દિલજીત દોસાંઝના ઘરને ઉડાવી દેવાની ધમકી:'ખાલિસ્તાન નેશનલ આર્મી'ના નામે ઇમેઇલ આવ્યો, 1984ના રમખાણોનો ઉલ્લેખ કરી 6 જૂન સુધીનું અલ્ટીમેટમ આપ્યું
દિલજીત દોસાંઝ હાલમાં તેના વર્લ્ડ ઓરા ટુર 2026ને લઈને ચર્ચામાં રહ્યો છે. તેવામાં તાજેતરમાં પંજાબના લુધિયાણા નગર નિગમના ઉચ્ચ અધિકારીઓને એક ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. ઇમેઇલમાં દિલજીત દોસાંઝના ઘર અને લુધિયાણાના મેયર ઇન્દરજીત કૌરની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકીભર્યા ઈમેલમાં શું લખ્યું છે?
સોમવારે સવારે લગભગ 7:28 વાગ્યે આવેલા ઇમેઇલનો સબ્જેક્ટ "B"0mb Blast - Mayor Office Ludhiana!" રાખવામાં આવ્યો હતો. ઇમેઇલમાં વિસ્ફોટોનો સમય પણ નિર્ધારિત કરવામાં આવ્યો હતો. બપોરે 1:11 વાગ્યે લુધિયાણાના મેયર પર હુમલાની ધમકી આપવામાં આવી. આ સાથે રાત્રે 9:11 વાગ્યે દિલજીત દોસાંઝના ઘરે વિસ્ફોટની ચેતવણી આપવામાં આવી હતી. 1984ના રમખાણોનો ઉલ્લેખ, 6 જૂન સુધીનું અલ્ટીમેટમ ઈમેલમાં 1984ના શીખ રમખાણોનો ઉલ્લેખ કરતા "ખૂન કા બદલા ખૂન" થી લેવાની વાત લખવામાં આવી છે. ધમકી આપનારાઓએ લખ્યું કે, 6 જૂન સુધી બોમ્બ વિસ્ફોટો દ્વારા નિશાન બનાવવામાં આવશે. આ ધમકી કોણે મોકલી છે?
ઇમેઇલના અંતમાં તેને 'ખાલિસ્તાન નેશનલ આર્મી' (KHALISTAN National ARMY) તરફથી મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે. તેમાં બે નામ લખવામાં આવ્યા છે: પોલીસ વિભાગ અને સાયબર સેલ સંપૂર્ણપણે એલર્ટ ધમકી બાદ પોલીસ વિભાગ અને સાયબર સેલ એલર્ટ પર છે. ઈમેલના IP એડ્રેસ અને મોકલનારને ટ્રેસ કરવા માટે તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મેયર કાર્યાલય અને મહત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા કડક કરવામાં આવે તેવી શક્યતા છે. દિલજીત દોસાંઝને આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ધમકી આપી હતી કેનેડામાં સતત ખાલિસ્તાન સમર્થકો દિલજીત દોસાંઝના લાઇવ કોન્સર્ટમાં વિરોધ કરી રહ્યા છે. દિલજીત પણ શો દરમિયાન જ ખાલિસ્તાન સમર્થકોને જવાબ આપી રહ્યો છે. તેવામાં શીખ ફોર જસ્ટિસના પ્રમુખ અને આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ દિલજીતને ધમકી આપી છે અને કહ્યું છે કે, 'કેનેડામાં તારો વિરોધ થઈ રહ્યો છે અને જ્યારે અમેરિકા આવીશ, ત્યારે અહીં પણ વિરોધ કરવામાં આવશે.' આતંકવાદી પન્નુએ વીડિયો મેસેજ જાહેર કરીને દિલજીત દોસાંઝને ધમકી આપી છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
Read Original Article →