પ્રિયંકા ચોપરા 'ધુરંધર 2'ની ચાહક બની:મિત્ર રણવીર સિંહને અભિનંદન પાઠવ્યા, આદિત્ય ધરના વખાણ કર્યાં

Entertainment4/4/2026, 3:52:42 PM
પ્રિયંકા ચોપરા 'ધુરંધર 2'ની ચાહક બની:મિત્ર રણવીર સિંહને અભિનંદન પાઠવ્યા, આદિત્ય ધરના વખાણ કર્યાં
પ્રિયંકા ચોપરા હાલમાં ભારતમાં છે અને તેણે આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર 2'ના ખૂબ વખાણ કર્યા. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર ફિલ્મની આખી ટીમને અભિનંદન આપતા લીડ એક્ટર રણવીર સિંહ માટે એક ખાસ મેસેજ લખ્યો. પ્રિયંકાએ રણવીરને પોતાનો 'મિત્ર' ગણાવતા ફિલ્મને શાનદાર ગણાવી છે. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, 'અભિનંદન મારા મિત્ર રણવીર સિંહ.' પ્રિયંકાએ ફિલ્મના અન્ય કલાકારો અર્જુન રામપાલ, આર માધવન, અક્ષય ખન્ના, સંજય દત્ત, સારા અર્જુન અને રાકેશ બેદીના કામની પણ પ્રશંસા કરી. નોંધનીય છે કે, પ્રિયંકા અને રણવીર 'બાજીરાવ મસ્તાની', 'દિલ ધડકને દો' અને 'ગુંડે' જેવી હિટ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે અને બંનેની બોન્ડિંગ ઘણી સારી છે. આદિત્ય ધર માટે લખ્યો ખાસ મેસેજ પ્રિયંકાએ ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધરના વિઝનની પણ પ્રશંસા કરી. તેણે લખ્યું, 'આદિત્ય, તમે એક મિશન પર નીકળેલા વ્યક્તિ છો. દરેક રીતે 'ધુરંધર' એક શાનદાર ફિલ્મ છે. તમારી કલા માટે આપ સૌનો આભાર.' સુવર્ણ મંદિરમાં માથું ટેકવ્યું, સેવા કરી ફિલ્મનું રિવ્યુ શેર કરવાના પહેલા પ્રિયંકા ચોપરા અમૃતસરના સુવર્ણ મંદિર (ગોલ્ડન ટેમ્પલ) પહોંચી હતી. ત્યાં તેણે ન માત્ર માથું ટેકવ્યું, પરંતુ મંદિરમાં 'સેવા' પણ કરી હતી. પ્રિયંકાની મંદિરની અંદરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે, જેમાં તે ખૂબ જ સાદગી સાથે જોવા મળી રહી છે. 'વારાણસી'થી ભારતીય ફિલ્મોમાં કમબેક કરશે પ્રિયંકા છેલ્લે 2019માં આવેલી ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક'માં મોટા પડદા પર જોવા મળી હતી. તેની છેલ્લી ભારતીય ફિલ્મ 'ધ વ્હાઇટ ટાઇગર' 2021માં OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. ઉપરાંત તે એમોઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયેલી હોલિવૂડની ફિલ્મ 'હેડ્સ ઓફ સ્ટેટ'માં જોવા મળી હતી, જેમાં જેમાં જોન સીના અને ઇદ્રિસ અલ્બા મુખ્ય ભૂમિકામાં હતા. ટૂંક સમયમાં તે હોલિવૂડ ફિલ્મ્સ 'ધ બ્લફ' અને 'જજમેન્ટ ડે'માં જોવા મળશે. ઉપરાંત તે 6 વર્ષ બાદ ડિરેક્ટર એસ. એસ. રાજામૌલીના ડિરેક્શનમાં બની રહેલી 'વારાણસી'માં જોવા મળશે. સાઉથ સ્ટાર મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન સ્ટારર આ ફિલ્મ 2027માં રિલીઝ થવાની શક્યતા છે.
Read Original Article →