સ્મિતા પાટીલ અને રાજ બબ્બરના સંબંધો પર બોલ્યો આર્ય:કહ્યું- કોને ગમે કે તેના પપ્પાનું અફેર હોય; સાવકા ભાઈ પ્રતીક બબ્બર સાથે પણ અનબન

Entertainment5/22/2026, 7:20:32 AM
સ્મિતા પાટીલ અને રાજ બબ્બરના સંબંધો પર બોલ્યો આર્ય:કહ્યું- કોને ગમે કે તેના પપ્પાનું અફેર હોય; સાવકા ભાઈ પ્રતીક બબ્બર સાથે પણ અનબન
રાજ બબ્બરના પુત્ર આર્ય બબ્બરે તાજેતરમાં પિતા અને સ્મિતા પાટીલના અફેર વિશે વાત કરી છે. તેનું કહેવું છે કે બંનેના અફેરથી તેને ઘણી મુશ્કેલી પડી હતી. આર્ય બબ્બરનું એ પણ કહેવું છે કે તે સ્મિતા પાટીલને સ્મિતા મા કહે છે, પરંતુ પ્રતીક બબ્બર પોતાના પિતાને પિતા માનતો નથી. ઉપરાંત બાપ અને દીકરા વચ્ચે સમાધાન થઈ શકતું નથી તેવું પણ કહ્યું. રાજ બબ્બરે નાદિરા ઝહીર સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેમને બે બાળકો આર્ય બબ્બર અને જુહી થયા. આર્ય માત્ર 3 વર્ષનો હતો, જ્યારે રાજ બબ્બરે સ્મિતા પાટીલ સાથે લગ્ન કરીને પહેલી પત્ની અને બાળકોને છોડી દીધા. જોકે 3 વર્ષમાં જ્યારે સ્મિતાએ પુત્ર પ્રતીકને જન્મ આપ્યો, ત્યારે ડિલિવરી કોમ્પ્લિકેશનને કારણે તેનું નિધન થયું. આ પછી રાજ બબ્બર, પહેલી પત્ની સાથે રહેવા લાગ્યા. આ બધી બાબતોને કારણે પારિવારિક સંબંધોમાં તણાવ રહ્યો. તાજેતરમાં પ્રતીક બબ્બરે લગ્નમાં પિતાને બોલાવ્યા ન હતા અને પછી પોતાના નામ પરથી પિતાનું સરનેમ હટાવીને માતા સ્મિતાનું નામ જોડી લીધું. ત્યારે પણ આ સંબંધો વિવાદોમાં રહ્યા. હવે તાજેતરમાં વિકી લલવાણીને આપેલા ઇન્ટરવ્યૂમાં આર્ય બબ્બરે સ્મિતા-રાજના સંબંધો વિશે કહ્યું કે, હું આજે 44 વર્ષનો છું, આ ત્યારે થયું જ્યારે હું 4-5 વર્ષનો હતો. મારા પિતાએ તે પછી જીવનમાં ઘણું બધું કર્યું. પરંતુ સૌથી મહત્વની વાત જે આપણા બધા માટે રહી ગઈ છે તે એ છે કે પપ્પાનું એક અફેર હતું. એક સંબંધને તેમણે સન્માન આપ્યું, સાથ આપ્યો હતો. તે આપણા બધાના જીવનનો મુદ્દો બની ગયો. જે કદાચ ન થવું જોઈએ, કારણ કે આપણે બધા આગળ વધી ગયા છીએ. આગળ જ્યારે પૂછવામાં આવ્યું કે શું આનાથી પિતા સાથેના સંબંધો બગડી ગયા, તો આર્ય કહે છે, કયા બાળકને ગમશે કે તેના પપ્પાનો બહાર અફેર હોય. જો તમને ખબર પડે કે તમારા પપ્પાનો અફેર છે, તો તમને ગમે? દરેક જણ આગળ વધી ગયું. પપ્પા પણ આગળ વધી ગયા, તેમનું બીજું અફેર પણ થઈ ગયું. આર્યએ વાતચીતમાં એ પણ જણાવ્યું કે સ્મિતા પાટીલ માટે રાજ બબ્બરે ઘર ખરીદ્યું હતું અને તેઓ પરિવાર છોડીને તેમની સાથે રહેવા લાગ્યા હતા. તે ઘરમાં હાલમાં પ્રતીક બબ્બર પોતાની પત્ની સાથે રહે છે. આગળ આર્યએ કહ્યું, હું સ્મિતા માને પ્રેમ અને ઇજ્જત આપું છું, કારણ કે તેમને એ પ્રેમ અને ઇજ્જત મારા પિતાએ આપી હતી. અમારી માતાએ અમને સમજાવ્યું છે કે ભલે ગમે તે થાય, પ્રતીક સાથે આપણો સ્વભાવ ખરાબ ન હોવો જોઈએ. મારી માતાએ શીખવ્યું, તે પિતાએ નહીં. આ જ કારણ છે કે અમે તેની સાથે સારી રીતે રહીએ છીએ. જ્યારે મેં જોયું કે પ્રતીક મારી માતાને મા કહી રહ્યો છે, ત્યારે હું પણ સ્મિતાને સ્મિતા મા કહેવા લાગ્યો. છેવટે આર્યએ કહ્યું કે, જે સ્મિતા મા માટે પપ્પાએ અમને છોડ્યા, આજે તેમનું જ બાળક પપ્પાને પપ્પા નથી માનતું. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે હવે તેમના પ્રતીક સાથેના સંબંધો ક્યારેય સુધરી શકશે નહીં.
Read Original Article →