4 વર્ષ બાદ મૌની રોયના લગ્ન જીવનમાં ભંગાણ:પતિ સૂરજ નાંબિયાર સાથે છૂટાછેડાની પુષ્ટિ કરી, કહ્યું- 'બદલાતી પ્રાથમિકતાઓને લીધે રસ્તા અલગ કર્યાં'

Entertainment5/14/2026, 2:00:46 PM
4 વર્ષ બાદ મૌની રોયના લગ્ન જીવનમાં ભંગાણ:પતિ સૂરજ નાંબિયાર સાથે છૂટાછેડાની પુષ્ટિ કરી, કહ્યું- 'બદલાતી પ્રાથમિકતાઓને લીધે રસ્તા અલગ કર્યાં'
બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય હાલમાં તેના લગ્ન જીવનને લઈને ચર્ચામાં છે. પતિ સૂરજ નાંબિયારને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી અનફોલો કર્યા બાદથી જ ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે, હવે મૌની અને સૂરજે છૂટાછેડાની પુષ્ટિ કરી છે. બંનેએ લાંબી પોસ્ટ શેર કરીને ચાહકોને અલગ થવાના સમાચાર આપ્યા છે. 'અમે અલગ થવાનો નિર્ણય લીધો છે' મૌની રોય અને સૂરજ નાંબિયારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'અમે મીડિયાના કેટલાક વર્ગો દ્વારા અમારા અંગત જીવનમાં બિનજરૂરી અને દખલગીરીભર્યા ધ્યાન પર નિરાશા વ્યક્ત કરીએ છીએ. અમે જણાવવા માંગીએ છીએ કે અમે અલગ થવાનો નિર્ણય લીધો છે અને આ બાબતોને ખાનગી રીતે અને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા માટે જરૂરી સમય લઈ રહ્યા છીએ.' 'પરસ્પર આદર સાથે અલગ થવાનું પસંદ કર્યું છે' મૌનીએ આગળ લખ્યું, 'કાલ્પનિક વાર્તાઓ અને ઘસી કાઢેલા જૂઠાણાં ફેલાવીને અમારા અંગત જીવનને સનસનીખેજ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે અમારા સંબંધોની વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરતા નથી. બદલાતી જતી અંગત પ્રાથમિકતાઓ પર વિચાર કર્યા પછી, અમે પરસ્પર આદર અને સમજણ સાથે અલગ રસ્તે આગળ વધવાનું પસંદ કર્યું છે.' 'અમારી મિત્રતા જાળવી રાખીશું' 'આ તબક્કે, અમારું ધ્યાન આ તબક્કાને વિચારપૂર્વક અને ખાનગી રીતે પસાર કરવા પર છે. અમે આગામી સમયમાં પણ અમારી મિત્રતા જાળવી રાખવાનો પ્રયાસ કરીશું. અમે તમારી સમજણ, અમારી પ્રાઇવસી પ્રત્યેના આદર અને આ સમય દરમિયાન અમને મળેલા સતત સમર્થનની નિષ્ઠાપૂર્વક પ્રશંસા કરીએ છીએ. મૌની અને સૂરજ' સ્ટોરી શેર કરી અફવા ન ફેલાવવા અપીલ કરી હતી મૌનીએ એક દિવસ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શરે કરીને લખ્યું હતું, 'તમામ મીડિયા હાઉસને નમ્ર વિનંતી છે કે તેઓ ખોટા સમાચાર ન ફેલાવે. કૃપા કરીને અમને જગ્યા (સ્પેસ) અને ગોપનીયતા (પ્રાઇવસી) આપો.' અનફોલો કરવા અને ફોટો ડિલીટ કરવાથી શરૂ થઈ ચર્ચા વિવાદિત છૂટાછેડાના આ સમાચાર ત્યારે શરૂ થયા, જ્યારે ચાહકોએ જોયું કે, મૌની અને સૂરજે ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. વાત માત્ર અનફોલો કરવા પૂરતી સીમિત ન રહી, સૂરજે પોતાની પ્રોફાઇલ પરથી લગ્નની ઘણી જૂની તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. વિવાદ વધતા સૂરજે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જ ડિએક્ટિવેટ કરી દીધું છે. 2022માં ગોવામાં થયા હતા લગ્ન મૌની રોય અને સૂરજ નાંબિયારે 27 જાન્યુઆરી 2022ના રોજ ગોવામાં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ લગ્નમાં મલયાલી અને બંગાળી બંને પરંપરાઓનું પાલન કરવામાં આવ્યું હતું. સૂરજ દુબઈ સ્થિત બિઝનેસમેન છે અને બંને લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી લગ્નના બંધનમાં બંધાયા હતા. મૌની રોય પાસે ઘણી ફિલ્મો છે વર્ષ 2025માં મૌની રોય ફિલ્મ 'ભૂતની'માં જોવા મળી હતી. ટૂંક સમયમાં તે તમિલ ફિલ્મ 'વિશ્વંભરા'માં કેમિયો કરતી જોવા મળશે. આ ઉપરાંત તે 'હે જવાની તો ઇશ્ક હોના હૈ' અને 'ધ વાઇવ્સ' જેવી ફિલ્મોમાં જોવા મળશે.
Read Original Article →