'રણવીરે અશ્લીલ પ્રશ્ર 8 વાર પૂછ્યો હતો!':વિવાદના 14 મહિનાના વનવાસ બાદ સમય રૈનાએ ભડાસ ઠાલવી; વીડિયોમાં અમિતાભથી લઈને 'શક્તિમાન' સુુધી બધાની મજાક ઉડાવી

Entertainment4/8/2026, 7:30:25 AM
'રણવીરે અશ્લીલ પ્રશ્ર 8 વાર પૂછ્યો હતો!':વિવાદના 14 મહિનાના વનવાસ બાદ સમય રૈનાએ ભડાસ ઠાલવી; વીડિયોમાં અમિતાભથી લઈને 'શક્તિમાન' સુુધી બધાની મજાક ઉડાવી
સમય રૈનાએ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેંગ’ કોન્ટ્રોવર્સી પછી શો 'સ્ટિલ અલાઇવ'થી સ્ટેન્ડ અપ કોમેડીમાં વાપસી કરી છે. આ શોમાં સમય રૈનાએ લેટેન્ટ શોના વિવાદ, રણવીર અલ્લાહબાદિયાના અશ્લીલ સવાલ પર પ્રતિક્રિયા આપી છે. ઉપરાંત તેણે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની પણ ખૂબ મજાક ઉડાવી છે. ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ કોન્ટ્રોવર્સી પર સમય રૈનાએ કહ્યું કે જે એપિસોડ પર વિવાદ થયો હતો, તે 5 કલાકનો હતો. મુશ્કેલીથી એડિટ કરી તેને એક કલાકનો બનાવ્યો. કોમેડિયને આગળ કહ્યું- ‘ઘણા લોકો મને મળે છે અને પૂછે છે કે સમય ભાઈ, તમારામાં આટલું જ મગજ છે, તો તમે ‘બીયર બાઇસેપ્સ’ (રણવીર અલ્લાહબાદિયા)નો તે ખરાબ સવાલ એડિટમાંથી કેમ ન હટાવ્યો? હું માના સોગંદ ખાઈને સાચું કહું છું, તે એપિસોડમાં બીયર બાઇસેપ્સે તે સવાલ 8 વાર પૂછ્યો હતો.’ આગળ સમયે કહ્યું, ‘આ ઉપરાંત તેણે ઘણા સવાલો કર્યા હતા. જ્યારે મેં એડિટ જોયું ત્યારે વિચાર્યું કે તેને તો બહુ ગંદી વાતો કરી છે. મેં વિચાર્યું કે, આટલામાંથી એક સવાલ રાખી દઉં. તો મારા દૃષ્ટિકોણથી મેં તો 99 ટકા કીટાણુ મારી નાખ્યા હતા. મને શું ખબર હતી કે તે એક ટકાથી જ મહામારી ફેલાઈ જશે.’ સમય રૈનાએ અમિતાભ બચ્ચનની પણ મજાક ઉડાવી આ જ શોમાં સમય રૈનાએ અમિતાભ બચ્ચનની પણ મજાક ઉડાવી. તેણે કહ્યું કે- 'જ્યારે તે ‘કૌન બનેગા કરોડપતિ’માં પહોંચ્યો, ત્યારે તે ઘણા સવાલો કરવા માંગતો હતો, જે કરી શક્યો નહીં. તેમાંથી એક હતો કે તમે આટલી પોલિયોની એડ કરી છે, તો તમે તમારા દીકરા (અભિષેક બચ્ચન)ને પગભર ઊભો ન કરી શક્યા.' સમયે એ પણ કહ્યું કે- ‘કૌન બનેગા કરોડપતિ’માં બોલાવ્યા પછી અમિતાભ બચ્ચનને તે ખૂબ પસંદ આવ્યો હતો. તેણે સમય રૈનાને જોવા માટે આખા પરિવાર અભિષેક, ઐશ્વર્યા, જયાને ભેગા કર્યા હશે, પરંતુ જ્યારે તેને ખબર પડી હશે કે સમયે શું કર્યું છે, ત્યારે તેણે લોહીની ઉલટી કરી હશે. સમયે કહ્યું- અમિતાભ બચ્ચન સાથે 'સૂર્યવંશમ' થઈ ગયું હશે. જોકે, છેલ્લે તેણે એ પણ કહ્યું કે જે દિવસે વિવાદ થયો, તે તેની જિંદગીની સૌથી ખરાબ રાત હતી.' સુનીલ પાલને વળતો જવાબ અને કપિલ શર્મા વિશે ખુલાસો કોમેડિયન સુનીલ પાલે જ્યારે સમય રૈનાની ટીકા કરી હતી, ત્યારે તેને જવાબ આપતા સમય રૈનાએ કહ્યું કે, "બધા જ મને નિશાન બનાવવા આવી ગયા હતા - નેતાઓ, સેલિબ્રિટીઝ અને સુનીલ પાલ પણ. સુનીલ પાલે મને કપિલ શર્મા પાસેથી શીખવાની સલાહ આપી હતી. પણ મજેદાર વાત એ છે કે, કપિલ શર્મા પોતે મારા શોના ફેન છે." સમયે વધુમાં ઘટસ્ફોટ કરતા કહ્યું કે: કપિલ શર્મા પોતે મને મેસેજ કરીને કહેતા હતા કે - 'લવ યોર શો, બિગ ફેન ઓફ યોર શો'. તે પોતે મારા આગામી એપિસોડમાં આવવાના હતા. ત્યારે સુનીલ પાલ મને તેની પાસેથી શીખવાની શિખામણ આપી રહ્યા હતા. શું ટાઈમિંગ છે! 'શક્તિમાન' મુકેશ ખન્ના પર ગંભીર કટાક્ષ જ્યારે મુકેશ ખન્નાએ સમય રૈનાના કન્ટેન્ટની બાળકો પર પડતી અસર વિશે સવાલ ઉઠાવ્યા, ત્યારે સમયે અત્યંત આક્રમક અંદાજમાં જવાબ આપ્યો હતો. તેણે જૂની ઘટનાઓને યાદ અપાવતા કહ્યું: ‘શક્તિમાન કહેતો હતો કે આવા શો જોઈને બાળકોનું શું થશે? પણ જ્યારે શક્તિમાન આવતો હતો, ત્યારે દર મહિને સમાચાર આવતા હતા કે કોઈ બાળક શક્તિમાન સમજીને ધાબા પરથી કૂદી ગયું.’ સમયે સીધો પ્રહાર કરતા કહ્યું, ‘ભાઈ, તેં તો બાળકોના જીવ લીધા છે, તું શું બોલી રહ્યો છે?’ બી પ્રાકને પૂછ્યું- 'તને બોલાવ્યો કોણે?' આ વિવાદમાં સિંગર બી પ્રાકે પણ ઝંપલાવ્યું હતું અને કહ્યું હતું કે તે હવે ક્યારેય આવા પોડકાસ્ટમાં નહીં જાય. તેના પર મજા લેતા સમયે કહ્યું કે: વિવાદ શરૂ થયો એની બે મિનિટમાં જ બી પ્રાક આવી ગયો. મને તેના ગીતો ગમતા હતા, પણ તેણે કહ્યું કે હું હવે ક્યારેય પોડકાસ્ટ પર નહીં આવું. ભાઈ, તને બોલાવ્યો કોણે હતો? ‘હું શો પાછો લાવીશ’ શોના અંતે, સમય રૈનાએ કોમેન્ટ કરી, ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિશે લોકો મને પૂછતા રહે છે: 'શું આ શો ક્યારેય પાછો આવશે?' મેં આ વિશે ઘણો વિચાર કર્યો છે - હું ભગવાનના સમ ખાઈને કહું છું. મને પ્રામાણિકપણે નથી લાગતું કે મારો શો આનાથી વધુ સારી રીતે સમાપ્ત થઈ શક્યો હોત. હું ફરી કહું છું- મને નથી લાગતું કે મારા શોની સીઝન 1 કદાચ આનાથી હાઈ પોઈન્ટ પર સમાપ્ત થઈ શકી હોત. હું શો પાછો લાવીશ, મિત્રો - કારણ કે મને તે કરવામાં ખરેખર આનંદ આવ્યો. હું ફક્ત એટલું જ ઇચ્છું છું કે... જ્યાં સુધી હું આ દુનિયામાં છું, ત્યાં સુધી, હું ફક્ત સારો સમય પસાર કરવા માંગુ છું. હું કંઈક એકદમ વાઈલ્ડ બનાવવા માંગુ છું.' ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદ શું હતો? સમય રૈના અને અન્ય કન્ટેન્ટ ક્રિએટર્સ પર ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શોમાં અશ્લીલતા ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેમાં યુટ્યુબર્સ અપૂર્વ માખીજા, આશિષ ચંચલાની, રણવીર અલ્લાહબાદિયા અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થતો હતો. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, શોમાં ખુલ્લેઆમ અશ્લીલ વાતો કહેવામાં આવી હતી, જે જાહેર પ્લેટફોર્મ પર ન થવી જોઈતી હતી. રણવીરના નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે ગુસ્સો ભડકી ઉઠ્યો. મામલો એટલો વધી ગયો કે સમય રૈનાને ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થવું પડ્યું હતું.
Read Original Article →