રાજકુમારના રાક્ષસ બનવાની રહસ્યમયી વાર્તા:'કબંદા'નું નવું ખતરનાક પોસ્ટર રિવીલ; ગુજરાતી માઇથોલોજીકલ-હોરર ફિલ્મની રિલીઝ ડેટ જાહેર

Entertainment4/23/2026, 7:22:57 AM
રાજકુમારના રાક્ષસ બનવાની રહસ્યમયી વાર્તા:'કબંદા'નું નવું ખતરનાક પોસ્ટર રિવીલ; ગુજરાતી માઇથોલોજીકલ-હોરર ફિલ્મની રિલીઝ ડેટ જાહેર
ગુજરાતી સિનેમામાં હાલમાં વિવિધ વિષયો પર કામ કરવામાં આવી રહ્યુ છે. પારિવારિક ફિલ્મોથી આગળ વધીને એક્શન, થ્રિલર, ક્રાઇમ, સસ્પેન્સ સહિતના વિષયો પર ફિલ્મો બની રહી છે. ત્યારે પૌરાણિક કથા અને હોરરનો અદ્ભુત સંગમ ધરાવતી ફિલ્મ 'કબંદા : અ મિથ અવેકન્સ'નું નવું પોસ્ટર રિવીલ કરીને રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. પૌરાણિક કથામાં વાર્તાના મૂળિયાં ફિલ્મનું નવું ખતરનાક પોસ્ટર રિલીઝ કરીને મેકર્સે લખ્યું છે કે, 'ક્યારેક તમારી આંખો એ જુએ છે, જે દેખવું ના જોઈએ. એક એવી વાર્તા, જેના મૂળિયાં પૌરાણિક કથાઓમાં છે અને પુનર્જન્મ અંધકારમાં. 'કબંદા' 29 મે 2026ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે.' ફિલ્મની સ્ટારકાસ્ટ ફિલ્મની વાર્તા એક એવા મોહક રાજકુમારની છે, જે ભયાનક રાક્ષસ તરીકે પાછો ફરે છે. ફિલ્મની વાર્તા પૌરાણિક રહસ્યો પર આધારિત હશે, જે દર્શકોને ડર અને રોમાંચનો એક અલગ જ અનુભવ કરાવશે. વેદાંત મહેશ્વરી અને રેહાન ચૌધરીના પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મનું ડિરેક્શન, લેખન અને એડિટિંગ રેહાન ચૌધરીએ જ કર્યું છે. ફિલ્મમાં શ્યામ નાયર, તર્જની ભાદલા, બ્રિન્દા ત્રિવેદી, રૂચિ પ્રજાપતિ, હેમાંગ દવે, અંકિત બ્રહ્મભટ્ટ અને રવિ સોલંકી મુખ્ય ભૂમિકામાં છે. ટેકનિકલ પાસું અને VFX ફિલ્મમાં મજબૂત વિઝ્યુઅલ ઇફેક્ટ્સ માટે VFX સુપરવાઈઝર તરીકે 'હિમાલયન નિર્માતા' અને ટીમ દ્વારા કામ કરવામાં આવ્યું છે, જે પડદા પર પૌરાણિક કાળ અને ભયાનક દ્રશ્યોને જીવંત કરશે. જીગ્નેશ પંડ્યાએ સિનેમેટોગ્રાફી અને પલ્લવ બરુઆએ સંગીત આપ્યું છે.
Read Original Article →