કંટ્રોલ ઉદય...! 76 વર્ષના નાના પાટેકરે દે ધનાધન ટ્રાઇસેપ માર્યા:જિમમાં ગમછા સાથેનું વર્કઆઉટ સોશિયલ મીડિયા પર છવાયું; શિલ્પા શેટ્ટી પણ ફિટનેસની દિવાની બની

Entertainment4/30/2026, 6:53:16 AM
કંટ્રોલ ઉદય...! 76 વર્ષના નાના પાટેકરે દે ધનાધન ટ્રાઇસેપ માર્યા:જિમમાં ગમછા સાથેનું વર્કઆઉટ સોશિયલ મીડિયા પર છવાયું; શિલ્પા શેટ્ટી પણ ફિટનેસની દિવાની બની
76 વર્ષીય એક્ટર નાના પાટેકરનો જીમમાં ટ્રાઇસેપ ડિપ્સ કરતો વીડિયો સામે આવ્યો છે, જેને ફોટોગ્રાફર-પ્રોડ્યુસર અતુલ કાસબેકરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો. અતુલ કાસબેકર દ્વારા પોસ્ટ કરાયેલી રીલમાં નાના પાટેકર આછા ભૂરા કલરના શોર્ટ્સ અને સફેદ બનિયાનમાં જોવા મળે છે. ગળામાં ગમછો નાખીને તેઓ કોઈ પણ મુશ્કેલી વિના ટ્રાઇસેપ ડિપ્સ કરે છે. અતુલે દાવો કર્યો કે નાનાએ કુલ 15 ડિપ્સ કર્યા, જોકે રેકોર્ડિંગ થોડું મોડું શરૂ થયું હતું. અતુલે પોસ્ટના કેપ્શનમાં તેમની ફિટનેસના વખાણ કરતા લખ્યું કે નાનાએ તેમને પોતાના ફિટનેસ ગોલ્સ ફરીથી નક્કી કરવા મજબૂર કર્યા. શિલ્પા શેટ્ટી-બાદશાહે વખાણ કર્યા નાનાનો વીડિયો સામે આવતા ઘણા યુઝર્સે તેમની ઉંમરમાં આ લેવલની ફિટનેસ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. કેટલાક સેલેબ્સે પોતાની પ્રતિક્રિયા આપી. શિલ્પા શેટ્ટીએ ક્લેપ ઇમોજી સાથે તેમની ફિટનેસના વખાણ કર્યા. સિંગર બાદશાહે "OG" લખ્યું. એક્ટર રાહુલ દેવ અને વિનીત સિંહે પણ તેમના ફિટનેસ લેવલના વખાણ કર્યા. નાનાએ તાજેતરમાં OTT ડેબ્યૂ કર્યું વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, નાના પાટેકરે તાજેતરમાં પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત વેબ સિરીઝ 'સંકલ્પ' સાથે પોતાનું OTT ડેબ્યૂ કર્યું છે. આ વેબ સિરીઝ એમેઝોન MX પ્લેયર પર 11 માર્ચ 2026 ના રોજ રિલીઝ થઈ હતી. આ ઉપરાંત નાના ફિલ્મ ‘ઓ રોમિયો’માં પણ જોવા મળ્યા હતા. ફિલ્મમાં તેમણે ઇસ્માઇલ ખાન નામના એક પોલીસ અધિકારીનો કિરદાર ભજવ્યો હતો. મૂવી 13 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી.
Read Original Article →