અચાનક સલમાનને પ્રીટિ ઝિન્ટા પર પ્રેમ ઊભરાયો!:પંજાબ કિંગ્સના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી, કહ્યું- અભિનંદન, ટીમ ખૂબ સારું રમી રહી છે
બોલિવૂડ એક્ટર સલમાન ખાને સોમવારે એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાને તેમની ટીમ પંજાબ કિંગ્સ (PBKS)ના IPL 2026માં અત્યાર સુધીના શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા. IPL 2026માં PBKSનું પ્રદર્શન અત્યાર સુધી ઘણું શાનદાર રહ્યું છે. ટીમ હાલમાં 4 મેચમાં 3 જીત અને 1 અનિર્ણાયક મેચ સાથે 7 પોઈન્ટ્સ પર છે. હાલ તે પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સલમાન ખાને લખ્યું, “શાબાશ ઝિન્ટા! અભિનંદન ઝિન્ટા, ટીમ ખૂબ સારું રમી રહી છે….” ચાહકોને જૂની ટ્વીટ યાદ આવી સલમાનનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યું. ફેન્સે આ ટ્વીટની સરખામણી સલમાનની 2014માં કરેલી જૂની પોસ્ટ સાથે કરી, જેમાં તેણે પૂછ્યું હતું કે, “ઝિન્ટાની ટીમ જીતી કે શું?” સોશિયલ મીડિયા પર યુઝર્સે તેને “12 વર્ષ પછી આવેલી બેસ્ટ સિક્વલ” ગણાવીને ફની રિએક્શન આપ્યા.
બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું સલમાન ખાન અને પ્રીટિ ઝિન્ટા લાંબા સમયથી મિત્રો છે અને તેણે ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’, ‘જાન-એ-મન’ અને ‘હર દિલ જો પ્યાર કરેગા’ જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાન ટૂંક સમયમાં અપકમિંગ ફિલ્મ ‘માતૃભૂમિ’માં જોવા મળશે. ઉપરાંત, એક્ટર ટૂંક સમયમાં ‘દિલ રાજુ’ સાથે અપકમિંગ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકે છે. આ ફિલ્મમાં ‘નયનતારા’ પણ જોવા મળશે અને તેનું દિગ્દર્શન વામશી પેડિપલ્લી કરશે. આ દરમિયાન, પ્રીટિ ઝિન્ટા આગામી ફિલ્મ ‘લાહોર 1947’માં સની દેઓલ, શબાના આઝમી, અલી ફઝલ અને કરણ દેઓલ સાથે જોવા મળશે. ફિલ્મનું સંગીત એ. આર. રહેમાને બનાવ્યું છે અને ગીતોના બોલ જાવેદ અખ્તરે લખ્યા છે. તે "વાઇબ" નામના એક પ્રોજેક્ટમાં પણ જોવા મળશે.
Read Original Article →