રણદીપ હુડ્ડાએ 'છાવા'માં ઔરંગઝેબનો રોલ ઠુકરાવ્યો હતો:એક્ટરે કહ્યું, 'ત્યારે હિંદુ-મુસ્લિમની ઘણી વાતો ચાલતી હતી, તેથી હું એ રસ્તે આગળ ન વધ્યો'

Entertainment5/24/2026, 6:43:10 AM
રણદીપ હુડ્ડાએ 'છાવા'માં ઔરંગઝેબનો રોલ ઠુકરાવ્યો હતો:એક્ટરે કહ્યું, 'ત્યારે હિંદુ-મુસ્લિમની ઘણી વાતો ચાલતી હતી, તેથી હું એ રસ્તે આગળ ન વધ્યો'
એક્ટર રણદીપ હુડ્ડાએ તાજેતરમાં જણાવ્યું કે, તેને ફિલ્મ ‘છાવા’માં ઔરંગઝેબનો રોલ ઓફર થયો હતો, પરંતુ તેણે તે કરવાની ના પાડી દીધી હતી. 'સ્વાતંત્ર્ય વીર સાવરકર'નું શૂટિંગ પૂરું કર્યું હતું રણદીપે 'ઝૂમ' (એન્ટરટેઇમેન્ટ વેબસાઇટ)ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, 'હું લક્ષ્મણ ઉતેકરને એક ડિરેક્ટર અને માણસ, બંને તરીકે ખૂબ પસંદ કરું છું. તેઓ મારી પાસે ફિલ્મ ‘છાવા’માં ઔરંગઝેબના રોલ માટે આવ્યા હતા. તે સમયે મારું વજન ઘણું ઓછું થઈ ગયું હતું અને મેં મારું માથું પણ મુંડાવી લીધું હતું.' એક્ટરે આગળ કહ્યું, ‘મેં તે સમયે ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’નું શૂટિંગ પૂરું કર્યું હતું અને તેના પોસ્ટ-પ્રોડક્શન પર કામ કરી રહ્યો હતો. આ દરમિયાન હું એક કોર્ટ કેસમાંથી પણ પસાર થઈ રહ્યો હતો. તે સમયે હિંદુ-મુસ્લિમ વિશે ઘણી વાતો થઈ રહી હતી. તેથી મેં તે રસ્તે આગળ વધવાની ના પાડી દીધી.’ ‘છાવા’માં ઔરંગઝેબનો રોલ અક્ષય ખન્નાએ ભજવ્યો હતો વર્ષ 2025માં રિલીઝ થયેલી ફિલ્મ ‘છાવા’ મરાઠા સામ્રાજ્યના બીજા છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત હતી. ફિલ્મમાં સંભાજી મહારાજનું પાત્ર વિકી કૌશલે ભજવ્યું છે, જ્યારે મહારાણી યેશુબાઈનો રોલ રશ્મિકા મંદાનાએ પ્લે કર્યો હતો. ઔરંગઝેબના રોલમાં અક્ષય ખન્ના જોવા મળ્યો હતો. ફિલ્મનું ડિરેક્શન લક્ષ્મણ ઉતેકરે કર્યું છે અને તેને મેડૉક ફિલ્મ્સના બેનર હેઠળ દિનેશ વિજાને પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી અને તેણે દુનિયાભરમાં ₹795 કરોડથી વધુની કમાણી કરી હતી. લક્ષ્મણ ઉતેકરની ફિલ્મમાં જોવા મળશે રણદીપ રણદીપ હુડ્ડાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે તાજેતરમાં વેબ સિરીઝ 'ઇન્સ્પેક્ટર અવિનાશ 2' માં જોવા મળ્યા હતા, જેનું પ્રીમિયર 15 મેના રોજ જિયોસિનેમા પર થયું હતું. આ ઉપરાંત, તે ટૂંક સમયમાં લક્ષ્મણ ઉતેકરની આગામી ફિલ્મ 'ઈથા' માં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જેમાં શ્રદ્ધા કપૂર પણ એક ભાગ છે. ફિલ્મ ઈથા પ્રખ્યાત લાવણી ડાન્સર અને તમાશા કલાકાર વિઠાબાઈ ભાઉ નારાયણગાંવકરની બાયોપિક છે.
Read Original Article →