‘ખલનાયક રિટર્ન્સ’: 33 વર્ષ બાદ પાછો ફર્યો ‘બલ્લુ’:લોહીથી લથપથ ચહેરો અને લાંબા વાળમાં સંજય દત્તનો ભયાનક લુક; એક મિનિટના ટીઝરમાં ધ્રૂજાવી દેતાં દ્રશ્યો

Entertainment4/25/2026, 8:28:06 AM
‘ખલનાયક રિટર્ન્સ’: 33 વર્ષ બાદ પાછો ફર્યો ‘બલ્લુ’:લોહીથી લથપથ ચહેરો અને લાંબા વાળમાં સંજય દત્તનો ભયાનક લુક; એક મિનિટના ટીઝરમાં ધ્રૂજાવી દેતાં દ્રશ્યો
સંજય દત્તનો વર્ષો જૂનો ‘ખલનાયક’ અવતાર ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે. ‘ધુરંધર’ અને ‘ધુરંધર 2’માં એસીપી અસલમના શાનદાર પાત્ર બાદ, સંજય દત્તે તેની આઇકોનિક ફિલ્મ ‘ખલનાયક’ની સિક્વલ ‘ખલનાયક રિટર્ન્સ’ની જાહેરાત કરીને ચાહકોને મોટી સરપ્રાઈઝ આપી છે. 33 વર્ષ બાદ પાછો ફર્યો ‘બલ્લુ’: ટીઝર રિલીઝ સંજય દત્તે 24 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પર આ ફિલ્મનું ટીઝર શેર કર્યું હતું. આ ફિલ્મ દ્વારા તે 33 વર્ષ પછી ફરીથી ‘બલ્લુ’ના કિરદારમાં જોવા મળશે. જોકે, આ વખતે બલ્લુ પહેલા કરતા પણ વધુ ખતરનાક, ક્રૂર અને બદલાની આગમાં સળગતો જોવા મળી રહ્યો છે. ટીઝરમાં શું ખાસ છે? ટીઝરની શરૂઆત આગની લપેટો અને ચારેબાજુ ફેલાયેલી લાશોથી થાય છે. લાંબા વાળ અને ચહેરો લોહીથી લથપથ છે, સાથે સંજય દત્તના હાથમાં સાંકળ જોવા મળે છે. જમીન પર પડેલો એક વ્યક્તિ જીવની ભીખ માંગે છે, ત્યારે સંજય દત્ત સિગાર સળગાવી બોલે છે- “બોલા થા ના? 10 ઓક્ટોબર રાત કો 10 બજે, બલ્લુ જેલ સે ફુર્ર...”. અંતમાં ‘નાયક નહીં ખલનાયક હૂં મેં’ ગીત સાથે બલ્લુની એન્ટ્રી ફેન્સમાં રોમાંચ ભરી દે છે. જિયો સ્ટુડિયોઝ અને આદિત્ય ધરનું કનેક્શન આ ફિલ્મ જિયો સ્ટુડિયોઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. રસપ્રદ વાત એ છે કે, જિયો સ્ટુડિયોઝે જ આદિત્ય ધરની ‘ધુરંધર’ ફ્રેન્ચાઈઝી પણ પ્રોડ્યુસ કરી છે. આ જોઈને ચાહકો સોશિયલ મીડિયા પર માંગ કરી રહ્યા છે કે આ ફિલ્મનું નિર્દેશન પણ આદિત્ય ધરને જ સોંપવામાં આવે, કારણ કે તેઓ આવી મોટી સ્ટારકાસ્ટને હેન્ડલ કરવામાં માહિર છે. જેલમાં આવ્યો હતો ફિલ્મનો વિચાર! પ્રેસ ઇવેન્ટ દરમિયાન સંજય દત્તે ખુલાસો કર્યો હતો કે આ ફિલ્મનો વિચાર તેને જેલવાસ દરમિયાન આવ્યો હતો. તેણે જણાવ્યું કે- મેં જેલમાં 4,000 કેદીઓને પૂછ્યું હતું કે શું તેઓ 'ખલનાયક'ની સિક્વલ જોવા માંગશે? બધાએ હા પાડી હતી. મેં તેમને એક-એક પાનું લખવા કહ્યું અને તે 4,000 પાના વાંચ્યા પછી મેં સુભાષ ઘાઈ સાથે વાત કરી હતી. સંજય દત્ત-માન્યતા ટીઝર લોન્ચ ઇવેન્ટમાં ભાવુક થયા ટીઝર લોન્ચ દરમિયાન, સંજય દત્ત અને તેની પત્ની માન્યતા ખૂબ જ ભાવુક દેખાયા. તેઓ એકબીજા પર પ્રેમ વરસાવતા પણ જોવા મળ્યા. માન્યતાએ સંજય દત્ત વિશે કેટલાક એવા શબ્દો કહ્યા જે બધાના હૃદયને સ્પર્શી ગયા. આ ઇવેન્ટમાં માન્યતાએ ફિલ્મ 'ખલનાયક રિટર્ન્સ' અંગે ભાવુક દેખાઈ. તેણે કહ્યું- એક કલાકાર તરીકે, સંજય દત્ત ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યો હતો. તેના વિશે વાત કરતાં જ મારા રૂંવાટા ઊભા થઈ જાય છે. આ શબ્દો બોલતી વખતે માન્યતાની આંખોમાં આંસુ આવી ગયા. માન્યતાને ભાવુક થતી જોઈને સંજય દત્ત પણ સ્પષ્ટપણે ભાવુક દેખાઈ રહ્યો હતો. જૂની ‘ખલનાયક’ની યાદો તાજી થઈ 1993માં આવેલી ‘ખલનાયક’ તે વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. સુભાષ ઘાઈ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સંજય દત્ત સાથે માધુરી દીક્ષિત (ગંગા) અને જેકી શ્રોફ (રામ) મુખ્ય ભૂમિકામાં હતા. હવે જોવાનું એ રહેશે કે શું સિક્વલમાં પણ આ જૂની ત્રિપુટી જોવા મળશે કે નહીં. ચાહકો અત્યારથી જ સોશિયલ મીડિયા પર ‘બલ્લુ ઈઝ બેક’ના નારા લગાવી રહ્યા છે અને આ ફિલ્મને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. જુઓ સંપૂર્ણ ટીઝર:-
Read Original Article →