VIDEO: સ્કૂલના વિદ્યાર્થીનું નીતા અંબાણીને સાસુ જેવું મહેણું!:મુંબઈ ઈન્ડિયન્સની એવી મજાક કરી કે ટીમની માલકણે હસતાં-હસતાં ચહેરો છુપાવ્યો, રિએક્શન વાઇરલ

Sports5/25/2026, 8:35:56 AM
VIDEO: સ્કૂલના વિદ્યાર્થીનું નીતા અંબાણીને સાસુ જેવું મહેણું!:મુંબઈ ઈન્ડિયન્સની એવી મજાક કરી કે ટીમની માલકણે હસતાં-હસતાં ચહેરો છુપાવ્યો, રિએક્શન વાઇરલ
ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલની ગ્રેજ્યુએશન સેરેમની સામાન્ય રીતે ભાવનાત્મક યાદો, પ્રેરણાદાયી સંદેશાઓ અને ભવિષ્યના સપનાઓથી ભરેલા હોય છે. પરંતુ આ વખતે DAISના સ્ટેજ પર એક વિદ્યાર્થીએ એવો ક્રિકેટિંગ તડકો લગાવ્યો કે આખું ઓડિટોરિયમ હાસ્યથી ગુંજી ઊઠ્યું. સૌથી ખાસ વાત એ રહી કે જેમના પર મજાક કરવામાં આવી હતી, તે નીતા અંબાણી પોતે પણ પોતાનું હસવું રોકી શક્યા નહીં. ક્લાસ ઓફ 2026ના સેરેમનીનો વીડિયો વાઇરલ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલના 'ક્લાસ ઓફ 2026'ના ગ્રેજ્યુએશન સમારોહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. વાઇરલ થવાનું કારણ શાળાના હેડ બોયની એ મજાકમાં એક ટોણો મર્યો, જેમાં તેણે અંબાણી પરિવારની IPL ટીમ ‘મુંબઈ ઈન્ડિયન્સ’નો ઉલ્લેખ કરીને એવો પંચ માર્યો કે હોલમાં બેઠેલા તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા. તેની સ્પીચ દરમિયાન વિદ્યાર્થી શાળાની સફર, મિત્રતા અને ભવિષ્યના પડકારો વિશે વાત કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે અચાનક કહ્યું- આપણી પ્રિય મુંબઈ ઈન્ડિયન્સની જેમ, જિંદગીમાં પણ કેટલીક મુશ્કેલ સીઝન આવશે. બસ, આ સાંભળતા જ ઓડિટોરિયમમાં જોરદાર તાળીઓ અને હાસ્યના ફુવારા ઊડ્યા હતા. કેમેરા તરત જ શાળાના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી તરફ ગયો, જે પોતે હસતાં હસતાં પોતાનો ચહેરો છુપાવતા જોવા મળ્યા. મજાક પાછળ છુપાયેલો હતો મોટો સંદેશ જોકે, આ માત્ર એક સામાન્ય મજાક નહોતી. વિદ્યાર્થીએ તરત જ પોતાની વાતને જીવનના એક મોટી શીખ સાથે જોડી દીધી હતી. તેણે આગળ કહ્યું કે- “જીવનમાં એવો સમય પણ આવશે જ્યારે મહેનત પ્રમાણે પરિણામ નહીં મળે અને દરેક વસ્તુ પર સવાલો ઉભા થશે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સની જેમ જ આપણે આપણી ઓળખ, વારસો અને આપણા લોકો પરનો ભરોસો ક્યારેય છોડવો જોઈએ નહીં.” વિદ્યાર્થીએ તેના ભાષણનો અંત પણ મુંબઈ ઈન્ડિયન્સના પ્રખ્યાત નારા 'દુનિયા હિલા દેંગે હમ' સાથે કર્યો હતો. આ સાંભળીને નીતા અંબાણીએ હસતાં હસતાં ઊભા થઈને તાળીઓ પાડી હતી અને આખો હોલ ચિયર્સથી ગુંજી ઉઠ્યો હતો. પીવી સિંધુ મુખ્ય અતિથિ તરીકે હાજર રહી હતી આ ખાસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ હાજર રહી હતી. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચા આ હેડ બોયની થઈ રહી છે, જેણે પોતાની હાજરજવાબી અને આત્મવિશ્વાસથી માત્ર થોડી જ સેકન્ડોમાં આ સમારોહને કાયમને માટે યાદગાર બનાવી દીધો. IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સનું નિરાશાજનક પ્રદર્શન 5 વખતની ચેમ્પિયન રહી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026ની સીઝન કોઈ દુઃસ્વપ્નથી ઓછી નથી રહી. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી હેઠળ રમી રહેલી આ ટીમ શરૂઆતથી જ લય મેળવવા માટે સંઘર્ષ કરતી જોવા મળી હતી. પોઇન્ટ્સ ટેબલમાં છેલ્લેથી બીજું સ્થાન: મુંબઈ ઈન્ડિયન્સે આ સીઝનમાં રમેલી કુલ 14 લીગ મેચોમાંથી માત્ર 4 મેચમાં જીત મેળવી શકી છે, જ્યારે 10 મેચમાં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. માત્ર 8 પોઇન્ટ્સ અને નકારાત્મક નેટ રન રેટ (-0.584) સાથે ટીમ 10 ટીમોના પોઇન્ટ્સ ટેબલમાં 9મા ક્રમે રહીને પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ગઈકાલે જ (24 મે) પોતાની છેલ્લી લીગ મેચમાં પણ રાજસ્થાન રોયલ્સ સામે મુંબઈનો 30 રને પરાજય થયો હતો.
Read Original Article →