'ફિલ્મો ફ્લોપ ગઈ છતાં આમિરનો દીકરો હોવાથી કામ મળે છે':જુનૈદ ખાને નેપોટિઝમ પર કહ્યું, 'પ્રોડ્યુસરને ફિલ્મ વેચવી હોય એટલે સ્ટાર કિડને પસંદ કરે છે'

Entertainment5/14/2026, 12:49:20 PM
'ફિલ્મો ફ્લોપ ગઈ છતાં આમિરનો દીકરો હોવાથી કામ મળે છે':જુનૈદ ખાને નેપોટિઝમ પર કહ્યું, 'પ્રોડ્યુસરને ફિલ્મ વેચવી હોય એટલે સ્ટાર કિડને પસંદ કરે છે'
આમિર ખાનના દીકરા જુનૈદે બોલિવૂડમાં નેપોટિઝમ અને સ્ટાર કિડ્સને મળતા ફાયદાઓ પર ખૂલીને વાત કરી છે. જુનૈદની શરૂઆતની બે ફિલ્મો 'લવયાપ્પા' અને 'એક દિન' બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી, પરંતુ તેમ છતાં તેની પાસે કામનો અભાવ નથી. જુનૈદે સ્વીકાર્યું કે, તેને આમિર ખાનનો દીકરો હોવાને કારણે ઇન્ડસ્ટ્રીમાં સરળતાથી તકો મળી રહી છે. ‘નેપોટિઝમ શબ્દથી મને ચીડ નથી થતી’ વિક્કી લાલવાણીને આપેલા એક ઇન્ટરવ્યુમાં જુનૈદે પોતાનો વિશેષાધિકાર (પ્રિવિલેજ) સ્વીકાર્યો. તેણે કહ્યું, 'નેપોટિઝમ શબ્દ મને પરેશાન કરતો નથી કારણ કે તે સાચું છે. મને આમિર ખાનનો દીકરો હોવાને કારણે ઘણું કામ મળે છે.' જુનૈદનું માનવું છે કે, 'સ્ટાર કિડ્સ દર્શકો માટે પહેલેથી જ જાણીતા ચહેરા હોય છે, જેનાથી પ્રોડ્યુસર્સ માટે ફિલ્મને માર્કેટ કરવી અને વેચવી સરળ બની જાય છે.' પ્રોડ્યુસર્સને માલ વેચવાનો હોય છે, ટેલેન્ટ પછી આવે છે કાસ્ટિંગના મુદ્દે વાત કરતા જુનૈદે કહ્યું કે, 'ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટેલેન્ટ કરતાં વધારે માર્કેટબિલિટી (વેચાણક્ષમતા)ને મહત્ત્વ આપવામાં આવે છે.' તેણે કહ્યું, 'પ્રોડ્યુસર્સને પોતાની ફિલ્મો વેચવાની હોય છે, તેથી તેઓ એવી કોઈ વ્યક્તિને કામ પર રાખશે, જેને તેઓ સરળતાથી વેચી શકે.' તેના મતે, 'ઘણીવાર મેકર્સ એ નથી જોતા કે રોલ માટે શ્રેષ્ઠ એક્ટર કોણ છે, પરંતુ એ જુએ છે કે કોનો ચહેરો ફિલ્મને કમર્શિયલ ફાયદો પહોંચાડી શકે છે.' 2 ફ્લોપ પછી બોલ્યો- ‘સર, કામ કરવા દો’ પોતાની ફિલ્મોની નિષ્ફળતા પર જુનૈદે રમુજી અંદાજમાં કહ્યું, 'સર, હજુ 2 ફ્લોપ પછી પણ કામ મળી રહ્યું છે, તો પ્લીઝ મને કામ કરવા દો.' ફિલ્મ 'એક દિન'ના પ્રદર્શન પર વાત કરતા તેણે સ્વીકાર્યું કે, 'આખી ટીમને આ ફિલ્મથી વધુ સારી અપેક્ષાઓ હતી.' ફિલ્મમાં તેની સાથે સાઈ પલ્લવી હતી. ફિલ્મને આમિર ખાનના બેનર હેઠળ જ બનાવવામાં આવી હતી. જુનૈદે કહ્યું કે, તેને વ્યક્તિગત રીતે ફિલ્મ પસંદ આવી હતી, પરંતુ તે મોટા દર્શકો સાથે જોડાઈ શકી નહીં. આમિરનો નિષ્ફળતા પરનો પ્રતિભાવ જુનૈદે એ પણ જણાવ્યું કે તેના પિતા આમિર ખાન ફિલ્મોની નિષ્ફળતાને કેવી રીતે જુએ છે. તેણે કહ્યું કે, 'ઇન્ડસ્ટ્રીમાં દાયકાઓ વિતાવ્યા પછી પણ ફ્લોપ ફિલ્મો આમિરને ભાવનાત્મક રીતે અસર કરે છે. જોકે, આમિર પોતાને કામમાં વ્યસ્ત રાખીને આગળ વધવાનું પસંદ કરે છે અને નવી ઊર્જા સાથે આગામી પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.' તમન્ના ભાટિયા સાથે જોવા મળશે જુનૈદ ખાનના ભવિષ્યના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં 'રાગિની એમએમએસ 3' માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે તમન્ના ભાટિયા લીડ રોલમાં છે. જોકે, ફિલ્મની વાર્તા અને રિલીઝ ડેટ વિશે હજુ વધુ માહિતી શેર કરવામાં આવી નથી.
Read Original Article →