રણદીપ હુડ્ડાના મમ્મીનું ફિલ્મમાં ડેબ્યૂ:'સાંગી' ફિલ્મમાં દાદીની ભૂમિકા ભજવી, દીકરાએ રમુજી અંદાજમાં અભિનંદન પાઠવ્યા

Entertainment4/4/2026, 11:07:00 AM
રણદીપ હુડ્ડાના મમ્મીનું ફિલ્મમાં ડેબ્યૂ:'સાંગી' ફિલ્મમાં દાદીની ભૂમિકા ભજવી, દીકરાએ રમુજી અંદાજમાં અભિનંદન પાઠવ્યા
બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડાનાં માતા આશા હુડ્ડા પણ હવે ફિલ્મોમાં જોવા મળશે. પોતાની પહેલી જ ફિલ્મ ‘સાંગી’માં તેમણે દાદીનો રોલ કર્યો છે. એક્ટરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માતા અને આખી ટીમને ફિલ્મ માટે અભિનંદન આપ્યા. તેણે રમુજી અંદાજમાં લખ્યું, જ્યારે માતાના રોલનો સમય હતો, ત્યારે સમય ન મળ્યો, તો હવે સીધો દાદીનો. તમને આજે સ્ક્રિન પર જોવાને લઈને હું ખૂબ ઉત્સાહિત છું, મમ્મી. આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આશા હુડ્ડાએ દિવ્ય ભાસ્કર એપ સાથે વાત કરતા કહ્યું કે, 'લગભગ દોઢ વર્ષ પહેલા મને આ રોલ મળ્યો હતો.' આશા હુડ્ડા રાજકારણમાં પણ સક્રિય છે. તેઓ હરિયાણા ભાજપ મહિલા મોરચાના જનરલ સેક્રેટરી રહી ચૂક્યા છે. 2 વખત ભાજપમાંથી જ વિધાનસભા ચૂંટણી માટે દાવેદારી પણ કરી ચૂક્યા છે. ફિલ્મમાં આશાના પાત્ર વિશે જાણો… લવ ટ્રાયેંગલ પર આધારિત ફિલ્મ ફિલ્મના ક્રિએટર ગીતૂ પરીનું કહેવું છે કે, ''સાંગી' ફિલ્મમાં એક કલાકારના સંઘર્ષની વાર્તા દર્શાવવામાં આવી છે. જેમાં લીડ રોલ સાક્ષી દલાલે ભજવ્યો છે. ફિલ્મ ઘણીવાર લવ ટ્રાયેંગલ પર પણ જાય છે. આશા હુડ્ડાનું દાદીનું પાત્ર બધા કો-સ્ટાર્સને પણ ખૂબ ગમ્યું.' વાંચો આશાની કોલેજથી લઈને રાજકીય સફર… કોલેજના દિવસોથી એક્ટિંગનો શોખ આશા હુડ્ડાએ જણાવ્યું કે, 1971માં તેમણે રોહતકની વુમન કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. કોલેજના દિવસોથી તેમણે કોલેજના ઘણા કલ્ચરલ પ્રોગ્રામમાં ભાગ લીધો. જોકે, લગ્ન પછી પારિવારિક અને રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી. રાજકીય અને સામાજિક સફર આશા હુડ્ડાએ જણાવ્યું કે, 1994માં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહેબ સિંહ વર્માએ તેમને ભાજપમાં જોડ્યા હતા. ત્યારબાદ 2000થી 2003 સુધી તેઓ હરિયાણા મહિલા મોરચાના જનરલ સેક્રેટરી પણ રહ્યા. ત્યારબાદ પાર્ટીએ તેમને રાષ્ટ્રીય કાર્યકારિણી શિક્ષક પ્રકોષ્ઠના પંજાબ પ્રભારી પણ બનાવ્યા. ભાજપમાં સક્રિય ભૂમિકા અને અન્ય પદો ભાજપે તેમને 2018માં પાવર જનરેશન હરિયાણાના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા. આશાએ 2014 અને 2019માં પૃથલા વિધાનસભામાંથી ટિકિટ માટે દાવેદારી પણ કરી હતી, જોકે પાર્ટીએ તેમને ઉમેદવાર બનાવ્યા નહોતા. પૃથલા વિધાનસભા ક્ષેત્રમાં આશાના મામાનું ગામ પણ આવેલું છે.
Read Original Article →