કંગના રનૌતએ ગુપચુપ લગ્ન કરી લીધા?:ગળામાં મંગળસૂત્ર ને હાથમાં લીલી બંગડીઓ દેખાતા ફેન્સ ચોંકયા; એક્ટ્રેસે પોતે જવાબ આપી ખુલાસો કર્યો

Entertainment5/22/2026, 10:11:37 AM
કંગના રનૌતએ ગુપચુપ લગ્ન કરી લીધા?:ગળામાં મંગળસૂત્ર ને હાથમાં લીલી બંગડીઓ દેખાતા ફેન્સ ચોંકયા; એક્ટ્રેસે પોતે જવાબ આપી ખુલાસો કર્યો
એક્ટ્રેસ અને ભાજપના સાંસદ કંગના રનૌતનો તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કંગના માંગમાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર અને હાથમાં લીલી બંગડીઓ પહેરેલી જોવા મળી રહી છે. વીડિયો વાઇરલ થયા બાદ ચાહકોમાં કંગનાના સિક્રેટ મેરેજની અફવાઓ ચગી હતી. હવે કંગનાએ પોતે આ અફવા પર સ્પષ્ટતા કરી છે. કંગનાનો આ પરંપરાગત લુક તેની આગામી ફિલ્મ 'ક્વીન 2'ના શૂટિંગનો ભાગ છે, જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. કંગનાએ કહ્યું છે કે તે સિક્રેટ લગ્ન નહીં કરે. ‘મને ઘણા બધા ફોન કોલ્સ આવી રહ્યા છે’ કંગનાએ આ અફવાઓ પર સ્પષ્ટતા કરતા પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે- 'હું દરરોજ શહેરમાં અને તેની આસપાસ શૂટિંગ કરી રહી છું, કોઈએ કેરેક્ટર મેકઅપ સાથે આ રેન્ડમ તસવીર ક્લિક કરી લીધી અને હવે મને ઘણા બધા ફોન કોલ્સ આવી રહ્યા છે, પરંતુ પરિણીત મહિલાના લુકમાં એવી કઈ મોટી વાત છે? એક્ટર્સ દરેક પ્રકારના રોલ ભજવે છે, હું ગુપચુપ લગ્ન નહીં કરું, હું વચન આપું છું." સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ ઘણા ઇન્સ્ટાગ્રામ પેજીસે કંગના રનૌતનો આ વીડિયો શેર કર્યો હતો. જેમાં કંગના ગુલાબી રંગના પરંપરાગત સૂટમાં એક પરિણીત મહિલા તરીકે દેખાઈ રહી છે. વીડિયો સાથે કોઈ કેપ્શન કે માહિતી આપવામાં આવી ન હતી. આ પછી ઇન્સ્ટાગ્રામ અને X પર યુઝર્સે કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું કે કંગનાએ ગુપચુપ લગ્ન કરી લીધા છે. કંગના કે તેની ટીમ તરફથી તરત કોઈ સ્પષ્ટતા ન આવતા આ ચર્ચા ઇન્ટરનેટ પર વધુ વધી ગઈ. ડિરેક્ટર વિકાસ બહલે 'ક્વીન 2'ની પુષ્ટિ કરી ફિલ્મ 'ક્વીન'ના ડિરેક્ટર વિકાસ બહલે પણ તેની સિક્વલ પર કામ ચાલી રહ્યું હોવાનું જણાવ્યું છે. તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યુમાં વિકાસ બહલે જણાવ્યું હતું કે અમે છેલ્લા કેટલાક સમયથી 'ક્વીન 2' પર કામ કરી રહ્યા હતા અને હવે અમારી પાસે એક નક્કર વાર્તા તૈયાર છે. આ ફિલ્મનું શૂટિંગ હવે શરૂ થઈ ગયું છે, જેના સેટ પરથી કંગનાનો આ લુક સામે આવ્યો છે. કેટલીક જગ્યાએ ફિલ્મનું નામ 'ક્વીન ફોરએવર' પણ જણાવવામાં આવી રહ્યું છે. બોક્સ ઓફિસ પર સફળ રહી હતી ક્વીન વર્ષ 2014માં રિલીઝ થયેલી ફિલ્મ 'ક્વીન' બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. વિકાસ બહલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં કંગના રનૌતે 'રાની મેહરા'નું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મની વાર્તા એક એવી છોકરીની હતી, જેના લગ્ન તૂટી જાય છે અને તે એકલી જ પેરિસ અને એમ્સ્ટરડેમમાં તેના હનીમૂન પર જાય છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને લીઝા હેડને પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મ માટે કંગનાને ઘણી પ્રશંસા મળી હતી.
Read Original Article →