'સુષ્મિતા સેન 'ગોલ્ડ ડિગર' નહીં, હું ખર્ચાળ બોયફ્રેન્ડ હતો':લલિત મોદીએ એક્સ ગર્લફ્રેન્ડ પર લાગતા આરોપ પર મૌન તોડ્યું, કહ્યું- દરેક જગ્યાએ તે જ પેમેન્ટ કરતી

Entertainment6/2/2026, 4:48:32 AM
'સુષ્મિતા સેન 'ગોલ્ડ ડિગર' નહીં, હું ખર્ચાળ બોયફ્રેન્ડ હતો':લલિત મોદીએ એક્સ ગર્લફ્રેન્ડ પર લાગતા આરોપ પર મૌન તોડ્યું, કહ્યું- દરેક જગ્યાએ તે જ પેમેન્ટ કરતી
બિઝનેસમેન અને પૂર્વ IPL ચેરમેન લલિત મોદીએ તાજેતરમાં તેની એક્સ ગર્લફ્રેન્ડ સુષ્મિતા સેનને ખાસ ગણાવી હતી. સાથે જ તેણે એક્ટ્રેસ પર લાગેલા 'ગોલ્ડ ડિગર'ના આરોપોને નકારી કાઢતા કહ્યું કે- તે મારી દરેક વસ્તુનું પેમેન્ટ કરતી હતી. લલિત મોદીએ કહ્યું કે- સુષ્મિતા તેના જીવનનો ખૂબ જ ખાસ હિસ્સો રહી છે. તેણે કહ્યું, 'સુષ્મિતાએ મને ઘણું શીખવ્યું અને મારા વ્યક્તિત્વને નિખારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અમારા વચ્ચે ખૂબ જ સુંદર સંબંધ હતો, પરંતુ અંતર અને કારકિર્દીના કારણે અમે સાથે રહી શક્યા નહીં.' તેણે સુષ્મિતાના ખૂબ વખાણ કરતા કહ્યું કે તે આજે પણ તેની ખૂબ સારી મિત્ર છે. લલિતે કહ્યું, 'તે એક શાનદાર મહિલા છે. સિંગલ મધર તરીકે તેની બંને દીકરીઓ રેની અને અલીશાનો સારી રીતે ઉછેર કર્યો છે. હું હંમેશા તેની સિદ્ધિઓ જોઈને આશ્ચર્યચકિત થઈ જાઉં છું.' પોતાને સુષ્મિતાનો 'કેપ્ટ બોયફ્રેન્ડ' ગણાવ્યો સુષ્મિતાને 'સેલ્ફ-મેડ વુમન' ગણાવતા લલિત મોદીએ કહ્યું, 'તે એક ખૂબ જ ધનિક મહિલા છે. તેણે આ બધું પોતાના દમ પર હાંસલ કર્યું છે. એવું ક્યારેય બન્યું નથી કે હું સુષ્મિતા સાથે ક્યાંક બહાર ગયો હોઉં અને મારે કોઈ વસ્તુની ચુકવણી કરવી પડી હોય. તે દરેક વસ્તુનું પેમેન્ટ કરતી હતી. હું તો જાણે એક કેપ્ટ બોયફ્રેન્ડ હતો.' સુષ્મિતા અને લલિતના સંબંધોના સમાચાર પછી, સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે એક્ટ્રેસને 'ગોલ્ડ ડિગર' કહેતા હતા. આના પર લલિત મોદીએ ટ્રોલર્સને જવાબ આપતા કહ્યું કે, '"તે એક 'સેલ્ફ-મેડ વુમન' છે અને તે ક્યારેય કોઈ પાસેથી કંઈ સ્વીકારશે નહીં. તેથી જ્યારે કોઈ કહે છે કે તે 'ગોલ્ડ ડિગર' છે, તો ના. લલિત જ 'ડાયમંડ ડિગર' હતો, જેટલી તે ગોલ્ડ ડિગર નહોતી, તેનાથી ક્યાંય વધારે હું ડાયમંડ ડિગર હતો. જ્યાં સુધી તેનો સવાલ છે, હું આશા રાખતો હતો કે હું તેનો ડાયમંડ ડિગર બનું, કારણ કે તે ખરેખર એક ડાયમંડ હતી।"' લલિત મોદીએ એ પણ જણાવ્યું હતું કે સુષ્મિતા સાથે પોતાના સંબંધોની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા પહેલા તેણે એક્ટ્રેસને જણાવ્યું હતું. જોકે સુષ્મિતાને લાગ્યું નહોતું કે તે ખરેખર પોસ્ટ કરી દેશે. પોસ્ટ વાઇરલ થયા પછી બંને તે વર્ષે દુનિયામાં સૌથી વધુ ગૂગલ કરવામાં આવતા લોકોમાં સામેલ થઈ ગયા હતા. 2022માં સંબંધોની જાહેરાત કરી હતી જુલાઈ 2022માં લલિત મોદીએ સોશિયલ મીડિયા પર સુષ્મિતા સેન સાથે પોતાની તસવીરો શેર કરીને સંબંધનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો. ફેબ્રુઆરી 2025માં લલિત મોદીએ એક વીડિયો પોસ્ટ દ્વારા સુષ્મિતા સેન સાથેના પોતાના બ્રેકઅપની પુષ્ટિ કરી હતી અને પોતાની નવી પાર્ટનર રીમા બોરી વિશે જણાવ્યું હતું.
Read Original Article →