સમય રૈના પર ભડક્યા મુકેશ ખન્ના:કહ્યું- 'શક્તિમાન'નું અપમાન કર્યું, મોં કાળું કરી તને ગધેડા પર ફેરવવો જોઈએ

Entertainment4/9/2026, 8:41:13 AM
સમય રૈના પર ભડક્યા મુકેશ ખન્ના:કહ્યું- 'શક્તિમાન'નું અપમાન કર્યું, મોં કાળું કરી તને ગધેડા પર ફેરવવો જોઈએ
એક્ટર મુકેશ ખન્ના કોમેડિયન સમય રૈના પર ભડક્યા અને બુધવારે તેણે એક એડિટેડ તસવીર શેર કરી, જેમાં સમય રૈનાને ગધેડા પર બેઠેલા દર્શાવવામાં આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે- સમય રૈના તું ફક્ત ગધેડા પર બેસવાને લાયક છે!! એ પણ મોઢું કાળું કરીને. તસવીર સાથે મુકેશ ખન્નાએ ઇન્સ્ટાગ્રામ પર આ લખ્યું- ‘કૂતરાની પૂંછડી વાંકી જ રહે છે. તેને લાખ શીશીઓમાં રાખો. બહાર કાઢો, ફરી વાંકીની વાંકી!! સમય રૈનાની પણ એક પૂંછડી છે. ગમે તેટલું મારો, સીધું કરો, તે પાછી વાંકી થઈ જાય છે કારણ કે તે સીધો-સાદો પ્રાણી નથી. તે રોસ્ટેડ પ્રાણી છે.’ તેમણે આગળ લખ્યું, 'ગંદકીની આગમાં સળગાવેલું, રાંધેલું. આખા દેશે તેને ઠપકો આપ્યો, માર્યો, પછી તે નિર્લજ્જની જેમ માર ખાવા પાછો આવ્યો. હવે એક જ વસ્તુ બાકી છે. તેનું મોં કાળું કરીને ગધેડા પર બેસાડીને આખા દેશમાં, ગામમાં તેની પરેડ કરાવવી જોઈએ. જ્યાં બાળકો તેને ઇંડા, ટામેટાં મારે કારણ કે તેણે તેમના સુપરહીરો શક્તિમાનનું અપમાન કર્યું છે!!! જાણો શું છે આખો મામલો? તાજેતરમાં સમય રૈનાએ તેના વીડિયો 'સ્ટિલ આઈ લવ'માં 2025ના 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' વિવાદને લઈને ટીકા કરનારાઓ પર ટિપ્પણી કરી હતી. જેના પર તેણે મુકેશ ખન્ના અને તેના શો શક્તિમાન વિશે કહ્યું હતું કે, ‘શક્તિમાન કોમેન્ટ કરવા આવી ગયો હતો યાર. શક્તિમાન સાથે કેવી રીતે લડી શકું યાર? શક્તિમાન કહી રહ્યો હતો કે આ કન્ટેન્ટની બાળકો પર શું અસર પડશે, આ કન્ટેન્ટ જોઈને બાળકોનું શું થશે. મને ખબર નથી, તમારામાંથી કેટલા લોકો શક્તિમાન યુગમાં ટીવી જોતા હતા. દર બીજા મહિને સમાચાર આવતા હતા કે કોઈ બાળક શક્તિમાન જોઈને બિલ્ડિંગ પરથી કૂદી પડ્યું. તેં બાળકોને માર્યા છે ભાઈ, તું શું મોરલ હાઈ ગ્રાઉન્ડ લઈને બેઠો છે?’
Read Original Article →