વિરાટ માટે અનુષ્કાની પ્રાર્થના રંગ લાવી!:RCBની જીત બાદ એક્ટ્રેસ ચીસો પાડીને કૂદી, કોહલીએ ઇમોશનલ થઇ પત્નીને ગળે લગાવી; સેલિબ્રેશનની ખાસ પળો
IPL 2026ના હાઈ-વોલ્ટેજ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સને બરાબરની પછડાટ આપીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ (RCB) સતત બીજા વર્ષે ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. RCBની ઐતિહાસિક જીત પાછળ જ્યાં એકતરફ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન હતું, તો બીજી તરફ સ્ટેડિયમમાં બેસીને ટીમ માટે મંત્રોચ્ચાર કરતી વિરાટ કોહલીની લેડી લક અનુષ્કા શર્માની અનોખી પ્રાર્થનાનો રંગ પણ જોવા મળ્યો હતો. મેચની કેટલીક ખાસ પળો દિલમાં વસી જાય એવી છે, મેચ બાદ અનુષ્કાની ભક્તિ અને RCBની શાનદાર જીત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે. સતત ‘રાધે-રાધે’ મંત્રનો જાપ પતિ વિરાટ અને RCBની જીત માટે અનુષ્કા શર્મા સ્ટેડિયમમાં સતત ભગવાનને પ્રાર્થના કરતી જોવા મળી હતી. મેચ દરમિયાન તે સતત મંત્રોચ્ચાર કરી રહી હતી અને તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહી છે. VIP સ્ટેન્ડ્સમાં બેઠેલી અનુષ્કાની આંગળી પર નેટિઝન્સનું ખાસ ધ્યાન ગયું હતું, જ્યાં તેણે ડિજિટલ 'રાધા નામ જાપ કાઉન્ટર રિંગ' પહેરી હતી. મેચની ઘણી ક્ષણોમાં અનુષ્કા હાથ જોડીને મંત્રો જાપ કરતી પણ કેમેરામાં કેદ થઈ હતી. ધર્મશાલા સ્ટેડિયમમાં જોવા મળ્યો 'વિરુષ્કા'નો રોમાન્સ ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં RCBની ભવ્ય જીત બાદ વિરાટ અને અનુષ્કાની કેમિસ્ટ્રીએ ત્યાં હાજર તમામ ફેન્સના દિલ જીતી લીધા હતા. સ્ટેડિયમમાંથી કપલની ઘણી લવ-ડવ મૂવમેન્ટ્સ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. આ ઐતિહાસિક અને શાનદાર જીત બાદ વિરાટ કોહલીએ મેદાન પરથી સીધા સ્ટેન્ડ્સ તરફ દોડીને પત્ની અનુષ્કા શર્માને ગળે લગાવી હતી. સોશિયલ મીડિયા પર ફેન્સ આ વીડિયો જોઈને કમેન્ટ્સ કરી રહ્યા છે અને વિરુષ્કાને 'બેસ્ટ કપલ' ગણાવી રહ્યા છે. ફેન્સ કહી રહ્યા છે કે અનુષ્કાની શ્રદ્ધા અને પ્રાર્થના આખરે રંગ લાવી. RCBનો 92 રનથી ભવ્ય વિજય જો મેચની વાત કરીએ તો પ્રથમ ક્વોલિફાયર મુકાબલામાં RCBએ ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને બેંગલુરુને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. RCBએ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 254 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. બેંગલુરુ તરફથી રજત પાટીદારે માત્ર 33 બોલમાં 9 સિક્સર અને 5 ફોરની મદદથી 93 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જેના માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરાયો હતો. વિરાટ કોહલીએ પણ શાનદાર શરૂઆત અપાવતા 25 બોલમાં 43 રન ફટકાર્યા હતા. 255 રનના પહાડ જેવા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમ 19.3 ઓવરમાં માત્ર 162 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત તરફથી રાહુલ તેવતિયાએ સૌથી વધુ 68 રન બનાવ્યા હતા, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં. RCB તરફથી જેકબ ડફી (3 વિકેટ), કૃણાલ પંડ્યા (2 વિકેટ) અને ભુવનેશ્વર કુમારે (2 વિકેટ) ઘાતક બોલિંગ કરીને ગુજરાતની કમર તોડી નાખી હતી. , IPL સંબંધિત આ સમાચાર પણ વાંચો…. પાટીદારે ધોની અને રોહિતની બરાબરી કરી: બેંગલુરુને સતત બીજીવાર ફાઇનલમાં પહોંચાડ્યું, સૌથી ઝડપી 200 છગ્ગા મારનાર ભારતીય કેપ્ટન રજત પાટીદારે આ જીત સાથે એમએસ ધોની અને રોહિત શર્માની બરાબરી કરી લીધી. તે સતત બે IPL ફાઇનલમાં ટીમને પહોંચાડનાર પાંચમા કેપ્ટન બન્યા. પાટીદારે બેટિંગમાં પણ કમાલ કર્યો અને સૌથી ઝડપી 200 સિક્સર ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયા. તેમણે આ મામલે અભિષેક શર્માનો રેકોર્ડ તોડ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો…
Read Original Article →