રશ્મિકા મંદાના, ભૂમિ પેડનેકર, અનન્યા પાંડે, સોનમ કપૂર અને શાર્વરી સહિત અનેક સેલેબ્સે પણ તેમને અભિનંદન પાઠવ્યા. શાનુ શર્માએ મુંબઈના થિયેટર અને ક્રિએટિવ ફિલ્ડમાંથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તેણે કાસ્ટિંગની દુનિયામાં પગ મૂક્યો. આદિત્ય ચોપરા તેને યશ રાજ ફિલ્મ્સમાં લાવ્યા. તેની સૌથી મોટી ઓળખ ત્યારે બની જ્યારે તેણે તે સમયે પ્રમાણમાં નવા એક્ટર રણવીર સિંહને ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’માં કાસ્ટ કર્યો. ઉપરાંત તેણે અનુષ્કા શર્મા, ભૂમિ પેડનેકર, અહાન પાંડે અને અનિત પડ્ડા જેવા ઘણા કલાકારોનું કાસ્ટિંગ કર્યું હતું. શાનુ શર્મા દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને એક્ટર રમેશ શર્માની ભત્રીજી પણ છે, જે ફિલ્મ ‘હમ’ માટે જાણીતા છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રજનીકાંત અને ગોવિંદા જોવા મળ્યા હતા.
Read Original Article →