'ધુરંધર 2' માટે રણવીર સિંહે જીવ રેડી દીધો:48 ડિગ્રી કાળઝાળ ગરમીમાં લેધર જેકેટ અને વિગ પહેરીને શૂટિંગ કર્યું, ક્લાઇમેક્સ શૂટ કરવામાં 20 દિવસ લાગ્યા

Entertainment4/6/2026, 12:30:00 AM
'ધુરંધર 2' માટે રણવીર સિંહે જીવ રેડી દીધો:48 ડિગ્રી કાળઝાળ ગરમીમાં લેધર જેકેટ અને વિગ પહેરીને શૂટિંગ કર્યું, ક્લાઇમેક્સ શૂટ કરવામાં 20 દિવસ લાગ્યા
ફિલ્મ ‘ધુરંધર 2’ના ક્લાઇમેક્સ સીનને શૂટ કરવા માટે એક્ટર રણવીર સિંહે 47-48 ડિગ્રી તાપમાનમાં લેધર જેકેટ અને વિગ પહેરીને શૂટિંગ કર્યું હતું. આ જાણકારી ફિલ્મના મેકઅપ અને પ્રોસ્થેટિક આર્ટિસ્ટ કરણદીપ સિંહે આપી છે. પડકારજનક સ્થિતિ વચ્ચે રણવીરે શૂટિંગ કર્યું ફિલ્મના મેકિંગને લઈને કરણદીપે NDTV સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ફિલ્મના ક્લાઇમેક્સ સીનની શૂટિંગમાં રિહર્સલ સહિત 15 થી 20 દિવસનો સમય લાગ્યો હતો. તેણે જણાવ્યું કે શૂટિંગ પંજાબના લુધિયાણાના બહારના વિસ્તારમાં થઈ હતી, જ્યાં તાપમાન 47-48 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આસપાસ કોઈ છાંયડો કે વૃક્ષ નહોતું, જેના કારણે પરિસ્થિતિ વધુ પડકારજનક બની ગઈ હતી. ક્લાઇમેક્સ સીન એક ઇન્ડસ્ટ્રિયલ સેટઅપમાં ફિલ્માવવામાં આવ્યો હતો. સેટની ચારે બાજુ મેટલ કન્ટેનર, ગાડીઓ અને ઊભી માલગાડીઓ હતી, જેમાંથી સતત ગરમી નીકળી રહી હતી. ટીમને આ બધાની વચ્ચે શૂટિંગ કરવું પડ્યું હતું. ગરમીના કારણે જમવું પણ મુશ્કેલ બન્યું કરણદીપે જણાવ્યું કે, રણવીરે આ દરમિયાન ભારે પઠાણી સૂટ, લેધર જેકેટ અને ઓવરકોટ પહેરીને એક્શન સીન કર્યા. એક સીનમાં તેને બળતા કન્ટેનર પર કૂદવાનું હતું, જે ગરમીના કારણે ખૂબ જ ગરમ હતા. તેણે એ પણ જણાવ્યું કે, શૂટિંગ દરમિયાન એક અઠવાડિયામાં એક ડોલ લોહી (પ્રોપ્સ)નો ઉપયોગ કરવામાં આવ્યો. અત્યંત ગરમી હોવા છતાં રણવીર સિંહ આખો સમય શાંત રહ્યો. કરણદીપે જણાવ્યું કે, સેટ પર પંખા અને એસી હતા, પરંતુ ભયંકર ગરમીના કારણે તે વધુ અસરકારક સાબિત થઈ રહ્યા ન હતા. ટીમ માટે જમવું પણ મુશ્કેલ બની ગયું હતું. રણવીરને શૂટિંગ દરમિયાન વિગ પણ પહેરવી પડી હતી, જે ગરમીમાં ઊનની ટોપી જેવી લાગતી હતી.
Read Original Article →