કાનમાં મૌની રોયનું 'બ્લેક મેજિક'!:મિની ડ્રેસમાં લોકોને દેખાડ્યો 'ડ્રિવોર્સ ગ્લો'; ચાર દિવસ પહેલા છૂટાછેડાની જાહેરાત કરી હતી
પતિ સૂરજ નાંબિયારથી અલગ થવાની જાહેરાત કર્યાના બરાબર ચાર દિવસ પછી, એક્ટ્રેસ મૌની રોય કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી ગઈ છે. 18 મેના રોજ, તેણે ઇન્સ્ટાગ્રામ પર તેના પહેલા લુકની તસવીરો શેર કરી છે. તેણે તેની સાથે કેપ્શન લખ્યું, 'કાન અને અફરાતફરી, બોન્જોર'. કાન 2026માં પહેલા લુક માટે, મૌની રોયે ક્લાસિક અને મોડર્ન સ્ટાઇલ પસંદ કરી. તેણે સફેદ હોલ્ટર નેક કોલરવાળી બ્લેક શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. તેની સાથે તેણે ખભા પર ઓવરસાઇઝ્ડ બ્લેક ટ્રેન્ચ કોટ કેરી કર્યો હતો. મૌની અહીં તેના નવા પ્રોજેક્ટ 'બોમ્બે સ્ટોરીઝ'ના પ્રમોશન માટે પહોંચી છે. જુઓ કાનમાં મૌનીની તસવીરો.… બોમ્બે સ્ટોરીઝ પ્રોજેક્ટ માટે કાન પહોંચી
મૌની રોય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના આગામી પ્રોજેક્ટ 'બોમ્બે સ્ટોરીઝ'ને પ્રદર્શિત કરવા પહોંચી છે. આ પ્રોજેક્ટ લેખક સાદત હસન મંટોના કામ પર આધારિત એક સટાયર છે. મૌની માટે આ પ્લેટફોર્મ એટલા માટે પણ ખાસ છે કારણ કે તે આ પહેલા વર્ષ 2023 અને 2025માં પણ કાનના રેડ કાર્પેટ પર ભાગ લઈ ચૂકી છે. છેલ્લા વર્ષોમાં જ્યાં તેનો લુક હાઈ-ફેશન ડ્રામાથી ભરપૂર હતો, ત્યાં આ વર્ષનો લુક તેની મજબૂત પર્સનલ સ્ટાઈલ દર્શાવે છે. ચાર દિવસ પહેલા જ કરી હતી છૂટાછેડાની જાહેરાત
તસવીરો પોસ્ટ કરવાના બરાબર ચાર દિવસ પહેલા એટલે કે 14 મેના રોજ મૌની અને સૂરજ એક કોલેબ પોસ્ટ કરી હતી, જેમાં બંનેએ તેના ચાર વર્ષના લગ્ન સંબંધને સમાપ્ત કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ મુશ્કેલ સમયમાં મૌનીએ મીડિયા અને ચાહકોને ગોપનીયતા અને સન્માન જાળવી રાખવા અપીલ કરી હતી. તેણે લોકોને તેના સંબંધો વિશે ખોટી વાર્તાઓ ન બનાવવા વિનંતી પણ કરી હતી. અંગત જીવનમાં ચાલી રહેલા આ બદલાવ વચ્ચે પોતાના કામને પ્રાથમિકતા આપવી તેની કારકિર્દી પ્રત્યેના સમર્પણને દર્શાવે છે. વર્ષ 2022માં બંનેના લગ્ન થયા હતા મૌની રોય અને સૂરજ નાંબિયારના લગ્ન જાન્યુઆરી 2022માં ગોવામાં થયા હતા. બંનેના લગ્ન બંગાળી અને સાઉથ ઇન્ડિયન રીતિ-રિવાજોથી થયા હતા, જેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયા હતા. બંનેની મુલાકાત વર્ષ 2018માં દુબઈના એક ક્લબમાં થઈ હતી, ત્યારબાદ તેણે લગભગ ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. લગ્નના ચાર વર્ષ પૂરા થાય તે પહેલા જ બંનેએ ગયા અઠવાડિયે એક સંયુક્ત નિવેદન બહાર પાડીને છૂટાછેડાની જાહેરાત કરી હતી.
Read Original Article →