ઓસ્કર એકેડેમીના પેજ પર શાહરુખ ખાન છવાયો:'ઓમ શાંતિ ઓમ'નો વીડિયો શેર કર્યો, 'કિંગ' ખાને કહ્યું- 'હવે લાગે છે કે હું દુનિયાનો બાદશાહ છું'

Entertainment4/18/2026, 6:56:18 AM
ઓસ્કર એકેડેમીના પેજ પર શાહરુખ ખાન છવાયો:'ઓમ શાંતિ ઓમ'નો વીડિયો શેર કર્યો, 'કિંગ' ખાને કહ્યું- 'હવે લાગે છે કે હું દુનિયાનો બાદશાહ છું'
બોલિવૂડના 'કિંગ' ખાન હાલમાં 'દુનિયાના બાદશાહ' હોવાની લાગણી અનુભવી રહ્યા છે. તાજેતરમાં પ્રતિષ્ઠિત ધ એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ (ઓસ્કર એકેડેમી)એ શાહરુખ ખાનની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'ના પ્રખ્યાત ડાયલોગની ક્લિપ શેર કરી છે, જેના પર શાહરુખે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. ઓસ્કર એકેડેમીએ 'કિસી ચીઝ કો શિદ્દત સે ચાહો' વાળો વીડિયો શેર કર્યો વાસ્તવમાં ઓસ્કર એકેડેમીએ ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મના એવોર્ડ નાઇટ સીનનો મોનોલોગ શેર કરતા લખ્યું, 'નસીબની એક વાત છે… તે ક્યારેય ચૂકતું નથી.' આના પર શાહરુખે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટને રીટ્વીટ કરતા લખ્યું કે, ‘એકેડેમી એવોર્ડ્સ, ઓમની સ્પીચ દ્વારા તમે મને જૂની યાદોમાં પહોંચાડી દીધો… હવે મને ખરેખર લાગે છે કે હું દુનિયાનો બાદશાહ છું.’ 'ઓમ શાંતિ ઓમ'થી દીપિકાએ ડેબ્યૂ કર્યું હતું ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'નું ડિરેક્શન ફરાહ ખાને કર્યું હતું. 2007માં રિલીઝ થયેલી આ ફિલ્મથી દીપિકા પાદુકોણે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં અર્જુન રામપાલ અને શ્રેયસ તલપડે પણ મુખ્ય ભૂમિકાઓમાં હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. શાહરુખ ખાનનું વર્કફ્રન્ટ વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન ટૂંક સમયમાં ફિલ્મ 'કિંગ'માં જોવા મળશે, જેનું ડિરેક્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. ફિલ્મમાં સુહાના ખાન, અભિષેક બચ્ચન અને દીપિકા પાદુકોણ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, શાહરુખ, અલ્લુ અર્જુનની ફિલ્મ 'રાકા'માં કેમિયો કરી શકે છે. જોકે, તેની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. નોંધનીય છે કે, 'રાકા'નું ડિરેક્શન એટલી કરી રહ્યા છે, જેમણે શાહરુખ ખાનની સુપરહિટ ફિલ્મ 'જવાન'નું ડિરેક્શન કર્યું હતું.
Read Original Article →