પ્રસુન જોશી પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ બન્યા:કેન્દ્ર સરકારે ગીતકાર અને લેખકને નવી જવાબદારી સોંપી; અગાઉ CBFCના ચેરપર્સન હતા

Entertainment5/3/2026, 7:44:51 AM
પ્રસુન જોશી પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ બન્યા:કેન્દ્ર સરકારે ગીતકાર અને લેખકને નવી જવાબદારી સોંપી; અગાઉ CBFCના ચેરપર્સન હતા
કેન્દ્ર સરકારે પ્રખ્યાત ગીતકાર, લેખક અને સંચાર નિષ્ણાત (કમ્યુનિકેશન એક્સપર્ટ) પ્રસુન જોશીને પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે શનિવારે તેની સત્તાવાર જાહેરાત કરી. મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, 'પ્રસુન જોશી એક જાણીતા ક્રિએટિવ પ્રોફેશનલ છે, જેમનું સાહિત્ય, જાહેરાત, સિનેમા અને પબ્લિક કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમની પ્રભાવશાળી લેખનશૈલી અને ઊંડી સાંસ્કૃતિક સમજને કારણે તેમણે ભારતીય મીડિયા નેરેટિવને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.' 'પ્રસુન જોશીના કાર્યોમાં લોકપ્રિય ફિલ્મી ગીતો, ચર્ચિત જાહેરાત અભિયાનો અને સામાજિક સરોકારો સાથે જોડાયેલી વાર્તા કહેવાની શૈલીનો સમાવેશ થાય છે, જે દેશભરના વિવિધ દર્શકો સાથે જોડાય છે. તેમના ગીતોમાં સંવેદનશીલતા, દેશભક્તિ અને સામાજિક વિચારની ઝલક જોવા મળે છે.' અશ્વિની વૈષ્ણવે અભિનંદન પાઠવ્યા અશ્વિની વૈષ્ણવે તેમને અભિનંદન પાઠવતા કહ્યું કે, તેમના નેતૃત્વમાં પ્રસાર ભારતીને નવી ઊર્જા અને રચનાત્મક દિશા મળશે. તેમણે પ્રસુન જોશીને સાહિત્ય, જાહેરાત, કલા અને સિનેમા જગતમાં વૈશ્વિક ઓળખ ધરાવતું બહુઆયામી વ્યક્તિત્વ ગણાવ્યા. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના ચેરપર્સન રહી ચૂક્યા છે આ નિમણૂક પહેલાં, પ્રસુન જોશી ઓગસ્ટ 2017 થી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ના ચેરપર્સન તરીકે કાર્યરત હતા. તેમના કાર્યકાળ દરમિયાન ફિલ્મ સર્ટિફિકેશન પ્રક્રિયાને મજબૂત કરવા અને ક્રિએટિવ એક્સપ્રેશન તથા નિયમનકારી જવાબદારી વચ્ચે સંતુલન જાળવવા માટે મહત્વપૂર્ણ પ્રયાસો કરવામાં આવ્યા. અલ્મોડામાં થયો જન્મ ઉત્તરાખંડના અલ્મોડામાં જન્મેલા પ્રસુન જોશીએ પ્રારંભિક શિક્ષણ પછી મેનેજમેન્ટ અને કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં પણ અભ્યાસ કર્યો. તેમણે હિન્દી સિનેમાની ઘણી જાણીતી ફિલ્મો જેવી કે, 'તારે ઝમીન પર', 'રંગ દે બસંતી', 'ભાગ મિલ્ખા ભાગ', 'ફના', 'હમ તુમ' અને 'બ્લેક' માટે યાદગાર ગીતો લખ્યા છે.
Read Original Article →