ઐશ્વર્યા રાયની મજાક કરતાં યુઝર્સને કંગનાની ફટકાર:કહ્યું- વૃદ્ધ લોકોને રેડ કાર્પેટ પર જોવાની આદત પાડી લો, તે ખૂબ જ સુંદર લાગી રહી છે

Entertainment5/25/2026, 5:29:03 AM
ઐશ્વર્યા રાયની મજાક કરતાં યુઝર્સને કંગનાની ફટકાર:કહ્યું- વૃદ્ધ લોકોને રેડ કાર્પેટ પર જોવાની આદત પાડી લો, તે ખૂબ જ સુંદર લાગી રહી છે
એક્ટ્રેસ કંગના રનૌતે તાજેતરમાં ઐશ્વર્યા રાયને ટ્રોલ કરનારાઓને ફટકાર લગાવી છે. ઐશ્વર્યા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાન ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બની હતી. તેની તસવીરો જોરદાર વાઇરલ થઈ હતી. જ્યાં કેટલાક લોકો તેના ગ્લોબલ સ્ટારડમની પ્રશંસા કરી રહ્યા છે, ત્યાં કેટલાક તેના લુક્સને ટ્રોલ પણ કરી રહ્યા છે. હવે કંગના રનૌતે તે ટ્રોલર્સ પર ભડકતા કહ્યું છે કે ઐશ્વર્યાને કોઈને ખુશ કરવાની જરૂર નથી. કંગના રનૌતે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ઐશ્વર્યા રાયની તસવીર શેર કરીને લખ્યું છે કે, ‘ફેશન અને સ્ટાઇલ વ્યક્તિની પોતાની ઓળખ અને પોતાને વ્યક્ત કરવાની રીત હોય છે. દરેક વ્યક્તિ પોતાની જિંદગી અને વિચારને પોતાની રીતે દર્શાવે છે. કોઈ પણ મહિલા કોઈને કંઈ સાબિત કરવા કે ખુશ કરવા માટે જવાબદાર નથી.’ આગળ કંગનાએ લખ્યું છે, 'ઐશ્વર્યા ખૂબ જ સુંદર લાગી રહી છે. જેને તેને કોઈ અન્ય રીતે જોવા છે, તે પહેલા પોતે બતાવે કે તેમનામાં શું ખાસ છે. તે અહીં કોઈને ખુશ કરવા નથી આવી. તે શાનદાર છે. જો લોકોને રેડ કાર્પેટ પર વૃદ્ધ મહિલાઓને જોવાની આદત નથી, તો હવે તેની આદત પાડી લો. આભાર.' આ એ જ કંગના છે, જે અવારનવાર જયા બચ્ચન પર નિશાન સાધતી રહે છે. ક્યારેક તેણે જયા બચ્ચનના સંસદ પર આપેલા નિવેદન પર તેને અહંકારી કહ્યા, તો ક્યારેક તેણે કહ્યું હતું કે લોકો જયા બચ્ચનને ફક્ત એટલા માટે સહન કરે છે, કારણ કે તે અમિતાભ બચ્ચનના પત્ની છે. ઐશ્વર્યા આ વર્ષે કાનમાં મોડેથી પહોંચી. તે દર વર્ષે લોરિયલ પેરિસ તરફથી પહોંચે છે. જ્યારે આ વર્ષે તેમના પહેલા આલિયા ભટ્ટ લોરિયલ તરફથી કાન પહોંચી, ત્યારે દરેકનું કહેવું હતું કે તેમણે ઐશ્વર્યાને રિપ્લેસ કરી દીધા છે. જોકે, ક્લોઝિંગ સેરેમની પહેલા ઐશ્વર્યાએ કાનમાં પહોંચીને તમામ દાવાઓને ખોટા સાબિત કરી દીધા. ઐશ્વર્યા સાથે તેમની દીકરી આરાધ્યા પણ કાન ઇવેન્ટનો ભાગ બની. તેણે અમિત અગ્રવાલની ડિઝાઇનર ગાઉનથી રેડ કાર્પેટ પર વોક કરી, ત્યારબાદ તે બ્લશ પિંક ડ્રેસમાં ઇવેન્ટમાં પહોંચી. કાનમાંથી ઐશ્વર્યાના લુક્સ જુઓ- ગયા વર્ષે કાનથી ઐશ્વર્યાનો લુક ચર્ચામાં રહ્યો હતો ઐશ્વર્યા રાયે વર્ષ 2002માં કાનમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે સતત કાનમાં હાજર રહે છે. ગયા વર્ષે ઐશ્વર્યાએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલી સફેદ-ગોલ્ડન સાડી પહેરી હતી. રેડ ડાયમંડ જ્વેલરી અને સિંદૂર સાથે ઐશ્વર્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેનો ટ્રેડિશનલ લુક ખૂબ ચર્ચામાં રહ્યો હતો. કાનના બીજા લુકમાં ઐશ્વર્યા રાયે ગૌરવ ગુપ્તાના કલેક્શનની બ્લેક સિક્વલ ગાઉન સાથે ટ્રેલ કેરી કરી હતી. ખુલ્લા વાળ અને મિનિમલ જ્વેલરીમાં એક્ટ્રેસ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.
Read Original Article →