કરિશ્મા તન્નાના ઘરે 'બાલવીર' આવશે:એક્ટ્રેસે મેટરનિટી શૂટના ફોટો શેર કર્યા, સેલેબ્સ અને ચાહકોએ શુભેચ્છા પાઠવી
ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ તેના ચાહકોને મોટી ખુશખબર આપી છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા દ્વારા તેની પ્રથમ પ્રેન્ગ્નેન્સીની જાહેરાત કરી છે. તેણે પતિ વરુણ બંગેરા સાથે એક ખૂબ જ સુંદર પોસ્ટ શેર કરી, જેમાં તેણે આ નવી સફરને 'લિટલ મિરેકલ' ગણાવી. આ પોસ્ટ સાથે તેણે સંકેત આપ્યો કે, તેમના ઘરે ઓગસ્ટ 2026માં નાનું મહેમાન આવવાનું છે. 'અ લિટલ મિરેકલ ઇઝ ઓન ધ વે' કરિશ્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોશૂટમાં તેની પ્રેગ્નન્સીની ઝલક બતાવી. આ પોસ્ટમાં કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું છે અને તેમના ચહેરા પર માતા-પિતા બનવાની ખુશી સ્પષ્ટ દેખાય છે. એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું, ‘અ લિટલ મિરેકલ ઇઝ ઓન ધ વે.’ 42 વર્ષની ઉંમરે પહેલીવાર માતા બનશે આ સમાચાર સામે આવતા જ ચાહકો અને સેલેબ્સે તેમને શુભેચ્છાઓથી ઘેરી લીધા. ઇન્ડસ્ટ્રીના ઘણા સિતારાઓએ કોમેન્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી અને આ નવી સફર માટે શુભેચ્છાઓ પાઠવી. કરિશ્મા અને વરુણે અત્યાર સુધી પોતાની પર્સનલ લાઇફને ઘણી પ્રાઇવેટ રાખી છે, ત્યારે આ જાહેરાત તેમના ચાહકો માટે ખાસ બની ગઈ છે. નોંધનીય છે કે, કરિશ્મા તન્ના 42 વર્ષની ઉંમરે પહેલીવાર માતા બનવા જઈ રહી છે. આજકાલ 40 વર્ષની ઉંમર પછી પ્રેગ્નન્સીનો ટ્રેન્ડ વધી રહ્યો છે, જોકે તેને મેડિકલ ભાષામાં 'એડવાન્સ્ડ મેટરનલ એજ' માનવામાં આવે છે. ડોકટરોના મતે યોગ્ય સંભાળ અને મેડિકલ સપોર્ટ સાથે આ ઉંમરે પણ સુરક્ષિત પ્રેગ્નન્સી શક્ય છે. કરિશ્મા અને વરુણે વર્ષ 2022માં લગ્ન કર્યાં હતાં અને હવે લગ્નના લગભગ ચાર વર્ષ પછી બંને તેમના પહેલા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. આ તેમના જીવનનો એક નવો અને ખાસ તબક્કો છે, જેને લઈને બંને ખૂબ જ ઉત્સાહિત છે. હાલમાં કરિશ્મા આ તબક્કાનો આનંદ માણી રહી છે અને પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. તેના ચાહકો હવે ઓગસ્ટ 2026ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જ્યારે આ કપલ તેમના પહેલા બાળકનું સ્વાગત કરશે.
Read Original Article →