સલમાન ખાનના બૂટમાં દેખાયું મોટું કાણું!:ફાટેલા જૂતાની કિંમત ₹1.42 લાખ જાણીને એક્ટરની સાદગીના વખાણ કરનારા ચાહકોના હોશ ઊડી ગયા
બોલિવૂડના 'દબંગ' સ્ટાર સલમાન ખાનનો એક ફોટો અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક્ટર ફાટેલા અને કાણાવાળા બૂટ પહેરેલો જોવા મળી રહ્યો છે. એક્ટરના જૂના જૂતા જોઈને ચાહકો તેની સાદગીના વખાણ કરવા લાગ્યા હતા. જોકે, આ જૂતાની સાચી કિંમત સામે આવી છે. આ ફાટેલા જૂતા એક લક્ઝરી બ્રાન્ડના હોવાના અને તેની કિંમત અંદાજે 1.42 લાખ રૂપિયા હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સલમાનની ભાણેજ અલીઝેહ અગ્નિહોત્રીની ડેબ્યૂ ફિલ્મ 'ફર્રે'ની સ્ક્રીનિંગનો હતો. વીડિયોમાં સલમાન ખાન બ્લેક શર્ટ અને જીન્સમાં ખૂબ જ સિમ્પલ લુકમાં જોવા મળ્યો હતો. આ વીડિયોમાં તેણે પહેરેલાં બૂટે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. વાયરલ ફોટોમાં જૂતાની ખરાબ હાલત દેખાઈ વીડિયો ઉપરાંત સોશિયલ મીડિયા પર એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં સલમાન ખાન તેની 'ટાઈગર-3'ની કો-સ્ટાર કેટરિના કૈફ અને એક પત્રકાર સાથે બેન્ચ પર બેઠેલો દેખાઈ રહ્યો છે. ફોટોને ધ્યાનથી જોતા જણાય છે કે, સલમાનના જૂતાનું લેધર આગળથી નીકળી ગયું છે અને તેમાં મોટું કાણું પણ છે. આ જોઈને ચાહકોએ સોશિયલ મીડિયા પર તેમની સાદગીના વખાણ કરવાનું શરૂ કર્યું. ઘણા લોકોએ લખ્યું કે, 'આટલો મોટો સુપરસ્ટાર હોવા છતાં સલમાન ફાટેલા જૂતા પહેરવામાં શરમ અનુભવતો નથી.' 'જૂના નહીં, આ 'ડિસ્ટ્રેસ્ડ' લક્ઝરી શૂઝ છે' જૂતાને લઈને વધતી ચર્ચા વચ્ચે, તે પત્રકારે સત્ય જણાવ્યું, જેણે સલમાન સાથે મુલાકાત કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સ્પષ્ટ કર્યું કે, સલમાન ખાને 'ફાટેલા જૂતા' નહીં, પરંતુ એક ઇન્ટરનેશનલ લક્ઝરી બ્રાન્ડના મોંઘા જૂતા પહેર્યા હતા. ખરેખરમાં, આ શૂઝ 'ડિસ્ટ્રેસ્ડ' લુક (distressed look) કેટેગરીના છે. ફેશન જગતમાં આજકાલ જાણીજોઈને કપડાં અને જૂતાને ફાટેલા અથવા ગંદા બતાવવાનો ટ્રેન્ડ છે, જેની કિંમત લાખોમાં હોય છે. ફાટેલા જૂતાની કિંમત અંદાજે દોઢ લાખ રૂપિયા ઇન્ટરનેશનલ બિઝનેસ ટાઇમ્સના અહેવાલ મુજબ, સલમાન ખાને લક્ઝરી ફેશન બ્રાન્ડ બેલેન્સિયાગાના 'સુપર-ડિસ્ટ્રેસ્ડ' શૂઝ અથવા 'પેરિસ સ્નીકર' પહેર્યા છે. આ ફાટેલા દેખાતા બેલેન્સિયાગા બૂટની કિંમત $1,850 (આશરે ₹1,42,962) છે. લક્ઝરી બ્રાન્ડને ટાંકીને તેમણે અહેવાલમાં આગળ લખ્યું કે, આ લેટેસ્ટ બૂટને જાણીજોઈને ઘસેલા, ડાઘાવાળા અને ગંદા બનાવવામાં આવ્યા છે. આ સ્નીકર્સ 'એક રિપેર કરેલી ક્લાસિક ડિઝાઇન છે, જે મધ્ય-શતાબ્દીની રમતગમતની શૈલી અને સદાબહાર કેઝ્યુઅલ વેરને કાળા, સફેદ અથવા લાલ રંગમાં રજૂ કરે છે, જેમાં સફેદ રબર સોલ અને આગળનો ભાગ છે. તેને ફાટેલા કેનવાસ અને રફ કિનારીઓ સાથે ફિનિશિંગ આપવામાં આવ્યું છે, જે તેને પહેલેથી જ વપરાયેલા હોય તેવો લુક આપે છે. આ કલેક્શન લેસ-અપ સ્ટાઇલમાં આવે છે, જે હાઈ-ટોપ અથવા બેકલેસ (પાછળથી ખુલ્લા) હોઈ શકે છે અને તેનો ઉદ્દેશ્ય તેને 'આજીવન પહેરવા' માટેનો છે. કમ્ફર્ટ માટે ફાટેલા જૂતા પહેરે છે સલમાન એક ઇન્ટરવ્યુ દરમિયાન સલમાન સાથે કામ કરી ચૂકેલી એક્ટ્રેસ પલક તિવારી અને એક્ટર જસ્સી ગિલે જણાવ્યું કે, 'સલમાન કમ્ફર્ટ માટે ફાટેલા જૂતા પહેરે છે.' પલક તિવારીએ કહ્યું કે, 'લોકોને લાગે છે કે સલમાન ખાન આટલો મોટો સ્ટાર છે અને તેની પાસે ઘણા પૈસા છે, તેથી તેના જૂતામાં ક્યારેય ખરાબી ન હોઈ શકે.' આના પર જસ્સીએ કહ્યું કે, 'હું પણ એ જ જણાવવા માંગતો હતો કે સલમાન ખાન અવારનવાર એ જ લેધરના જૂતા પહેરે છે, જે ઘણા જૂના અને ફાટેલા હોય છે. તે એ જ જૂતામાં શૂટિંગ પણ કરી લે છે, કારણ કે તેને સૌથી વધુ આરામ તેમાં જ મળે છે. તેથી તે વારંવાર એ જ જૂતા પહેરવાનું પસંદ કરે છે.'
Read Original Article →