શાહરુખની 'કિંગ'એ રિલીઝ પહેલાં જ ₹250 કરોડ કમાયા:ફિલ્મનું અડધાથી વધુ બજેટ વસૂલ, ધર્મા-YRFને પછાડી પેન મરુધરે રાઇટ્સ ખરીદ્યા
શાહરુખ ખાનની આગામી ફિલ્મ 'કિંગ'એ રિલીઝ થાય તે પહેલા જ 250 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મનું બજેટ 400 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. એટલે કે ફિલ્મનું અડધાથી વધુ બજેટ કવર થઈ ગયું છે. 2026ની સૌથી મોટી થિયેટ્રિકલ ડીલ 'બોલિવૂડ હંગામા' (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ)ના રિપોર્ટ અનુસાર, ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશન કંપની પેન મરુધરે ફિલ્મ 'કિંગ'ના ઓલ ઇન્ડિયા ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ 250 કરોડ રૂપિયામાં ખરીદી લીધા છે. આ આ વર્ષની મોટી થિયેટ્રિકલ ડીલ્સમાંથી એક માનવામાં આવે છે. નોંધનીય છે કે, પેન મરુધરનો શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસ સાથે જૂનો સંબંધ રહ્યો છે. કંપનીએ અગાઉ 'જવાન', 'ડંકી', 'ઝીરો', 'બદલા' અને 'ઇત્તેફાક' જેવી ફિલ્મો રિલીઝ કરી છે. એ.એ. ફિલ્મ્સ, જિયો સ્ટુડિયોઝ, પીવીઆર આઇનોક્સ પિક્ચર્સ, યશરાજ ફિલ્મ્સ અને ધર્મા પ્રોડક્શન્સ જેવી કંપનીઓએ પણ ફિલ્મના ડોમેસ્ટિક રાઇટ્સ માટે બોલી લગાવી હતી. ક્રિસમસ 2026માં થશે મોટી ટક્કર 'કિંગ' ક્રિસમસ 2026 દરમિયાન રિલીઝ થશે, જ્યારે 'જુમાંજી', 'એવેન્જર્સ: ડૂમ્સડે અને ડ્યુન 3' જેવી હોલીવુડ ફિલ્મો પણ રિલીઝ થશે. આ સ્પર્ધાને જોતા, ફિલ્મ માટે મોટા થિયેટર રિલીઝનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ફિલ્મમાં શાહરુખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, રાની મુખર્જી, અભિષેક બચ્ચન, સુહાના ખાન, અનિલ કપૂર, અભય વર્મા અને અરશદ વારસી પણ જોવા મળશે. 'કિંગ'ની વાર્તા એક મેન્ટર અને શિષ્યની સફર પર આધારિત છે, જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરે છે.
Read Original Article →