'દાઉદને ખોટી રીતે દર્શાવાયો છે':રામ ગોપાલ વર્માનું 'ધુરંધર-2' અંગે વિવાદિત નિવેદન, ગેંગસ્ટર સક્રિય ન હોવાનો દાવો કર્યો

Entertainment4/17/2026, 9:06:50 AM
'દાઉદને ખોટી રીતે દર્શાવાયો છે':રામ ગોપાલ વર્માનું 'ધુરંધર-2' અંગે વિવાદિત નિવેદન, ગેંગસ્ટર સક્રિય ન હોવાનો દાવો કર્યો
ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ તાજેતરમાં આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર 2’ વિશે કહ્યું કે, તેમાં દાઉદ ઇબ્રાહિમનું પાત્ર યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યું નથી. ફિલ્મ ‘ધુરંધર 2’ રિલીઝ થયા પછીથી જ રામ ગોપાલ વર્મા તેની ક્રાફ્ટ અને સ્ટોરીટેલિંગના વખાણ કરી રહ્યા છે. તાજેતરમાં રાઇટર હુસૈન ઝૈદી સાથે તેમની યુટ્યુબ ચેનલ પરની વાતચીતમાં તેમણે ફિલ્મ વિશે વિગતવાર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો. દાઉદ ઇબ્રાહિમના પાત્રને લઈ રામ ગોપાલ વર્મા સહમત નથી રામ ગોપાલ વર્માએ કહ્યું કે, તેમને ફિલ્મના ઘણા પાસાઓ પ્રભાવિત કરે છે, પરંતુ દાઉદ ઇબ્રાહિમના પાત્રને લઈને તેઓ સહમત નથી. તેમણે કહ્યું, 'મને ફક્ત એક વાત સાથે અસહમતિ છે. મને લાગે છે કે, દાઉદ ઇબ્રાહિમને જે રીતે દર્શાવવામાં આવ્યો છે, તે યોગ્ય નથી. તેમની પાસે પોતાના સોર્સ હોઈ શકે છે, પરંતુ મારી દૃષ્ટિએ તેને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે.' નોંધનીય છે કે, ફિલ્મમાં દાઉદને ‘બડે સાહેબ’ તરીકે દર્શાવવામાં આવ્યો છે, જે પાકિસ્તાનથી ભારતમાં આતંકી ઓપરેશન ચલાવનાર માસ્ટરમાઇન્ડ છે. ‘દાઉદ હવે એક્ટિવ નથી’ રામ ગોપાલ વર્માએ સ્પષ્ટ કર્યું કે, તેઓ આ વિષય પર અંતિમ અધિકારનો દાવો કરતા નથી, પરંતુ તેમના મતે દાઉદ લાંબા સમયથી ઇનએક્ટિવ છે. વર્માએ જણાવ્યું કે, તેમની સમજ મુજબ, દાઉદ લગભગ 20 વર્ષ પહેલાં ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર થઈ ગયો છે. તેમણે એ પણ સ્વીકાર્યું કે, આ મુદ્દે સંપૂર્ણ સત્ય કોઈ પણ કન્ફર્મ કરી શકતું નથી. તેમણે કહ્યું, 'હું તેને ખોટું સાબિત કરી શકતો નથી અને ડિરેક્ટર પણ તેને સાચું સાબિત કરી શકતા નથી.' 'મારો આત્મા દાઉદમાં વસે છે!' રામ ગોપાલ વર્માએ તાજેતરમાં 'ફિલ્મફેર'ને આપેલા ઇન્ટરવ્યૂમાં અંડરવર્લ્ડ અને પોતાની ફિલ્મોના કનેક્શન પર વાત કરી હતી. તેમણે જણાવ્યું કે પોતાની આત્મકથા ‘ગન્સ એન્ડ થાઈઝ’ને દાઉદ ઇબ્રાહિમને સમર્પિત કરી હતી, પરંતુ પબ્લિશર્સે તેમનું નામ હટાવી દીધું. તેમનું કહેવું છે કે, તે દાઉદને ક્રેડિટ શા માટે ન આપે, કારણ કે તેની જ કારણે તેમની ઘણી આઇકોનિક ફિલ્મો બની શકી. રામ ગોપાલ વર્માએ કહ્યું, “જો દાઉદ ઇબ્રાહિમ ન હોત, તો હું ‘સત્યા’ અને ‘કંપની’ ન બનાવત. હું આજે જે કમાણી કરી રહ્યો છું, તે ક્યાંક ને ક્યાંક તેની જ દેન છે.” આ નિવેદનથી બોલિવૂડ અને અંડરવર્લ્ડના જૂના સંબંધો પર ચર્ચા છેડાઈ ગઈ. સંપૂર્ણ સમાચાર વાંચો...
Read Original Article →