અલ્લુ અર્જુનની 'પ્રોપર્ટી' કહેતા એક્ટ્રેસ ભડકી:સીરત કપૂરે સુપરસ્ટાર સાથે પ્રાઇવેટ જેટનો ફોટો મૂકતા યુઝરે અશ્લીલ કમેન્ટ કરી; એક્ટ્રેસે રોકડું પરખાવ્યું
સાઉથ એક્ટ્રેસ સીરત કપૂરે સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથેનો ફોટો શેર કર્યો હતો, જેના પર એક વ્યક્તિએ અશ્લીલ ટિપ્પણી કરી હતી. હવે ભડકેલી એક્ટ્રેસે યુઝરને બરાબરનો ઠપકો આપ્યો છે. અલ્લુ અર્જુનના બર્થ ડે પર પોસ્ટ કરેલા ફોટો પર વિવાદ ખરેખરમાં, 8 માર્ચે સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુને તેનો 44મો જન્મદિવસ ઉજવ્યો. આ દિવસે સીરત કપૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર અલ્લુ અર્જુન સાથેના કેટલાક ફોટો શેર કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ફોટોમાં તે અલ્લુ અર્જુન સાથે પ્રાઇવેટ જેટમાં બેઠેલી જોવા મળી રહી હતી. એક્ટ્રેસની પોસ્ટ પર યુઝરે અશ્લીલ કમેન્ટ કરી પ્રાઇવેટ જેટની તે તસવીરો ચર્ચામાં રહી હતી. હવે તાજેતરમાં સીરતે પોતાની સિંગલ તસવીર શેર કરી, જેમાં તે બોલ્ડ લુકમાં જોવા મળી છે. જ્યાં ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તસવીરના વખાણ કરી રહ્યા હતા, ત્યાં એક વ્યક્તિએ લખ્યું, 'અલ્લુ અર્જુનની પ્રોપર્ટી.' આ અશ્લીલ કમેન્ટ સાથે તે વ્યક્તિએ એક ઇમોજી પણ કમેન્ટ કરી, જેમાં આંખોમાં દિલ બનેલું હતું. સામાન્ય રીતે સેલેબ્સ આવી કોમેન્ટ્સને અવગણે છે, પરંતુ સીરતે કોમેન્ટ પર ગુસ્સે થઈને જવાબ આપતા લખ્યું, 'માત્ર કોઈ ઇમોજી ઉમેરવાથી વાત સન્માનજનક નથી બની જતી સર. કોઈપણ મહિલા કોઈની પ્રોપર્ટી નથી હોતી. તેની પોતાની ઓળખ, પોતાના સપના અને પોતાનો અવાજ હોય છે. વખાણ કરો, પરંતુ માલિકી હક જતાવીને નહીં. ભગવાન તમારું ભલું કરે.' નોંધનીય છે કે, સાઉથ એક્ટ્રેસ સીરત કપૂર અવારનવાર અન્ય સેલેબ્સ સાથે તસવીરો પોસ્ટ કરતી રહે છે. બર્થડે સિવાય પણ તેણે અલ્લુ અર્જુન સાથે કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. કોણ છે સીરત કપૂર? સીરત કપૂર એક ભારતીય એક્ટ્રેસ, કોરિયોગ્રાફર અને મૉડલ છે. તેણે 2014ની તેલુગુ ફિલ્મ 'રન રાજા રન'થી એક્ટિંગની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે બોલિવૂડ ફિલ્મ 'ઝિદ'માં જોવા મળી હતી. સીરત 2023ની સિરીઝ 'સેવ ધ ટાઈગર્સ' અને 2024ની ફિલ્મ 'ભામાકલ્પમ 2'માં જોવા મળી હતી.
Read Original Article →