કપૂર ખાનદાનની લાડલીનો બોલ્ડ બિકિની લુક:ખુશી કપૂરે ગ્રીસના ધોમધખતા તાપમાં સ્વિમિંગ અને આઇસક્રીમની મજા માણી, વેકેશનના PHOTOS વાયરલ

Entertainment5/24/2026, 8:41:03 AM
કપૂર ખાનદાનની લાડલીનો બોલ્ડ બિકિની લુક:ખુશી કપૂરે ગ્રીસના ધોમધખતા તાપમાં સ્વિમિંગ અને આઇસક્રીમની મજા માણી, વેકેશનના PHOTOS વાયરલ
દિવંગત એક્ટ્રેસ શ્રીદેવી અને પ્રોડ્યુસર બોની કપૂરની દીકરી ખુશી કપૂર ફિલ્મો ઉપરાંત તેના અફેર અને બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં એક્ટ્રેસ યુરોપમાં વેકેશન માણી રહી છે. ત્યારે તેના સમર વેકેશનના બિકિની લુકના ફોટો પર ચાહકો ક્લીનબોલ્ડ થઈ રહ્યા છે. ટોન્ડ બોડી ફ્લોન્ટ કરી જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી હાલમાં ગ્રીસમાં સમર વેકેશન એન્જોય કરી રહી છે. તેવામાં ખુશીનો બોલ્ડ બિકિની લુક વાયરલ થઈ રહ્યો છે. ખુશીએ ધોમધખતા તાપથી રાહત મેળવવા મેડિટેરિનિયન સીમાં ડુબકી લગાવી હતી. ખુશીએ બ્રાઉન કલરની બિકિની પહેરી છે, જેમાં ટોપમાં પાતળી સ્ટ્રેપ્સ વચ્ચે ગોલ્ડન રિંગ દેખાઈ રહી છે, જે સિમ્પલ લુકને મોર્ડન ટચ આપી રહી છે, જ્યારે હાઇ વેસ્ટેડ બોટમ તેના ફિઝિકને કોમ્પ્લીમેન્ટ કરી રહ્યું છે. સમર લુકને વધુ કૂલ બનાવવા માટે તેણે બ્લેક કરલના ક્લાસિક ઓવલ સનગ્રાસીસ પહેર્યા છે. તેણે ગળામાં એકદમ પાતળી ચેઇન પહેરી છે, જેના પેન્ડન્ટમાં 'P' લખેલું છે. સાથે જ હાથમાં બ્રોડ સ્ટ્રેપવાળી મેટાલિક સ્માર્ટવોચ પહેરી છે. આકરા તાપમાં આઇસ્ક્રીમની મજા માણી ખુશી કપૂર વેકેશન પર તેની મિત્રો સાથે પહોંચી હતી. ગ્રીસના રસ્તાઓ પર ચાલતા ચાલતા થાકી ગયેલી ખુશીએ આઇસક્રીમનો સહારો લીધો હતો. તેણે વિવિધ ફ્લેવરના આઇસક્રીમના ફોટો શેર કર્યા હતા. એક ફોટોમાં તે તેની બહેનપણીઓ સાથે આઇસક્રીમની મજા માણતી નજરે પડી હતી. દરિયા કિનારે કમ્ફર્ટેબલ લુક અન્ય એક ફોટોમાં તે બીચવેરમાંથી કમ્ફર્ટેબલ કેઝ્યુઅલ કપડાંમાં આવીને પાછળ ફેલાયેલા દરિયાના નજારા સાથે મેટલ રેલિંગના સહારે ઉભેલી જોવા મળી હતી. તેણે આઇકોનિક ટેડી બેર ગ્રાફિકવાળું ઓવરસાઇઝ્ડ ઓલિવ-ગ્રીન રાલ્ફ લોરેન સ્વેટર પહેર્યું હતું, જેને તેણે ડાર્ક ડેનિમ જીન્સ અને બ્લેક-એન્ડ-વ્હાઇટ સ્નીકર્સ સાથે પેર કર્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરીને ખુશીએ લખ્યું, 'કાલીમેરા.' આ ગ્રીક શબ્દ છે, જે સામાન્ય રીતે 'ગુડ મોર્નિંગ' કહેવા માટે વપરાય છે. આ પોસ્ટ પર ટૂંક સમયમાં જ ચાહકો અને સેલેબ્સે કોમેન્ટ્સ કરી હતી.
Read Original Article →