4 જૂને આવશે રામચરણની નવી ફિલ્મ:'પેડ્ડી'નું ખતરનાક પોસ્ટર રિલીઝ, બે ફિલ્મોની મુશ્કેલીઓ વધી
રામચરણ આ દિવસોમાં તેની ફિલ્મ ‘પેડ્ડી’ને લઈને ચર્ચામાં છે. હવે મેકર્સે તેની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આ સાથે મેકર્સે ફિલ્મનું નવું પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. બુચી બાબુ નિર્દેશિત આ ફિલ્મ પહેલા 30 એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ મેકર્સે IPLને કારણે તેની રિલીઝ આગળ વધારી દીધી હતી. હવે IPL સમાપ્ત થતાં જ મેકર્સ તેને રિલીઝ કરવાની તૈયારીમાં છે. આ ફિલ્મ 4 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. મોટી વાત એ છે કે ‘પેડ્ડી’ની આ નવી રિલીઝ ડેટથી બે ફિલ્મોની મુશ્કેલી વધી ગઈ છે. એક તરફ 5 જૂને બોબી દેઓલની ફિલ્મ ‘બંદર’ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. તો બીજી તરફ, તે જ દિવસે વરુણ ધવનની ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ પણ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં વરુણ ધવન સાથે મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે પણ જોવા મળશે. ફિલ્મમાં જાહ્નવી કપૂર પણ લીડ રોલમાં છે સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘પેડ્ડી’નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મમાં રામ સાથે જ્હાન્વી કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત તેમાં શિવ રાજકુમાર, દિવ્યેન્દુ શર્મા, જગપતિ બાબુ અને બોમન ઈરાની પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. આનું સંગીત એ આર રહેમાને કમ્પોઝ કર્યું છે. શ્રુતિ હાસન પણ આ ફિલ્મનો ભાગ હોઈ શકે છે.
Read Original Article →