ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પરની વેબ સિરીઝ પર પ્રતિબંધ:'લોરેન્સ ઓફ પંજાબ'માં ભ્રામક નેરેટિવનો પરિવારનો દાવો; રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા બગડવાનો ડર

National4/24/2026, 10:40:26 AM
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પરની વેબ સિરીઝ પર પ્રતિબંધ:'લોરેન્સ ઓફ પંજાબ'માં ભ્રામક નેરેટિવનો પરિવારનો દાવો; રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા બગડવાનો ડર
પ્રખ્યાત પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા અને સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરાવનાર ગેંગસ્ટર લોરેન્સના જીવન અને તેની સાથે સંકળાયેલી ઘટનાઓ પર આધારિત વેબ સિરીઝ 'લોરેન્સ ઓફ પંજાબ' પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે પંજાબ પોલીસે કેન્દ્રને પત્ર લખીને રાજ્યનું વાતાવરણ બગડવાનું કારણ આપીને પ્રતિબંધની માંગ કરી હતી. બીજી તરફ લોરેન્સના પરિવારે પણ આ સિરીઝનો વિરોધ કર્યો હતો. લોરેન્સ બિશ્નોઈના પરિવારે આ સિરીઝના કન્ટેન્ટ, તેના નિર્માણની પ્રક્રિયા અને રિલીઝ થવાના સમય પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ફિલ્મના પ્રોડ્યુસર સામે કાર્યવાહીની માંગ વેબ સિરીઝ બનાવવા માટે ન તો પરિવાર પાસેથી પરવાનગી લેવામાં આવી છે અને ન તો સરકાર પાસેથી. લોરેન્સના કાકા રમેશનું કહેવું છે કે, ‘આ મામલે ફિલ્મના પ્રોડ્યુસર સામે કડક કાર્યવાહી થવી જોઈએ.’ નોંધનીય છે કે, લોરેન્સ ગેંગે વર્ષ 2022માં પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા, પછી 2023માં કરણી સેનાના નેતા સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા, NCP ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યા અને સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી છે. લોરેન્સના પરિવારને વેબ સિરીઝ પર કેમ વાંધો હતો… રાજા વડિંગે પણ વેબ સિરીઝ પર રોક લગાવવાની માંગ કરી હતી બીજી તરફ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગે પણ આ સિરીઝનો વિરોધ કર્યો હતો. વડિંગનું માનવું છે કે, 'પંજાબ પહેલેથી જ નશા અને ગન-કલ્ચર જેવા પડકારોનો સામનો કરી રહ્યું છે, આવા સમયે આ પ્રકારનું કન્ટેન્ટ આગમાં ઘી હોમવાનું કામ કરે છે.' વાંચો વડિંગે વિરોધમાં શું કહ્યું…
Read Original Article →