'સારાભાઈ'ની ટીમે સતીશ શાહનું પિંડદાન કર્યું હતું:રાજેશ કુમારે કહ્યું, 'નિઃસંતાન હોવાના કારણે અમે બિહારના ગયામાં તર્પણ કર્યું'

Entertainment4/9/2026, 1:56:49 PM
'સારાભાઈ'ની ટીમે સતીશ શાહનું પિંડદાન કર્યું હતું:રાજેશ કુમારે કહ્યું, 'નિઃસંતાન હોવાના કારણે અમે બિહારના ગયામાં તર્પણ કર્યું'
'સારાભાઈ વર્સિસ સારાભાઈ' સિરિયલની આખી કાસ્ટે દિવંગત એક્ટર સતીશ શાહનું બિહારના ગયામાં પિંડદાન કર્યું હતું. પીઢ એક્ટરને કોઈ સંતાન ન હોવાથી કાસ્ટે પિંડદાન કર્યું હોવાનું એક્ટર રાજેશ કુમારે જણાવ્યું. 'ક્યારેય પોતાની પીડાની અસર કામ પર પડવા દીધી નથી' 'બોલિવૂડ બબલ' (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ) સાથે વાત કરતા રાજેશ કુમારે સતીશ શાહને ખૂબ જ જીવંત અને સકારાત્મક વ્યક્તિ ગણાવ્યા. તેણે કહ્યું કે, 'ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ હોવા છતાં, તેમણે ક્યારેય પોતાની પીડાની પોતાના વર્તન કે કામ પર અસર કરવા દીધી નથી.' રાજેશના મતે, 'સતીશ શાહ ડાયાલિસિસ પર હતા અને તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થયું હતું, પરંતુ તેમણે ક્યારેય નિરાશા બતાવી નહોતી. તેઓ શમ્મી કપૂરથી ખૂબ પ્રેરિત હતા, જેમણે જીવનના છેલ્લા સમયમાં પણ હિંમત હારી નહોતી.' સતીશ શાહ છેલ્લા દિવસો સુધી ખુશમિજાજી હતા રાજેશ કુમારે કહ્યું કે, સતીશ શાહ તેમના નિધનથી થોડા દિવસો પહેલા પણ સામાન્ય અને ખુશમિજાજી મૂડમાં હતા. એક્ટરે કહ્યું, 'મેં તેમની સાથે ચાર દિવસ પહેલા વાત કરી હતી અને તેઓ ત્યારે પણ ખુશમિજાજી અને ઊર્જાથી ભરપૂર હતા.' પિંડદાન અંગે રાજેશ કુમારે કહ્યું કે, 'તેઓ ગયાના છે, જ્યાં આ પરંપરા નિભાવવામાં આવે છે. સતીશ શાહ નિઃસંતાન હોવાને કારણે શોની આખી ટીમે મળીને તેમનું પિંડદાન કર્યું. આ એક ભાવનાત્મક નિર્ણય હતો.' સતીશ શાહનું ઓક્ટોબર 2025માં નિધન થયું હતું સતીશ શાહનું નિધન 25 ઓક્ટોબર 2025ના રોજ 74 વર્ષની ઉંમરે મુંબઈમાં થયું. શાહના નિધનને લઈને શરૂઆતમાં કિડની ફેલિયરની વાત સામે આવી હતી. જોકે બાદમાં રાજેશ કુમારે સ્પષ્ટ કર્યું હતું કે તેમનું નિધન હૃદયરોગના હુમલાથી થયું હતું. સતીશ શાહ ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતા. તેમણે 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' અને 'જાને ભી દો યારો' જેવા પ્રોજેક્ટ્સથી ઓળખ બનાવી. આ ઉપરાંત તેઓ ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', 'મેં હૂં ના', 'રા.વન' અને 'ઇશ્ક વિશ્ક' જેવી ફિલ્મોમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે.
Read Original Article →