શાહરુખે રજનીકાંતની 'જેલર 2'માં કેમિયો કરવાની ના પાડી દીધી:દીકરી સુહાનાની 'કિંગ' પર જ ધ્યાન કેન્દ્રિત કરશે; થલાઈવાને કોલ કરી આદર વ્યક્ત કર્યો
બોલિવૂડ એક્ટર શાહરુખ ખાને રજનીકાંતની ફિલ્મ 'જેલર 2'માં કેમિયો કરવાની ના પાડી દીધી છે. 'પિંકવિલા' (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ)ના રિપોર્ટ અનુસાર, શાહરુખ હાલમાં તેની આગામી ફિલ્મ 'કિંગ' પર સંપૂર્ણ ધ્યાન આપવા માંગે છે. તે નથી ઈચ્છતો કે 'કિંગ'ની રિલીઝ પહેલા તે કોઈ પણ ફિલ્મમાં મોટા પડદા પર દેખાય. શાહરુખે રજનીકાંત અને ફિલ્મના મેકર્સ સાથે વાત કરીને આ ઓફરને નમ્રતાપૂર્વક ઠુકરાવી દીધી છે. દીકરી સુહાનાના ડેબ્યૂને કારણે લીધો નિર્ણય શાહરુખ ખાન માટે ફિલ્મ 'કિંગ' અનેક રીતે ખાસ છે. આ જ ફિલ્મ દ્વારા તેની દીકરી સુહાના ખાન મોટા પડદા પર પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર, 'જેલર 2'ના મેકર્સ ઈચ્છતા હતા કે, શાહરુખ 5 દિવસનો કેમિયો શૂટ કરે. શાહરુખને આ આઈડિયા પસંદ પણ આવ્યો હતો, પરંતુ તે 'કિંગ'ની એક્સક્લુઝિવિટી જાળવી રાખવા માંગે છે. 'કિંગ'માં શાહરુખનો એક ખાસ લુક છે અને તે નથી ઈચ્છતો કે તે ફિલ્મ પહેલા તેનો એ જ લુક કોઈ બીજી મૂવીમાં દેખાય. ઓગસ્ટમાં રિલીઝ થવાની છે ‘જેલર 2’ ફિલ્મ 'જેલર 2'ના મેકર્સ તેને ઓગસ્ટ 2026માં રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, જ્યારે શાહરુખની ફિલ્મ 'કિંગ' ડિસેમ્બર 2026 માટે શેડ્યૂલ છે. બંને ફિલ્મોની ટાઈમલાઈન અલગ હોવાને કારણે શાહરુખ અને મેકર્સે પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. શાહરુખે પોતે રજનીકાંત સાથે ફોન પર વાત કરી અને તેમના પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો. શાહરુખે ખાતરી આપી કે તે ભવિષ્યમાં તેમની સાથે કામ કરવા માટે હંમેશા તૈયાર રહેશે. રજનીકાંતની ફિલ્મનું કામ લગભગ પૂરું નેલ્સન દિલીપકુમારના ડિરેક્શનમાં બની રહેલી 'જેલર 2' નું કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. ખુદ રજનીકાંતે એપ્રિલ 2026માં કન્ફર્મ કર્યું હતું કે, ફિલ્મનું શૂટિંગ લગભગ પૂરું થઈ ગયું છે અને હવે તે પોસ્ટ-પ્રોડક્શનના અંતિમ તબક્કામાં છે. શાહરુખના ના પાડ્યા પછી હવે મેકર્સ આ ખાસ કેમિયો માટે કોઈ બીજા મોટા એક્ટરના નામ પર વિચાર કરી રહ્યા છે. 'કિંગ'માં જોવા મળશે મોટી સ્ટારકાસ્ટ સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બની રેહીલ ફિલ્મ 'કિંગ'માં શાહરુખ અને સુહાના ઉપરાંત અભિષેક બચ્ચન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર, જેકી શ્રોફ અને અરશદ વારસી જેવા કલાકારો જોવા મળશે. શાહરુખ આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ગંભીર છે અને પોતાની દીકરીના લોન્ચિંગમાં કોઈ કસર છોડવા માંગતો નથી. આ જ કારણ છે કે, તેણે છેલ્લા કેટલાક સમયથી અન્ય કોઈ ફિલ્મનો ભાગ બનવાથી દૂર રહેવાનું પસંદ કર્યું છે.
Read Original Article →