'બાહુબલી'ના સામ્રાજ્ય પર હવે 'ધુરંધર'નું રાજ!:બંને ભાગે વર્લ્ડવાઇડ ₹3000 કરોડ કમાણી કરી રેકોર્ડ બનાવ્યો; મોટા આંકડા સુધી પહોંચનાર પહેલી ભારતીય ફ્રેન્ચાઈઝ
રણવીર સિંહ સ્ટારર 'ધુરંધર' અને 'ધુરંધરઃ ધ રિવેન્જ' ફિલ્મોએ અનેક રેકોર્ડ્સ બનાવ્યા છે અને ઘણી ફિલ્મોના રેકોર્ડ્સ તોડ્યા પણ છે. તેવામાં બંને ફિલ્મોએ મળીને વિશ્વભરમાં ₹3,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. પરિણામે તે ₹3,000 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ ફ્રેન્ચાઇઝી બની ગઈ છે. જ્યારે કોઈ એક ફિલ્મની સફળતા પછી, તેના એકથી વધુ ભાગ બનાવવામાં આવે છે, ત્યારે તે એક ફ્રેન્ચાઇઝીનું રૂપ લઈ લે છે. 'ધુરંધર' ફ્રેન્ચાઇઝે 'બાહુબલી', 'પુષ્પા', 'ટાઇગર' સહિતની ફિલ્મ ફ્રેન્ચાઇઝને પાછળ છોડી દીધી છે. 'ધુરંધરઃ ધ રિવેન્જ'એ ભારતમાં ₹1,303.37 કરોડની કમાણી કરી ટ્રેડ વેબસાઇટ સેકનિલ્ક અનુસાર, ‘ધુરંધર-2’નું ઇન્ડિયા નેટ કલેક્શન ₹1,088.62 કરોડ અને ઇન્ડિયા ગ્રોસ ₹1,303.37 કરોડ થઈ ચૂક્યું છે. ઓવરસીઝમાં ફિલ્મે ₹415.25 કરોડની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મનું વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન ₹1,718.62 કરોડ પહોંચી ગયું છે. ગ્રોસ કલેક્શન ટિકિટમાંથી કુલ કમાણી અને નેટ કલેક્શન ટેક્સ પછીની કમાણી હોય છે. બંને ફિલ્મોનું વર્લ્ડવાઇડ કલેક્શન ₹3,025.97 કરોડ પહોંચ્યું 5 ડિસેમ્બર 2025માં રિલીઝ થયેલી 'ધુરંધર'એ દુનિયાભરમાં લગભગ ₹1,307.35 કરોડનું કલેક્શન કર્યું હતું. જ્યારે, 19 માર્ચ 2026ના રોજ રિલીઝ થયેલી તેની સિક્વલ ‘ધુરંધર-2’એ માત્ર 26 દિવસમાં લગભગ ₹1,718.62 કરોડની કમાણી કરી લીધી. આ રીતે બંને ફિલ્મોનું કુલ વર્લ્ડવાઇડ કલેક્શન ₹3,025.97 કરોડ પહોંચી ગયું છે. ખાસ વાત એ છે કે, ‘ધુરંધર-2’ હજુ સિનેમાઘરોમાં ચાલી રહી છે. ‘બાહુબલી’ અને ‘પુષ્પા’ના રેકોર્ડ્સ તોડ્યા ‘ધુરંધર’એ કમાણીના મામલે ભારતીય સિનેમાની અન્ય મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ના બંને ભાગની કુલ કમાણી લગભગ ₹2,192 કરોડની આસપાસ રહી હતી. પુષ્પાએ લગભગ ₹350.10 કરોડ અને બીજા ભાગે ₹1,742.10 કરોડ વિશ્વભરમાં કમાયા હતા. જ્યારે, સાઉથ સ્ટાર પ્રભાસની ‘બાહુબલી’ના બંને ભાગે લગભગ ₹2,438 કરોડનો બિઝનેસ કર્યો હતો. ‘બાહુબલી’એ લગભગ ₹650.00 કરોડ અને બીજા ભાગે ₹1,788.10 કરોડ વિશ્વભરમાં કમાયા હતા. 'ધુરંધર'ને શાનદાર રિસ્પોન્સ મળ્યો હતો ‘ધુરંધર’ના પહેલા ભાગે ભારત અને આંતરરાષ્ટ્રીય બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું અને વિશ્વભરમાં લગભગ 1,307 કરોડ રૂપિયા કમાયા. ભારતમાં ફિલ્મનું ગ્રોસ કલેક્શન 1,005.85 કરોડ રૂપિયા રહ્યું, જ્યારે નેટ કલેક્શન લગભગ 840 કરોડ રૂપિયા થયું. વિદેશી બજારોમાં પણ ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો. ઓવરસીઝમાં તેણે લગભગ 299.5 કરોડ રૂપિયા કમાયા. અમેરિકા અને કેનેડામાં 193.06 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને ‘બાહુબલી 2’નો રેકોર્ડ પણ તોડ્યો. , 'ધુરંધર 2' સંબંધિત આ સમાચાર પણ વાંચો ‘ધુરંધર: ધ રિવેન્જ’- કિલિંગ મશીન હમઝાનો કરાચીમાં કહેર રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ એટલે કે ‘ધુરંધર 2’ પહેલા ભાગની બ્લોકબસ્ટર સફળતા પછી મોટા પાયે પાછી ફરી છે. આ વખતે ફિલ્મ માત્ર ગેંગવોર કે બદલાની વાર્તા નથી રહેતી, પરંતુ નોટબંધીથી લઈને દેશની ઘણી મોટી ઘટનાઓને જોડતી એક મોટી કથા રજૂ કરે છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
Read Original Article →