પ્રિયંકા ચોપરા-મહેશ બાબુની 'વારાણસી'ની વાર્તા લીક:મહેશ બાબુ બનશે શિવ ભક્ત, ટાઈમ ટ્રાવેલ કરી હજારો વર્ષ જૂના રહસ્યો ખોલશે

Entertainment4/8/2026, 2:52:34 PM
પ્રિયંકા ચોપરા-મહેશ બાબુની 'વારાણસી'ની વાર્તા લીક:મહેશ બાબુ બનશે શિવ ભક્ત, ટાઈમ ટ્રાવેલ કરી હજારો વર્ષ જૂના રહસ્યો ખોલશે
એસ.એસ. રાજામૌલીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ 'વારાણસી'નો પ્લોટ લીક થઈ ગયો છે. પ્રિયંકા ચોપરા અને મહેશ બાબુ સ્ટારર આ ફિલ્મની વાર્તા ટાઈમ ટ્રાવેલ પર આધારિત હશે, જેમાં મહેશ બાબુ એક શિવ ભક્તના પાત્રમાં જોવા મળશે. વિઝ્યુઅલ ઇફેક્ટ્સનું કામ સંભાળતી કંપનીનો ખુલાસો ફિલ્મની વાર્તાનો ખુલાસો કોઈ બીજાએ નહીં, પરંતુ તેમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સનું કામ સંભાળી રહેલી જાણીતી કંપની 'સિનેસાઇટ' (Cinesite) એ કર્યો છે. આ એ જ કંપની છે જેણે 'સ્પાઈડર-મેન: નો વે હોમ' જેવી હોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. સ્ટુડિયોએ પોતાના પોર્ટફોલિયોમાં રાજામૌલીના આ પ્રોજેક્ટને ઉમેર્યો અને એક ટૂંકી વિગત શેર કરી, જેમાં ફિલ્મની વાર્તાની મુખ્ય કડીઓ જણાવવામાં આવી છે. શિવ ભક્ત અને પ્રાચીન રહસ્યની વાર્તા લીક થયેલા પ્લોટ મુજબ, મહેશ બાબુ એક શિવ ભક્ત ‘રુદ્ર’નું પાત્ર ભજવી રહ્યો છે. તે એક એવી બ્રહ્માંડીય વસ્તુની શોધમાં સમયની યાત્રા પર નીકળે છે, જેમાં અપાર શક્તિ છે. સદીઓ જૂના રહસ્યો ઉકેલતી વખતે તેને અહેસાસ થાય છે કે તેમન જે મિશન પર મોકલવામાં આવ્યો છે, તેની પાછળ એક મોટું ષડયંત્ર છે. જે શક્તિએ તેને આ રસ્તે મોકલ્યો છે, તે ખરેખર દુનિયા પર રાજ કરવા માંગે છે. પૃથ્વીરાજ સુકુમારન વિલન બને તેવી શક્યતા ફિલ્મમાં વિલન તરીકે પૃથ્વીરાજ સુકુમારન જોવા મળી શકે છે. ચર્ચા છે કે, તેના પાત્રનું નામ ‘કુંભ’ છે, જે મહેશ બાબુના પાત્ર રુદ્રને આ ખતરનાક મિશન પર મોકલે છે. જેમ જેમ રુદ્રની યાત્રા આગળ વધે છે, તેને ખબર પડે છે કે કુંભના ઇરાદા સારા નથી. તે રામાયણ કાળ સાથે જોડાયેલી એક રહસ્યમય વસ્તુની મદદથી આખી દુનિયા પર કબજો કરવા માંગે છે. જોકે, તે વસ્તુ શું છે, તે હજુ સસ્પેન્સ છે. પ્રિયંકા બોલી- ‘બેક ટુ ધ ફ્યુચર જેવી નથી’ ફિલ્મની લીડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ હોલીવુડની ‘બેક ટુ ધ ફ્યુચર’ જેવી નથી. પ્રિયંકાએ કહ્યું, 'ફિલ્મની વાર્તા પ્રાચીન ઇતિહાસથી લઈને ભવિષ્ય સુધી ફેલાયેલી છે. અમે 7200 ઈસા પૂર્વથી લઈને વર્ષ 2027 સુધીના સમયમાં ટ્રાવેલ કરી રહ્યા છીએ. દર્શકો તે અલગ-અલગ દુનિયાઓ અને સમયગાળાને જોશે જેમાં પાત્રો રહે છે.' નવેમ્બર 2025માં આવી હતી પહેલી ઝલક આ મેગા બજેટ ફિલ્મની પહેલી ઝલક વર્ષ 2025ના નવેમ્બરમાં સામે આવી હતી. ત્યારથી જ ફિલ્મના ટાઈમ-ટ્રાવેલ અને એક્શનને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી. એસ.એસ. રાજામૌલી પોતાની ફિલ્મો જેવી કે ‘બાહુબલી’ અને ‘આરઆરઆર’ માટે જાણીતા છે, તેથી ‘વારાણસી’થી પણ લોકોને ઘણી અપેક્ષાઓ છે.
Read Original Article →