એક તો ચોરી ઉપરથી સીના જોરી!:રવીના ટંડનના ભાઈના ઘરે ચોરી, વૃદ્ધ માતાની કેરટેકરે 25 લાખના દાગીના ચોર્યા; ઘરેણાં પાછા માગવા પર ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી

Entertainment6/2/2026, 9:19:46 AM
એક તો ચોરી ઉપરથી સીના જોરી!:રવીના ટંડનના ભાઈના ઘરે ચોરી, વૃદ્ધ માતાની કેરટેકરે 25 લાખના દાગીના ચોર્યા; ઘરેણાં પાછા માગવા પર ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી
બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડનના ભાઈ રાજીવ ટંડનના ઘરેથી 25 લાખ રૂપિયાના સોના-હીરાના દાગીના અને ઘડિયાળો ચોરી કરવાના આરોપમાં પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે. જુહુ પોલીસના જણાવ્યા અનુસાર, 47 વર્ષીય આરોપી મહિલા રાશિ છાબડિયાને રવીના ટંડનની વૃદ્ધ માતા વીણા ટંડનની સંભાળ રાખવા માટે કેરટેકર તરીકે રાખવામાં આવી હતી. આરોપી મહિલાએ પરિવારનો વિશ્વાસ જીતીને લોકરમાંથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો. પોલીસે આરોપીની ધરપકડ કરીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ઓક્ટોબરમાં ચોરીની જાણ થઈ હતી પોલીસ FIR મુજબ, આ ચોરી ગયા વર્ષે ઓક્ટોબરમાં પકડાઈ હતી. રાજીવ ટંડનના પરિવારે જ્યારે પોતાના ઘરની તિજોરી ચેક કરી, ત્યારે તે તૂટેલી હતી. લોકરમાંથી સોના અને હીરાના ઘરેણાં સહિત બે કિંમતી ઘડિયાળો ગાયબ હતી. ચોરાયેલા સામાનની કુલ કિંમત આશરે 25 લાખ રૂપિયા જણાવવામાં આવી છે. ઘરના બીજા માળે ફક્ત પરિવારના સભ્યો અને કેરટેકર રાશિ છાબડિયા જ જઈ શકતી હતી, જ્યાં આ લોકર રાખેલું હતું. વાતચીતમાં ગુનો કબૂલ્યો, ઘડિયાળો પાછી આપી પણ ઘરેણાં નહીં રાજીવ ટંડને જ્યારે રાશિ છાબડિયાને આ વિશે પૂછપરછ કરી, ત્યારે તેણે પહેલા આરોપોનો ઇનકાર કર્યો. બાદમાં તેણે ચોરીની વાત સ્વીકારી લીધી. આરોપી મહિલાએ ચોરીની બે મોંઘી ઘડિયાળો તો પરિવારને પાછી આપી દીધી, પરંતુ ઘરેણાં પાછા ન આપ્યા. તેણે દાવો કર્યો કે બધા ઘરેણાં તેણે જગદીશ નામના પોતાના એક સાથીને આપી દીધા છે અને તે જલ્દી જ તેમને પાછા લાવીને આપી દેશે. જોકે, વારંવાર કહેવા છતાં તેણે ઘરેણાં પાછા ન આપ્યા. ફરિયાદ કરવા પર ડ્રગ્સ કેસની ધમકી મળી રાજીવ ટંડનની ફરિયાદ મુજબ, જ્યારે તેમણે પોતાના ઘરેણાં પાછા માંગવા માટે દબાણ કર્યું, ત્યારે તેમને ધમકીઓ મળવા લાગી. રાશિ છાબરિયાના એક સાથીએ પોતાને પોલીસ બાતમીદાર ગણાવીને રાજીવ ટંડનને ડરાવ્યા. તેણે કહ્યું કે જો તેમણે ઘરેણાં પાછા માંગવાનું બંધ ન કર્યું, તો તે તેમને નાર્કોટિક્સના ખોટા કેસમાં ફસાવી દેશે. આ પછી પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી. વર્ષ 2020થી પરિવાર સાથે સંકળાયેલી હતી આરોપી રાજીવ ટંડને પોલીસને જણાવ્યું કે રાશિ છાબડિયા ખાર વિસ્તારની રહેવાસી છે. કેટલાક સામાન્ય મિત્રો દ્વારા તે વર્ષ 2020થી તેમના પરિવારમાં આવતી-જતી હતી. પતિ અને માતા-પિતાના મૃત્યુ પછી તે ટંડન પરિવારની ખૂબ નજીક આવી ગઈ હતી. આ જ કારણોસર તેને ઘરમાં ગમે ત્યાં આવવા-જવાની સંપૂર્ણ છૂટ મળી હતી. જુહુ પોલીસે રાશિની 21 મેના રોજ ધરપકડ કરી હતી, જે બાદ કોર્ટે તેને 29 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી હતી. આ મામલે તપાસ હજુ ચાલુ છે.
Read Original Article →