સૌથી મોંઘા વેચાશે રામાયણના ડિસ્ટ્રીબ્યુશન રાઇટ્સ!:માત્ર હિન્દી રિલીઝ માટે રૂ. 450 કરોડની માગ, ડિસ્ટ્રીબ્યુટર્સ પરેશાન; 'કિંગ'નો રેકોર્ડ તૂટવાની શકયતા
રણબીર કપૂર અને સાઈ પલ્લવીની મલ્ટીસ્ટારર ફિલ્મ રામાયણ ઘણા મોટા રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે. ફિલ્મે પહેલાથી જ 700 કરોડ રૂપિયાની OTT ડીલ ઠુકરાવી દીધી છે, જેના પછી હવે રિપોર્ટ્સ છે કે આ પાન ઇન્ડિયા ફિલ્મના માત્ર હિન્દી ડિસ્ટ્રિબ્યુશનના રાઇટ્સની ડીલ 450 કરોડમાં કરવામાં આવી રહી છે. વેરાયટી ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, ફિલ્મ રામાયણના હિન્દી વર્ઝનના ડિસ્ટ્રિબ્યુશન માટે ફિલ્મના પ્રોડ્યુસર્સ 450 કરોડ રૂપિયાની માંગ કરી રહ્યા છે. જ્યારે અત્યાર સુધીના સૌથી મોંઘા ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ શાહરુખ ખાનની આગામી ફિલ્મ કિંગના 250 કરોડમાં વેચાયા છે. જો આ ફિલ્મ 450 ને બદલે 300 કરોડ સુધીમાં પણ ડીલ કરે છે, તો તે બોલિવૂડના ઇતિહાસની સૌથી મોટી ડિસ્ટ્રિબ્યુશન ડીલ બની જશે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અનિલ થડાણી અને જયંતિલાલ ગડા જેવા કેટલાક ડિસ્ટ્રીબ્યુટર્સનું માનવું છે કે એક ફિલ્મના માત્ર હિન્દી ડિસ્ટ્રીબ્યુશન માટે 450 કરોડ લેવા એ મોટી કિંમત છે. તેણે નિર્માતાઓને તેમાં ઘટાડો કરવા પર વિચાર કરવાની સલાહ આપી છે. જોકે, ફિલ્મના મેકર્સને ફિલ્મની સફળતા પર પૂરો ભરોસો છે અને તે આ રકમ પર અડગ છે. હાલમાં મેકર્સની કરણ જોહરના ધર્મા પ્રોડક્શન, AA ફિલ્મ્સ અને પેન સ્ટુડિયોના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા સાથે આ ડીલ પર વાતચીત ચાલી રહી છે. ટ્રેડ એક્સપર્ટ્સ અનુસાર, ફિલ્મ રામાયણ માત્ર ભારતમાં 1000થી 1500 કરોડ સુધીનું કલેક્શન કરીને ઇતિહાસ રચી શકે છે. જ્યારે વર્લ્ડવાઇડ તેના 2500 કરોડ સુધીની કમાણી થવાનો અંદાજ છે. ફિલ્મને મોટા પાયે તૈયાર કરવામાં આવી છે. ફિલ્મ 'રામાયણ' સાથે જોડાયેલી મહત્વની વાતો- જુઓ ફિલ્મ રામાયણની ખાસ ઝલક-
Read Original Article →