'ધુરંધર-2'એ 25 દિવસમાં ₹1,712 કરોડ કમાયા:બોક્સ ઓફિસ પર રણવીર સિંહની ફિલ્મનો દબદબો; 'પુષ્પા-2'નો રેકોર્ડ તોડવા ₹30 કરોડની જરૂર

Entertainment4/13/2026, 11:11:28 AM
'ધુરંધર-2'એ 25 દિવસમાં ₹1,712 કરોડ કમાયા:બોક્સ ઓફિસ પર રણવીર સિંહની ફિલ્મનો દબદબો; 'પુષ્પા-2'નો રેકોર્ડ તોડવા ₹30 કરોડની જરૂર
રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર ધ રિવેન્જ’ સિનેમાઘરોમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મને રિલીઝ થયાને 26 દિવસ થઈ ગયા છે અને ચોથા અઠવાડિયા પછી પણ તેની કમાણી મજબૂત બની રહી છે. સેકનિલ્ક (ટ્રેડ એનાલિસ્ટ વેબસાઇટ) અનુસાર, આ ફિલ્મ હવે સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનની 'પુષ્પા-2: ધ રૂલ'ના વર્લ્ડવાઈડ કલેક્શનના રેકોર્ડને તોડવાની ખૂબ નજીક પહોંચી ગઈ છે. ‘પુષ્પા-2’નો રેકોર્ડ તોડવા ₹30 કરોડની જરૂર 25મા દિવસ સુધીમાં ‘ધુરંધર-2’નું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન 1,712.98 કરોડ રૂપિયા થઈ ગયું છે. ‘પુષ્પા-2’નું લાઈફટાઈમ વર્લ્ડવાઈડ કલેક્શન 1,742.10 કરોડ રૂપિયા છે. આ રેકોર્ડ તોડવા માટે ફિલ્મને હવે 30 કરોડ રૂપિયાથી પણ ઓછાની જરૂર છે. ભારતમાં કમાણીમાં હજુ પણ 150 કરોડ પાછળ ટિકિટોના વેચાણના મામલે ‘ધુરંધર-2’ હાલમાં ‘પુષ્પા-2’થી પાછળ ચાલી રહી છે. બુકમાયશોના ડેટા મુજબ, ‘ધુરંધર-2’ની અત્યાર સુધીમાં 1.71 કરોડ ટિકિટ વેચાઈ છે, જ્યારે ‘પુષ્પા-2’ની 1.92 કરોડ ટિકિટ વેચાઈ હતી. ભારતમાં કમાણીની વાત કરીએ તો ‘પુષ્પા-2’એ 1,234.10 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. ‘ધુરંધર-2’ અત્યાર સુધીમાં 1,083.67 કરોડ રૂપિયા જ કમાઈ શકી છે. એટલે કે, ઘરેલુ બજારમાં ફિલ્મ હજુ 150.43 કરોડ રૂપિયા પાછળ છે. હિન્દી બેલ્ટમાં દબદબો, સાઉથમાં સુસ્ત ‘ધુરંધર-2’ની સૌથી વધુ કમાણી હિન્દી બેલ્ટમાંથી થઈ રહી છે. ફિલ્મના કુલ કલેક્શનનો 94% હિસ્સો એટલે કે 1,017.79 કરોડ રૂપિયા માત્ર હિન્દી માર્કેટમાંથી આવ્યા છે. સરખામણી કરીએ તો ‘પુષ્પા-2’ને સાઉથની સાથે-સાથે હિન્દી બેલ્ટ (812.14 કરોડ) માંથી પણ જબરદસ્ત સપોર્ટ મળ્યો હતો. જોકે, ‘ધુરંધર-2’ને તેલુગુ માર્કેટમાંથી માત્ર 41.85 કરોડ રૂપિયા જ મળ્યા છે. આ જ કારણ છે કે ફિલ્મ ઇન્ડિયામાં નેટ કલેક્શનમાં ‘પુષ્પા-2’થી પાછળ છે. વિદેશોમાં 'ધુરંધર-2'ની જબરદસ્ત કમાણી ‘ધુરંધર-2’ના વર્લ્ડવાઇડ રેકોર્ડની નજીક પહોંચવાનું સૌથી મોટું કારણ તેનું ઓવરસીઝ કલેક્શન છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ફિલ્મે ‘પુષ્પા-2’ને ઘણું પાછળ છોડી દીધી છે. ‘ધુરંધર-2’ એ વિદેશોમાં 415.50 કરોડ રૂપિયા એકઠા કર્યા છે, જ્યારે કે ‘પુષ્પા-2’નું વિદેશી કલેક્શન 259.50 કરોડ રૂપિયા હતું. વિદેશોમાંથી થયેલી 156 કરોડની વધુ કમાણીએ ભારતમાં થયેલા કલેક્શનના તફાવતને ઓછો કરી દીધો છે.
Read Original Article →