મૌની રોયના સુખી સંસારમાં ભંગાણ?:પતિને અનફોલો કરી ઈન્સ્ટાગ્રામ પરથી તમામ યાદો ભૂંસી નાખી; 4 વર્ષ પહેલા ગોવામાં કર્યા હતા લગ્ન
બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય છૂટાછેડાની અફવાઓને કારણે ચર્ચામાં છે. તેણે સોશિયલ મીડિયા પરથી પતિને અનફોલો કરીને છૂટાછેડાના સમાચારોને વેગ આપ્યો છે. આ કપલ લાંબા સમયથી એકબીજા સાથે જાહેરમાં જોવા મળ્યું નથી. આ દરમિયાન મૌની રોયની સોશિયલ મીડિયા ફોલોવિંગ અને ફોલોઅર્સ લિસ્ટ જોતા સામે આવ્યું કે તે પતિ સૂરજ નામ્બિયારને ફોલો નથી કરી રહી. ઉપરાંત, તેનો પતિ પણ તેને ફોલો કરતો નથી. જોકે, એ સ્પષ્ટ નથી કે આ સિલસિલો પહેલેથી ચાલી રહ્યો છે કે કપલે તાજેતરમાં એકબીજાને અનફોલો કર્યા છે. મૌનીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તપાસતા સામે આવ્યું છે કે તેણે પતિ સાથે પોસ્ટ કરેલી તમામ તસવીરો હટાવી દીધી છે. વર્ષ 2024 સુધીમાં તેના એકાઉન્ટમાં પતિની કોઈ તસવીર જ નથી. સુરજનું ઇન્સ્ટાગ્રામ તપાસતા સામે આવ્યું કે તે સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ નથી. તેણે મૌની સાથે છેલ્લી પોસ્ટ 2024માં પોસ્ટ કરી હતી, ત્યારબાદ તેના એકાઉન્ટની છેલ્લી પોસ્ટ એપ્રિલ 2025ની છે. 2022માં મૌની-સુરજના લગ્ન થયા હતા મૌની રોયે 22 જાન્યુઆરી 2022ના રોજ બિઝનેસમેન સુરજ સાથે ગોવામાં લગ્ન કર્યા હતા. આ લગ્ન મલયાલી રીતિ-રિવાજો અનુસાર થયા હતા. આ પછી મૌનીએ સોશિયલ મીડિયા પર પતિ સાથે વેકેશનની ઘણી સુંદર તસવીરો પણ શેર કરી હતી. મૌની રોય પાસે ઘણી ફિલ્મો છે વર્ષ 2025માં મૌની રોય ફિલ્મ ‘ભૂતની’માં જોવા મળી હતી. ટૂંક સમયમાં તે તમિલ ફિલ્મ ‘વિશ્વંભરા’માં કેમિયો કરતી જોવા મળશે. ઉપરાંત, તે 'હે જવાની તો ઇશ્ક હોના હૈ' અને 'ધ વાઇવ્સ' જેવી ફિલ્મોમાં જોવા મળશે.
Read Original Article →