'ધુરંધર' સ્ટાર RSS હેડક્વાર્ટર પહોંચ્યો:રણવીર સિંહે નાગપુરમાં મોહન ભાગવત સાથે ખાસ મુલાકાત કરી, સંઘના સ્થાપકને શ્રદ્ધાંજલિ પાઠવી

Entertainment4/11/2026, 6:21:35 AM
'ધુરંધર' સ્ટાર RSS હેડક્વાર્ટર પહોંચ્યો:રણવીર સિંહે નાગપુરમાં મોહન ભાગવત સાથે ખાસ મુલાકાત કરી, સંઘના સ્થાપકને શ્રદ્ધાંજલિ પાઠવી
'ધુરંધર' એક્ટર રણવીર સિંહ શુક્રવારે મહારાષ્ટ્રના નાગપુરમાં સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારના સ્મારક પર ગયો હતો. જ્યાં તેણે તેમને શ્રદ્ધાંજલિ આપી અને સંગઠનના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. પીટીઆઈ (ન્યૂઝ એજન્સી)ના રિપોર્ટમાં જણાવાયું છે કે, એક્ટરે સંઘના બીજા સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરના સ્મારક પર જઈને તેમને પણ શ્રદ્ધાંજલિ આપી. રણવીર બપોરે લગભગ 4 વાગ્યે મુંબઈથી ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા નાગપુર પહોંચ્યો. તે રેશિમબાગ સ્થિત હેડગેવાર સ્મૃતિ મંદિર પરિસરમાં ગયો, જે RSS સાથે સંકળાયેલું મુખ્ય સ્થળ છે. સંઘના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે ચર્ચા કરી 'ઇન્ડિયા ટુડે'ના રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે, આ મુલાકાત ટૂંકી, પરંતુ મહત્વપૂર્ણ રહી. રણવીરે RSS પદાધિકારીઓ સાથે અનેક વિષયો પર વાતચીત કરી. જોકે, આ ચર્ચાઓની માહિતી સાર્વજનિક કરવામાં આવી નથી. એરપોર્ટ અધિકારીઓએ પણ તેના આગમન અને પ્રસ્થાનની પુષ્ટિ કરી. રણવીર સિંહ સાંજે લગભગ 8 વાગ્યે મુંબઈ પાછો ફર્યો. મોહન ભાગવત સાથે મુલાકાત કરી 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના રિપોર્ટ અનુસાર, રણવીર સિંહે નાગપુરમાં RSS પ્રમુખ મોહન ભાગવત સાથે પણ મુલાકાત કરી. આ મુલાકાત RSS હેડક્વાર્ટરમાં થઈ હતી. જોકે, સંગઠને કોઈ ઓફિશિયલ નિવેદન જાહેર કર્યું નથી. RSS સાથે જોડાયેલા લોકોએ રેશિમબાગ સ્થિત સ્મૃતિ ભવનમાં રણવીરના પ્રવાસની પુષ્ટિ કરી છે. જોકે, તેના આ પ્રવાસનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. નોંધનીય છે કે, આ પહેલા રણવીર સિંહે RSSની સ્થાપનાના 100 વર્ષ પૂરા થવાના અવસરે એક વીડિયો મેસેજ જાહેર કરીને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી. નોંધનીય છે કે, રણવીરનો આ પ્રવાસ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે તેની ફિલ્મ 'ધુરંધરઃ ધ રિવેન્જ' એટલે કે 'ધુરંધર 2' બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે અને તેણે દુનિયાભરમાં 1600 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી લીધી છે.
Read Original Article →