કિયારાએ યશ સાથેના બોલ્ડ રોમેન્ટિક સીન્સ હટાવવાની માંગ કરી?:'ટોક્સિક' ફિલ્મને લઈ ચર્ચાઓએ જોર પકડ્યું, એક્ટ્રેસે સ્પષ્ટતા કરી
KGF સ્ટાર યશની આગામી ફિલ્મ 'ટોક્સિક'માં બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. તાજેતરમાં ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, કિયારાએ યશ સાથેના કેટલાક રોમેન્ટિક અને બોલ્ડ સીન્સને ટૂંકા કરવા અથવા દૂર કરવાની માંગ કરી છે. આ ચર્ચાઓએ જોર પકડતા એક્ટ્રેસે સ્પષ્ટતા કરી છે. તેણે આ ચર્ચાઓને ખોટી ગણાવીને છે. બોલ્ડ સિન જોઈને કિયારા અસ્વસ્થ થઈ ગઈ હોવાનો દાવો એવો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે, કિયારાએ યશ સાથે એક 'બોલ્ડ રોમેન્ટિક સિક્વન્સ' શૂટ કર્યો હતો. ફાઇનલ આઉટપુટ જોયા પછી, કિયારા અસ્વસ્થ થઈ ગઈ અને તેણે મેકર્સને તેને ટ્રિમ કરવાની વિનંતી કરી. હવે કિયારાએ સોશિયલ મીડિયા પર આવી જ પોસ્ટને રી-શેર કરતા લખ્યું, "બિલકુલ બકવાસ". તેણે આ પ્રકારના તમામ સમાચારોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. ફિલ્મમાં યશનો ડબલ રોલ
ગીતુ મોહનદાસના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં યશ 'રાયા' અને 'ટિકટ' નામના બે અલગ-અલગ પાત્રો (ડબલ રોલ)માં જોવા મળશે. ફિલ્મમાં કિયારા અડવાણીના પાત્રનું નામ 'નાદિયા' છે. આ ગેંગસ્ટર ડ્રામામાં નયનતારા, હુમા કુરેશી, તારા સુતારિયા અને રુક્મિણી વસંત જેવા સ્ટાર્સ પણ મહત્વની ભૂમિકાઓમાં છે. ફિલ્મની રિલીઝ ડેટ વારંવાર ટળી રહી છે
રિલીઝની વાત કરીએ તો 'ટોક્સિક'ના દર્શકોને લાંબી રાહ જોવી પડી રહી છે. ફિલ્મ પહેલા 10 એપ્રિલ 2025 ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ તેને વધારીને 2026 કરી દેવામાં આવી. ત્યારબાદ 19 માર્ચ 2026 ની તારીખ સામે આવી, જેને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિઓ અને ફિલ્મ 'ધુરંધર 2' સાથેના ક્લેશથી બચવા માટે ફરીથી ટાળી દેવામાં આવી. લેટેસ્ટ અપડેટ મુજબ, ફિલ્મ હવે 4 જૂન 2026 ના રોજ પણ રિલીઝ થઈ રહી નથી. મેકર્સ ટૂંક સમયમાં નવી ફાઇનલ ડેટની જાહેરાત કરી શકે છે.
Read Original Article →