સલમાન બાદ મીકા સિંહ પણ રાજપાલના સમર્થનમાં ઉતર્યો:કહ્યું- 'કોઈના ખરાબ સમયની મજાક ઉડાવવી ખોટું છે'; સિને એસોસિએશને કટાક્ષને અપમાન ગણાવ્યું
એક્ટર રાજપાલ યાદવનો 'સ્ક્રીન એવોર્ડ્સ 2026' દરમિયાન મજાક ઉડાવવાનો મામલો હવે ઝડપથી ગરમાઈ રહ્યો છે. સલમાન ખાન પછી હવે સિંગર મીકા સિંહે પણ રાજપાલ યાદવને ખુલ્લો ટેકો આપ્યો છે. તેણે એવોર્ડ શોના મંચ પર રાજપાલના દેવા અને તેના અંગત જીવન વિશે કરવામાં આવેલી ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી છે. સલમાન ખાને પણ અગાઉ કહ્યું હતું કે, રાજપાલ 30 વર્ષથી કામ કરી રહ્યા છે અને તે ઇન્ડસ્ટ્રી માટે એક 'મૂલ્ય' લાવે છે. ખરેખર, એવોર્ડ સેરેમનીમાં રાજપાલ યાદવે ડોલરના ભાવ વધવા પર વાત કરી હતી, તે સમયે એવોર્ડ હોસ્ટ કરી રહેલા પત્રકાર સૌરભ દ્વિવેદીએ રાજપાલ યાદવના ચેક બાઉન્સ કેસ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે ડોલરના ભાવ વધે કે ઘટે, તેમણે જેટલી ઉધાર લીધી છે, તેટલી ચૂકવવી જ પડશે. 'પર્સનલ લાઇફને નિશાન બનાવવું ખોટું' સિંગર મીકા સિંહે કહ્યું કે, 'સ્ક્રીન એવોર્ડ્સ એક સન્માનિત મંચ છે અને ત્યાં કોઈના અંગત જીવનનું અપમાન ન થવું જોઈએ. હું રાજપાલ યાદવજીની સાથે છું. જ્યારે પણ આપણા મનપસંદ કલાકારો મુશ્કેલ સમયનો સામનો કરે છે, હું તેમની સાથે રહીશ. કોઈપણ મંચ પર સન્માન અને ગરિમા સૌથી પહેલા આવવી જોઈએ.' AICWA એ કહ્યું- 'આ હાસ્ય નહીં, અપમાન છે' વળી, ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA) એ પણ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને આ ઘટનાની નિંદા કરી છે. એસોસિએશને કહ્યું કે, રાજપાલ યાદવ એક સન્માનિત કલાકાર છે અને સાર્વજનિક મંચ પર તેમની સાથે આવું વર્તન અસ્વીકાર્ય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, 'એવોર્ડ શોમાં એમ કહેવું કે 'ડોલર-રૂપિયામાં ભલે ઉતાર-ચઢાવ આવે, તમારે દેવું તો ચૂકવવું જ પડશે' એ કોમેડી નહીં પણ અપમાન છે. દરેક વ્યક્તિનું પોતાનું ગૌરવ હોય છે.' અમિતાભ બચ્ચનના મુશ્કેલ સમયનું ઉદાહરણ આપ્યું AICWA એ પોતાના નિવેદનમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજોનું ઉદાહરણ આપતા કહ્યું કે, દરેક કલાકારના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે. એસોસિએશને કહ્યું, 'સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સહિત ઘણા મોટા સિતારાઓએ મુશ્કેલ સમય જોયો છે, પરંતુ તેમનું સન્માન ક્યારેય ઓછું થયું નથી.' 'રાજપાલ યાદવે પોતાની એક્ટિંગથી વર્ષો સુધી દેશને હસાવ્યો છે. આજે જો તેઓ મુશ્કેલીમાં છે, તો તેમનો સાથ આપવાને બદલે મજાક ઉડાવવી ખોટું છે.' શું છે આખો વિવાદ? 5 એપ્રિલે મુંબઈમાં સ્ક્રીન એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર સૌરભ દ્વિવેદી અને કોમેડિયન ઝાકિર ખાને એવોર્ડનો એક ભાગ હોસ્ટ કર્યો હતો. આ દરમિયાન રાજપાલ યાદવ સાથે વાત કરતી વખતે સૌરભ દ્વિવેદીએ તેમના ચેક બાઉન્સ કેસની મજાક ઉડાવી હતી. રાજપાલ યાદવ માઈક પર ડોલરના ભાવ વધવા-ઘટવા અને યુવાનો પર નિવેદન આપી રહ્યા હતા. ત્યારે સૌરભ દ્વિવેદીએ કટાક્ષ કરતા કહ્યું, 'ડોલરનો ભાવ ભલે વધે કે ઘટે, તમારે એટલા જ પૈસા પાછા આપવાના છે જેટલા તમે ઉધાર લીધા હતા.' રાજપાલ દેવા અને કાનૂની વિવાદોમાં ફસાયેલા છે રાજપાલ યાદવ છેલ્લા ઘણા સમયથી નાણાકીય અને કાનૂની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમના પર એક જૂની ફિલ્મના નિર્માણ માટે લીધેલા દેવાને ન ચૂકવવાનો આરોપ છે. તાજેતરમાં ચેક બાઉન્સ સંબંધિત એક કેસમાં તેઓ આ વર્ષે જેલમાં પણ જઈ ચૂક્યા છે. આ જ પૃષ્ઠભૂમિને લઈને એવોર્ડ શોમાં તેમના પર કટાક્ષ કરવામાં આવ્યો હતો. રાજપાલ યાદવની મજાક ઉડાવનારાઓ પર સલમાન લાલઘૂમ 'દબંગ' સ્ટાર સલમાન ખાન રાજપાલ યાદવના સમર્થનમાં ઉતર્યો છે. સલમાને સોશિયલ મીડિયા દ્વારા રાજપાલ યાદવને ખાતરી આપી કે, તેની પ્રતિભા અને અનુભને કારણે હંમેશા તેને ઇન્ડસ્ટ્રીમાં કામ મળતું રહેશે. સંપૂર્ણ સમાચાર વાંચો...
Read Original Article →