રાકેશ બેદીને 'ધુરંધર' માટે ₹1 કરોડનું બોનસ મળ્યું!:'જમીલ જમાલી'એ ચર્ચાઓ પર મૌન તોડ્યું; 70 વર્ષીય એક્ટરને લેવા બ્રાન્ડ્સની પડાપડી

Entertainment4/26/2026, 12:30:00 AM
રાકેશ બેદીને 'ધુરંધર' માટે ₹1 કરોડનું બોનસ મળ્યું!:'જમીલ જમાલી'એ ચર્ચાઓ પર મૌન તોડ્યું; 70 વર્ષીય એક્ટરને લેવા બ્રાન્ડ્સની પડાપડી
આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર' અને તેની સિક્વલે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરી છે. ફિલ્મમાં રણવીર સિંહના એક્શનની સાથે-સાથે એક્ટર રાકેશ બેદીના પાત્ર 'જમીલ જમાલી'ની ખૂબ ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે, મેકર્સે રાકેશ બેદીના પર્ફોર્મન્સથી ખુશ થઈને તેમને કોન્ટ્રાક્ટથી અલગ 1 કરોડ રૂપિયાનું બોનસ આપ્યું છે. હવે ખુદ રાકેશ બેદીએ આ સમાચારો પર મૌન તોડ્યું છે અને રસપ્રદ અંદાજમાં તેનો જવાબ આપ્યો છે. ફી કરતાં વધુ બોનસ મળવાની ચર્ચા હતી 'બોલિવૂડ હંગામા' (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ)ના એક રિપોર્ટ અનુસાર, રાકેશ બેદીને શરૂઆતમાં બંને ફિલ્મો માટે કુલ 50 લાખ રૂપિયાની ફીસ આપવામાં આવી હતી. પરંતુ સિક્વલની મોટી સફળતા અને 'જમીલ જમાલી'ના પાત્રને મળેલા પબ્લિક રિસ્પોન્સને જોતા ડિરેક્ટર આદિત્ય ધર અને તેમના ભાઈ લોકેશ ધરે તેમને બોનસ તરીકે 1 કરોડ રૂપિયાનો ચેક આપ્યો. 'પૈસા ક્યાં છે મને પણ જણાવો' જ્યારે NDTVએ રાકેશ બેદીને આ 1 કરોડના બોનસ વિશે પૂછ્યું, ત્યારે તેમણે પોતાની શૈલીમાં આ દાવાઓને ખોટા ગણાવ્યા. તેમણે મજાક કરતા કહ્યું, “ભાઈ, આ પૈસા ક્યાં છે? કોની પાસે રાખ્યા છે, મને તો ખબર જ નથી.” તેમણે આગળ હસતા કહ્યું કે, 'જો કોઈને ખબર પડે કે પૈસા ક્યાં છે, તો મને જરૂર જણાવે, હું પોતે જઈને લઈ આવીશ કારણ કે મારા બેંક ખાતામાં તો હજુ સુધી આવી કોઈ રકમ આવી નથી.' એક્ટરે સ્પષ્ટ કર્યું કે, આ સમાચારો હાલ પૂરતા માત્ર અફવા છે. 70 વર્ષની ઉંમરે રાકેશ બેદીનો ક્રેઝ વધ્યો 'ધુરંધર' ફ્રેન્ચાઇઝીમાં રાકેશ બેદીનો રોલ પહેલા એક સપોર્ટિંગ પાત્ર જેવો હતો, પરંતુ સિક્વલમાં આવેલા એક મોટા ટ્વિસ્ટે તેમને વાર્તાના કેન્દ્રમાં લાવી દીધા. જમીલ જમાલીના પાત્રમાં કોમેડી અને ઇમોશન્સનો એવો તાલમેલ હતો કે દર્શકોએ તેને ખૂબ પસંદ કર્યો. આ સફળતાની અસર એ થઈ કે 70 વર્ષના રાકેશ બેદીને હવે ઘણી મોટી બ્રાન્ડ્સ પણ પોતાની જાહેરાતો માટે અપ્રોચ કરી રહી છે.
Read Original Article →