જાતીય સતામણી કેસમાં સાઉથ ડિરેક્ટરને 3 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયો:SIT આરોપોની ઊંડાણપૂર્વક તપાસ કરશે; દર 24 કલાકે મેડિકલ ટેસ્ટના આદેશ

Entertainment4/4/2026, 11:33:34 AM
જાતીય સતામણી કેસમાં સાઉથ ડિરેક્ટરને 3 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયો:SIT આરોપોની ઊંડાણપૂર્વક તપાસ કરશે; દર 24 કલાકે મેડિકલ ટેસ્ટના આદેશ
પ્રખ્યાત મલયાલમ ફિલ્મ ડિરેક્ટર રણજીત બાલકૃષ્ણનને જાતીય સતામણીના આરોપોમાં ત્રણ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ આદેશ શનિવારે કોચી મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટે પોલીસની અરજી સ્વીકારીને જારી કર્યો. પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT) હવે કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરશે. SIT ઊંડાણપૂર્વક તપાસ કરશે પોલીસની SIT હવે સેટ પર હાજર કર્મચારીઓ, સાક્ષીઓ અને સાધનોના પુરાવાની તપાસ કરી રહી છે, જેથી સ્પષ્ટ ચિત્ર સામે આવી શકે. આ ઉપરાંત ફિલ્મ જગતની સંસ્થાઓએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે અને ઇન્ડસ્ટ્રીમાં સુરક્ષા તથા ફરિયાદ તંત્રના અમલીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. એક્ટ્રેસે ગંભીર આરોપ લગાવ્યા ANIના રિપોર્ટ અનુસાર, આ મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે એક એક્ટ્રેસે આરોપ લગાવ્યો કે, રણજીતે ફિલ્મના શૂટ દરમિયાન એક કેરવાન (વેન)ની અંદર તેની સાથે જાતીય સતામણીનો પ્રયાસ કર્યો. ફરિયાદના આધારે 28 માર્ચે FIR નોંધવામાં આવી અને કોચી પોલીસે તેના પર ગંભીર આરોપોનો કેસ બનાવ્યો. દર 24 કલાકે મેડિકલ તપાસ કરવાનો આદેશ પોલીસે દાવો કર્યો કે, પ્રાથમિક તપાસમાં આરોપો અને પુરાવા પર્યાપ્ત જણાયા, જેના પછી જ રણજીતની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે પોલીસની દલીલોને ધ્યાનમાં રાખીને તેમને સોમવાર સાંજ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે, જેથી પૂછપરછ અને પુરાવા એકત્ર કરવાનું કામ ચાલુ રાખી શકાય. રણજીતનું સ્વાસ્થ્ય પણ હવે ચર્ચાનો વિષય બની ગયું છે. તેની વકીલ ટીમે કોર્ટમાં દલીલ કરી કે ધરપકડ કરતી વખતે યોગ્ય પ્રક્રિયાનું પાલન થયું નથી અને તેના ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓ (જેમ કે લિવર ટ્રાન્સપ્લાન્ટ અને અગાઉની સ્પાઇનલ સર્જરી)ને કારણે કસ્ટડીમાં સ્વાસ્થ્યનું જોખમ થઈ શકે છે. જોકે, કોર્ટે પોલીસ કસ્ટડીની મંજૂરી આપી, સાથે જ નિર્દેશ આપ્યો કે, દર 24 કલાકે તેમની મેડિકલ તપાસ કરવામાં આવે. 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે ડિરેક્ટર રણજીત પહેલાથી જ એર્નાકુલમ સબ જેલમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે અને તેમની જામીન અરજી આગામી સુનાવણી માટે સોમવાર/મંગળવારે રજૂ કરવામાં આવશે. તેમના વકીલનું કહેવું છે કે, તેઓ આ મામલે નિર્દોષ છે અને આરોપોને ખોટા અને ષડયંત્રનો ભાગ ગણાવ્યા છે. શું છે આખો વિવાદ? સાઉથ એક્ટ્રેસે તાજેતરમાં ફિલ્મની ICC (ઇન્ટરનલ કમ્પ્લેઇન્ટ્સ કમિટી)ને જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. એક્ટ્રેસની ફરિયાદ અનુસાર, ડિરેક્ટર રણજીત બાલાક્રિષ્નન 30 જાન્યુઆરીના રોજ એક ફિલ્મ શૂટિંગ દરમિયાન તેની વેનિટી વેનમાં આવ્યા અને જાતીય સતામણીનો પ્રયાસ કર્યો. કમિટીએ આ મામલો કેરળ પોલીસને સોંપ્યો.આ મામલાની શરૂઆતની તપાસને સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવી હતી. એક્ટ્રેસનું નિવેદન પણ ગુપ્ત રીતે નોંધવામાં આવ્યું હતું. ડિરેક્ટર વિરુદ્ધ આ પ્રકારની અનેક ફરિયાદો આ કેસ પહેલા પણ રણજીત બાલાક્રિષ્નન વિરુદ્ધ આવી ઘણી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. 2024માં બંગાળી એક્ટ્રેસ શ્રીલેખા મિત્રાએ તેમના પર ખોટી રીતે સ્પર્શ કરવાનો આરોપ લગાવ્યો હતો. એક્ટ્રેસે 23 ઓગસ્ટ 2024ના રોજ હેમા કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, વર્ષ 2009માં ફિલ્મ 'પલેરી માણિક્યમ: ઓરુ પાથિરાકોલાપાથકથિંતે' કથાના ઓડિશન માટે ડિરેક્ટરે તેને ફ્લેટમાં બોલાવી અને ખોટી રીતે સ્પર્શ કર્યો. ત્યારે ડિરેક્ટરે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ઓક્ટોબર 2025માં કેરળ હાઈકોર્ટે એમ કહીને કેસ રદ કરી દીધો કે, ફરિયાદ ઘણી મોડી કરવામાં આવી છે. ઉપરાંત, ઓક્ટોબર 2024માં પણ 31 વર્ષના એક્ટરે ડિરેક્ટર રણજીત પર જાતીય સતામણીના આરોપો લગાવતા ફરિયાદ નોંધાવી હતી. તેનો આરોપ હતો કે વર્ષ 2012માં શૂટિંગ દરમિયાન ડિરેક્ટરે એક્ટરને હોટલમાં જબરદસ્તી દારૂ પીવડાવ્યો અને જાતીય સતામણી કરી. જુલાઈ 2025માં આ મામલો પણ કર્ણાટક હાઈકોર્ટે રદ કરી દીધો હતો.
Read Original Article →