'લાલા'ને બદનામ કર્યા બાદ નેહલનો 'તારક મહેતા...' પર ગંભીર આરોપ:શોમાં લીડ એક્ટ્રેસના કહેવાથી બળજબરીપૂર્વક રિવિલિંગ ડ્રેસ પહેરાવ્યાનો દાવો
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' અને 'ગંદી બાત 3' ફેમ એક્ટ્રેસ નેહલ વડોલિયાએ ટીવી ઇન્ડસ્ટ્રી છોડવા અંગે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ગુજરાતી ફિલ્મ 'લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે'ના લીડ એક્ટર કરણ જોષી સામે ગંભીર આરોપો લગાવ્યા બાદ હવે એક્ટ્રેસે 'તારક મહેતા' શો પર ગંભીર આરોપ લગાવ્યા છે. 'સુનો ઇન્ડિયા' પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન નેહલ પોતાના જૂના દિવસોને યાદ કરીને રડી પડી. તેણે આરોપ લગાવ્યો કે 'તારક મહેતા'ના સેટ પર તેને જબરદસ્તી એક રિવિલિંગ ડ્રેસ પહેરવા માટે મજબૂર કરવામાં આવી હતી, જેમાં તે ખૂબ જ અસહજ થઈ ગઈ હતી. નેહલે જણાવ્યું કે, ટીવી શોમાં નાના રોલ કરનારા કલાકારોને નીચા દેખાડવામાં આવે છે અને વેબ સિરીઝ આવ્યા પછી પેમેન્ટ પણ ખૂબ ઓછું થઈ ગયું છે. આ જ કારણોસર તેમણે ટીવી છોડીને ઇન્ટિમસી કોઓર્ડિનેટર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું છે. લીડ એક્ટ્રેસના કહેવાથી ડ્રેસ બદલાવી
નેહલ વડોલિયાએ પોડકાસ્ટમાં જણાવ્યું કે 'તારક મહેતા' શોમાં તેણે બબીતાજીની મિત્ર નેહાનો એક નાનો કિરદાર ભજવ્યો હતો. સેટ પર એક-બે દિવસના કિરદારવાળા કલાકારોને પોતાનો ડ્રેસ જાતે ઘરેથી લઈને જવો પડે છે. નેહલ પણ પોતાનો ડ્રેસ લઈને ગઈ હતી અને તેને પહેરીને તૈયાર થઈ ગઈ હતી, પરંતુ તેનો ડ્રેસ શોની લીડ એક્ટ્રેસના ડ્રેસ સાથે મેચ થઈ ગયો. લીડ એક્ટ્રેસના કહેવાથી ક્રૂ મેમ્બર્સે નેહલને તે ડ્રેસ બદલવા અને બીજો ડ્રેસ પહેરવા કહ્યું. અસ્વસ્થ હોવા છતાં દબાણ કર્યું
નેહલે જણાવ્યું કે તેને જે બીજી ડ્રેસ આપવામાં આવી હતી, તે ઘણી બોલ્ડ હતી અને તેમાં તેની ક્લીવેજ દેખાઈ રહી હતી. જ્યારે તેણે ક્રૂ મેમ્બરને કહ્યું કે તે આ ડ્રેસમાં કમ્ફર્ટેબલ નથી અને તેને પહેરવા માંગતા નથી, ત્યારે તેને કહેવામાં આવ્યું કે, 'મેડમનો આદેશ છે, તેથી આ ડ્રેસ પહેરવો જ પડશે.' તેને વાળને આગળ કરીને એડજસ્ટ કરવાની સલાહ આપવામાં આવી. નેહલે કહ્યું કે આટલા મોટા શોમાં પહેલીવાર જવાને કારણે તે દબાણમાં આવી ગઈ અને ડરીને ચૂપ થઈ ગઈ. IPL ક્રિકેટર પર મેસેજ કરવાનો આરોપ લગાવ્યો નેહલ વડોલિયાએ એમ પણ જણાવ્યું કે, 'રાજસ્થાન રોયલ્સ' ટીમના એક છૂટાછેડા લીધેલા ક્રિકેટરે તેને સોશિયલ મીડિયા પર મેસેજ કર્યા હતા. નેહલના મતે, તે ક્રિકેટર તેની સ્ટોરીઝ પર કમેન્ટ કરીને તેને હોટ, સુંદર અને પ્યારી કહેતો હતો. નેહલે જણાવ્યું કે, તેને આ વાતચીતને આગળ વધારવામાં કોઈ રસ નહોતો, તેથી તેણે ક્રિકેટર સાથે સંપર્ક તોડી નાખ્યો અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દીધો. જોકે, નેહલે ઇન્ટરવ્યુમાં આ ક્રિકેટરના નામનો ખુલાસો કર્યો નહોતો. સાઇડ રોલ માટે જ ફિટ માનવામાં આવે છે
એક્ટ્રેસે નાના પાત્રોને મળતી ટ્રીટમેન્ટ પર દુઃખ વ્યક્ત કર્યું. તેણે કહ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર સાઇડ કલાકારોને કહી દેવામાં આવે છે કે તમે ફક્ત 15-20 દિવસવાળા ભાભી કે હીરોની બહેનના રોલ માટે જ યોગ્ય છો, હીરોઇન મટિરિયલ નથી. આ પ્રકારની વાતોથી કલાકારોને નીચું ફીલ કરાવવામાં આવે છે. આ જ ખરાબ વર્તન અને સેટ પર થતા ભેદભાવને કારણે તેણે ટીવી સિરિયલોથી હંમેશા માટે અંતર બનાવી લીધું. , નેહલ વાડોલિયા સંબંધિત આ સમાચાર પણ વાંચો… ‘તારક મહેતા’ ફેમ એક્ટ્રેસ પાસે ગુજરાતી એક્ટરની ગંદી માગ?:નેહલ વડોલિયાએ ‘લાલો’ના કરણ જોષી પર લગાવ્યા ગંભીર આરોપ; ઇન્સ્ટાગ્રામ ચેટ સોશિયલ મીડિયા પર વાઇરલ કરી 'મારું એકાઉન્ટ હેક થયું હતું':'તારક મહેતા' ફેમ એક્ટ્રેસને ગંદા મેસેજ બાબતે 'લાલો' ફેમ કરણ જોષીની સ્પષ્ટતા; કહ્યું- મને ફસાવવા જૂનો મામલો ઉછળાયો 'હું તો સાવ ભોળી હતી, મને ફોસલાવીને મેસેજ ડિલીટ કરાવ્યા':'લાલો'ના કરણ જોષી પર 'તારક મહેતા' ફેમ એક્ટ્રેસનો ફરી ગંભીર આક્ષેપ; વીડિયોમાં ચેટ્સ લીક કર્યા બળજબરીથી કિસ કરવાના આક્ષેપ પર સુભાષ ઘાઈએ મૌન તોડ્યું:ફિલ્મમેકરે લખ્યું, 'અજાણ્યા લોકોને મળતા ડર લાગે છે'; નેહલ વાડોલિયાએ આરોપ લગાવ્યા હતા
Read Original Article →