'ધુરંધર'નો જવાબ આપવા નીકળેલા પાકિસ્તાનનો ફિયાસ્કો:'મેરા લ્યારી' ફિલ્મની માત્ર 22 ટિકિટ વેચાઈ, દર્શકોની નિરસતા જોઈ ઘણા શો રદ કરાયા

Entertainment5/14/2026, 9:52:08 AM
'ધુરંધર'નો જવાબ આપવા નીકળેલા પાકિસ્તાનનો ફિયાસ્કો:'મેરા લ્યારી' ફિલ્મની માત્ર 22 ટિકિટ વેચાઈ, દર્શકોની નિરસતા જોઈ ઘણા શો રદ કરાયા
ભારતમાં ફિલ્મ 'ધુરંધર'ની બ્લોકબસ્ટર સફળતા બાદ પાકિસ્તાન રઘવાયું બન્યું હતું. ફિલ્મમાં કરાચીના લ્યારી વિસ્તારના ગેંગ વોર અને રાજકારણને દર્શાવવામાં આવ્યું હતું. દેશની બદનામી થતી જોઈને પાકિસ્તાને 'ધુરંધર'નો જવાબ આપવા 'મેરા લ્યારી' ફિલ્મ બનાવી છે. જોકે, 'મેરા લ્યારી'એ પહેલાં જ દિવસે ધબડકો કર્યો છે. સિનેમાઘરોમાંથી ઉતારી લેવામાં આવી 'મેરા લ્યારી' ફિલ્મ 8 મે 2016ના રોજ પાકિસ્તાનમાં રિલીઝ થઈ હતી. તેવામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક પેજ 'ઓલ પાકિસ્તાન શોબિઝ સ્ટાર્સ'એ દાવો કર્યો કે, પાકિસ્તાનની ફિલ્મ 'મેરા લ્યારી'ને ખરાબ શરૂઆત બાદ ફૈસલાબાદના તાજ મહેલ સિનેમામાંથી હટાવી દેવામાં આવી છે. ફિલ્મ પહેલા દિવસે માત્ર 22 ટિકિટ જ વેચી શકી. ઓછા દર્શકો આવવાને કારણે આગામી શો પણ રદ કરી દેવામાં આવ્યા છે. 'ધુરંધર'ને જવાબ આપવા ફિલ્મ બનાવી નોંધનીય છે કે, આ ફિલ્મ 'ધુરંધર' અને અન્ય ફિલ્મોને જવાબ આપવા માટે બનાવવામાં આવી હતી. ફિલ્મને કરાચીના લ્યારી વિસ્તારની વાર્તા તરીકે પ્રમોટ કરવામાં આવી હતી. જ્યાં ફિલ્મોમાં ઘણીવાર આ વિસ્તારને અપરાધ અને ગેંગ હિંસા સાથે જોડીને બતાવવામાં આવે છે, ત્યાં 'મેરા લ્યારી'માં સમુદાય, રમતગમત અને યુવાનોના જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મહિલા ફૂટબોલ ખેલાડી પર આધારિત છે ફિલ્મની વાર્તા આ ફિલ્મ મહિલા ફૂટબોલ ખેલાડી પર આધારિત છે. અબુ અલીહાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં આયેશા ઉમર, દનાનીર મોબીન, સામિયા મુમતાઝ અને ટ્રિનેટ લુકાસ છે. ફિલ્મની વાર્તા મહિલા ફૂટબોલ, સમુદાયની એકતા અને લ્યારીમાં યુવા ખેલાડીઓ સામે આવતી પડકારો પર કેન્દ્રિત છે. નિર્માતાઓએ ફિલ્મ દ્વારા વિસ્તારની એક સારી છબી બતાવવાનો પ્રયાસ કર્યો છે. ડિરેક્ટર અબુ અલીહાએ અગાઉ કહ્યું હતું કે ફિલ્મની 80 ટકા કાસ્ટ સ્થાનિક છે, જેમાં ફૂટબોલ ટીમોના સભ્યો પણ સામેલ છે. ફિલ્મને સિંધના સૂચના મંત્રી શરજીલ ઇનામ મેમણનો પણ સપોર્ટ મળ્યો.
Read Original Article →